મોટાભાગની મહિલાઓ ઘરે મેળવેલા દહીંમાંથી બનાવેલી છાશ વાપરવાનું પસંદ કરે છે. પરંતુ ઘણી સ્ત્રીઓની પ્રોબ્લેમ હોય છે કે દહીં બરાબર જામતું નથી. તેમના દહીમાં પાણી થઈ જાય છે અથવા તે ઢીલુ રહે છે. અથવા બહુ વધુ ખાટુ થઈ જાય છે. પરંતુ આજે દહીં બનાવવાની રેસીપી અમે તમને જણાવીશુ. જે આપશે તમને સૌથી બેસ્ટ પરિણામ.
- જાણો દહીં જમાવવાની સાચી રીત.
જામેલા દહીંની જરૂર દહીંવડા, ચાટ, દહીંપુરી જેવી વાનગીઓમાં પડે છે. જો દહીં જામેલુ ન હોય તો આ વાનગીઓનો સ્વાદ આવતો નથી. કેટલાક લોકો જમવામાં પણ દહીંનો ઉપયોગ કરે છે. આ સીવાય દહીં તીખારી અને ચટણી બનાવવામાં પણ દહીંનો ઉપયોગ થાય છે. તેવામાં જો દહીં યોગ્ય રીતે જામેલુ ન હોય તો તેનો સ્વાદ બરાબર આવતો નથી. માટે બહેનો, આજે તમે દહીં જમાવવાની યોગ્ય રીત શીખી લો.
- સામાન્ય વાતાવરણ હોય ત્યારે, દહીં કેમ જમાવવું.
ઘણી સ્ત્રીઓની એવી પ્રોબ્લેમ હોય છે કે દહીં બરાબર જામતુ નથી. અને માટે તે દહીંને ફેંકી દે છે. કારણ કે તેનો કોઈ ઉપયોગ થઈ શકે તેમ તેને લાગતુ નથી. પરંતુ અમે તમને એવી રીત જણાવીશું કે તમે બેસ્ટ રીતે દહીં જમાવી શકો છો. તો સૌથી પહેલા દહીં મેળવવાની રીત જાણી લો.
સામાન્ય વાતાવરણમાં દહી જમાવવું સાવ આસન છે નવશેકા દુધમાં દહી કે છાશની એકથી દોઢ ચમચી નાખો. દહીં કે છાશ નાખીને તેને એક જ દિશામાં લગભગ ત્રણથી પાંચ મીનીટ સુધી હલાવો. આ દહી આઠથી દસ કલાકમાં જામી જશે.
- ઠંડુ વાતાવરણ હોય ત્યારે, દહીં કેમ જમાવવું.
ઠંડા વાતાવરણમાં સૌથી પહેલા તો નવશેકા દુધમાં દહી કે છાશની એકથી દોઢ ચમચી નાખો. પછી તેને હલાવી લો. ઠંડી ઋતુમાં દહીં જમાવવા માટે યોગ્ય હુંફાળું વાતાવરણ હોવુ જરૂરી છે. ખાસ કરીને ચોમાસા અને શીયાળાની ઋતુમાં દહીંને ગરમી મળવી જોઈએ. એવી જગ્યા પસંદ કરવી જોઈએ કે જેથી દહીંને ગરમી મળી રહે. આ સીવાય એવી જગ્યા એ પણ રાખવુ જોઈએ કે જ્યા તે વાસણ સ્થીર રહે. માટે દહીં સારી રીતે જામી શકે.
- આ ટિપ્સ જાણી લો, ના જામ્યું હોય એ દહી 15 મિનિટ માં જામી જશે.
જ્યારે શિયાળા કે ચોમાસનું ઠંડુ વાતાવરણ હોય ત્યારે દહી બરોબર જામે નહીં તેમજ તે દહીમાં વાસ પણ આવે અને તે ખાવા લાયક કે બીજા કોઈ પણ ઉપયોગમાં લઈ શકાય એમ ના હોય ત્યારે સ્ત્રીઓ એ દહીને ફેકી દે છે પણ આવું કરવાની જરૂર નથી. એ જ દહીને ફરીથી સારી રીતે જમાવવા માટે નીચે પ્રમાણે કરો.
સૌથી પહેલા એક વાસણમાં પાણી લો અને તેને ગરમ કરો. આ પાણી તમારે ઉકાળવાનું નથી અને આ પાણી માપસર ગરમ હોવુ જોઈએ. હવે જે વાસણમાં મેળવેલુ દૂઘ છે તેને પાણી વાળા વાસણમાં મુકો. પણ યાદ રહે પાણી એટલુ પણ વધુ ન હોવુ જોઈએ કે તે દૂધ વાળા વાસણમાં પાણી ચાલ્યું જાય. હવે પાણી વાળા વાસણને ઢાંકી દો. દહીં વાળા વાસણને પાણી વાળા વાસણમાં 15 મીનીટ સુધી રાખી દો.
ત્યાર પછી દહીં વાળુ વાસણ કાઢી લો. બહાર કાઢ્યા બાદ તમે જોશો કે દહીં જામી ગયુ છે. પરંતુ આ જામેલા દહીંમાં તમે ચમચી ન નાખશો. આ દહીંને તમે ફ્રીઝમાં મુકી દો. ફ્રીઝમાં રાખ્યા પછી આ દહીં જામી જશે. આ રીતે જામેલુ દહીં પાણી વાળુ પણ નહી થાય અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગશે. તો હવે આ રીતે જમાવેલા દહીની વાનગીઓ તમે બનાવશો તો તમારી વાનગીઓ પણ સ્વાદીષ્ટ બનશે અને તમારા પરીવારજનોને પણ આ વાનગી ખુબ ભાવશે.