Uncategorized

30 નવેમ્બર સુધી કરો આ કામ, નહિતર તમારું LPG કનેક્શન થઈ શકે છે રદ

1 ડિસેમ્બરે સરકાર KYC ના ધરાવતા ઉપભોક્તાનું કનેક્શન રદ્દ કરવા જઇ રહી છે. આ માટે સરકારે ગેસ કંપનીઓને 30 નવેમ્બર સુધીના સમયમાં ઉપભોક્તાઓને KYC કમ્પલીટ કરવાનું કહ્યુ છે.

મળતી માહિતી મુજબ, સબસીડી છોડનારા ગેસ વપરાશકર્તાઓને પણ KYC પ્રોસેસ પૂર્ણ કરવી જરૂરી છે. સરકારે ઇન્ડિયન ગેસ, ભારત ગેસ અને HP ગેસને આદેશ જારી કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લાભાર્થીઓની સબસીડી સીધી બેંકના ખાતામાં જમા કરવા માટે 3 વર્ષ પહેલા DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) યોજના શરૂ કરવામાં આવી હતી. પરંતુ હજુ 1 કરોડ જેટલા ગેસ ઉપભોક્તાએ પોતાનું KYC પૂર્ણ કર્યુ નથી, જેમાં સૌથી વધારે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ગેસ ઉપભોક્તા છે. હાલમાં દેશભરમાં 25 કરોડ LPG ઉપભોક્તા માંથી 22 કરોડ 50 લાખ લોકો ગેસ સબસીડીનો લાભ  લઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *