Technology

Samsung એ લોન્ચ કર્યો પોતાનો નવો સ્માર્ટફોન A20s, જાણો તેની કિંમત અને સ્પેસિફિકેશન વિશે

Samsung એ પોતાનો નવો સ્માર્ટફોન ગેલેક્સી A20s લોન્ચ કર્યો છે. આ ફોન ગેલેક્સી A20 નું અપગ્રેડ વર્ઝન છે. એક અપડેટ મોડેલ તરીકે A 20 ના રીઅર કેમેરામાં ટ્રિપલ કેમેરા સેટઅપ, 15 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને નવી ડિઝાઇન છે.

ગેલેક્સી A 20 ની ભારતમાં પ્રારંભિક કિંમત 11,999 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત બેઝ વેરિયન્ટ 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ માટેની છે. ઉપરાંત તેના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા રાખવામાં આવી છે. સેમસંગ ગેલેક્સી A20s નું વેચાણ આજથી એટલે કે 5 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. ગ્રાહકો તેને સેમસંગ ઓનલાઇન સ્ટોર, સેમસંગ ઓપેરા હાઉસ (બેંગ્લુરુ), એમેઝોન, ફ્લિપકાર્ટ અને દેશભરના અન્ય ઓફલાઈન રિટેલ સ્ટોર્સથી ખરીદી શકશે.

સેમસંગ ગેલેક્સી A 20s ના સ્પેસીફીકેશનની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.5 ઇંચની HD + ઇન્ફિનિટી-વી ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોનમાં ગ્રાહકોને સ્નેપડ્રેગન 450 પ્રોસેસર મળશે જેમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ હશે. SD કાર્ડની મદદથી સ્ટોરેજ 512 જીબી સુધી વધારી શકાય છે.

ફોનની પાછળના ભાગમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે અને ગ્રાહકો આ સ્માર્ટફોનને લીલા, વાદળી અને બ્લેક કલરમાં ખરીદી શકશે. ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે. આ સેટઅપમાં 13 એમપી પ્રાઈમરી કેમેરા, 8 એમપી અલ્ટ્રા-વાઈડ એંગલ લેન્સ અને 5 એમપી ડેપ્થ સેન્સર આપવામાં આવ્યા છે. ઉપરાંત આ સ્માર્ટફોનના ના ફ્રન્ટમાં સેલ્ફી માટે 8 એમપી કેમેરો છે. આ નવા સ્માર્ટફોનમાં 15W ફાસ્ટ ચાર્જિંગ સાથે 4,000 MAh ની બેટરી છે. આ ઉપરાંત ગ્રાહકોને ડોલ્બી એટમોસ સાઉન્ડ ટેકનોલોજી પણ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *