ઉડાન ટાઈમ્સ: આજના વધતા જતા ટેક્નોલોજી યુગમાં લોકો માતૃભાષાને ભૂલી રહ્યા છે ત્યારે ગુજરાતી ભાષા પ્રત્યે આપણું સન્માન જળવાઈ રહે અને ગુજરાતી ભાષાના વાંચન પ્રત્યે રુચિ રહે તે હેતુથી અમે અવનવા લેખો ગુજરાતી ભાષામાં આપનીસમક્ષ મૂકીએ છે.
SONY કંપનીની સફળતાની કહાની
કંઈક નવું કરવાનો જોશ હોય તો માણસને લાખો અસફળતાઓ પણ નથી હરાવી શકતી. એ ફરીથી ઉભો થાય છે અને પ્રયત્ન શરૂ કરે છે.
SONY કંપનીની સફળતાની કહાની પણ કંઈક આવી જ છે. SONY કોર્પોરેશન ની સ્થાપના એકિયો મોરિટા અને મસારું ઇબુકાએ વર્ષ 1946 માં કરી હતી. જ્યારે કંપનીની શરૂઆત થઈ હતી ત્યારે કંપની નું રજીસ્ટ્રેશન TTK ના નામથી થયું હતું. TTK નો અર્થ ‘ટોકિયો ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગ કોર્પોરેશન’ છે.
કંપનીની શરૂઆત કરવા માટે બન્ને વ્યક્તિએ 500 ડોલરનું દેવું પોતાના માથે કર્યું હતું. બંને ભાગીદારોનો વિચાર હતો સામાન્ય વ્યક્તિની વપરાશની વસ્તુ તૈયાર કરવી છે. આ શ્રેણીમાં સૌથી પહેલી પ્રોડક્ટ લોન્ચ કરી તે હતું કૂકર, જેને તેઓએ રાઈસ કૂકર નામ આપ્યું હતું. આ પ્રોડક્ટ વધારે સફળ ન મળી. કંપની એ કુલ 6500 ડોલરની પ્રોડક્ટ વહેંચી પરંતુ નફો માત્ર 300 ડોલરનો જ થયો.
તેમ છતાં બંને વ્યક્તિએ હાર ન માની અને કંપનીના નવા રિસર્ચમાં પૈસા લગાવવાના શરૂ કર્યા. વર્ષ 1950 માં કંપની દ્વારા એક ટેપ રેકોર્ડર માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યું. આ ટેપ રેકોર્ડર એક અમેરિકી મોડલનું કોપી હતું. આ ટેપ રેકોર્ડરને કંપનીના સ્થાપક મસારું ઇબુકાએ જાપાનના સરકારી બ્રોડકાસ્ટિંગ સ્ટેશન પર જોયું હતું. શરૂઆતમાં જ માર્કેટમાં આ પ્રોડક્ટની માંગ ખૂબ ઊંચી રહી.
ટેપ રેકોર્ડર પ્રોડક્ટ માર્કેટમાં સફળ રહી. કોર્પોરેટ કંપનીઓ અને મીડિયા હાઉસ દ્વારા ખૂબ ઓર્ડર મળ્યા. ટેપ રેકોર્ડરની માંગ એટલી વધી ગઈ કે કંપનીને તેના પ્રોડક્શન ને કારણે મોટી જગ્યાએ શિફ્ટ થવું પડ્યું હતું.
બાદમાં 1952 માં કંપનીએ ટ્રાંજીસ્ટર લોન્ચ કર્યું અને TTK કંપનીનું નામ બદલીને ‘સોની’ (SONY) કરવામાં આવ્યું. SONY નામ આપવા પાછળ એક કારણ હતું કે SONY નામ ‘સોનસ’ થી બન્યું હતું કે જે એક લેટિન શબ્દ છે. સોનસ નો મતલબ થાય છે, સાઉન્ડ કે અવાજ.
SONY નામ લોકોમાં ખુબ જ પ્રખ્યાત થઈ ગયુ, આનાથી પ્રભાવિત થઈને કંપનીના ફાઉન્ડર્સે આનું નામ બદલીને ‘સોની કોર્પોરેશન’ કરી દેવાનું નક્કી કર્યું. આ જાન્યુઆરી 1958 ની વાત છે. તેના પછી 10 વર્ષ સુધી કંપનીએ વિડિઓ ટેપ ટેકનોલોજી દ્વારા માર્કેટ પર રાજ કર્યું. વર્ષ 1971 માં સોની કંપનીએ પહેલુ VCR લોન્ચ કર્યું.
SONY નું ‘વોકમેન’
વર્ષ 1979 માં SONY કોર્પોરેશન માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું. SONY કોર્પોરેશને એક કોમ્પેક્ટ ટેપ પ્લેયર લોન્ચ કર્યું જેણે માર્કેટમાં ધૂમ મચાવી. જેને ‘વોકમેન’ નામ આપવામા આવ્યું. વોકમેન એટલું મશહૂર થયું કે જ્યારે બીજી કંપનીઓએ આ કોમ્પેક્ટ ટેપ પ્લેયર લોન્ચ કર્યું તો તે વોકમેન નામથી જ વેચાવા લાગ્યું.SONY કોર્પોરેશન કંપની સતત નવા રિસર્ચ પર કામ કરતી રહી. વર્ષ 1982 માં કંપનીએ સીડી પ્લેયર લોન્ચ કર્યું. વર્ષ 1985 માં SONY કોર્પોરેશન કંપનીએ વિડિઓ કેમેરો લોન્ચ કર્યો જેનું રેકોર્ડ બ્રેક વેચાણ નોર્થ અમેરિકા, યુરોપ અને જાપાનમાં થયું.
વર્ષ 1992 માં SONY કોર્પોરેશન કંપનીએ કુલ 1.3 બિલિયન ડોલર ની રેવેન્યુ જનરેટ કરી. આજે SONY કંપની પ્લે સ્ટેશન, સ્માર્ટ ફોન, લેપટોપ, ટીવી, વીડિયો રેકોર્ડર, કેમેરા દરેક પ્રોડક્ટ સાથે માર્કેટમાં આગવું સ્થાન ધરાવે છે અને સતત નવા રિસર્ચ પર આગળ વધી રહી છે.
આજના સમયમાં SONY કોર્પોરેશન કંપનીની વાર્ષિક રેવેન્યુ 70 બિલિયન ડોલર ને પાર કરી ચુકી છે. 500 ડોલરથી શરૂ થયેલી કંપની આજે 70 બિલિયન ડોલર ના વાર્ષિક બિઝનેસને પાર કરી ચુકી છે. આ બધુ સંભવ થઈ શક્યું એના પાછળ માત્ર એક કારણ હતું “ઇન્નોવેશન એટલે કે સતત નવી નવી શોધ.”
“21 મી સદી એ જ્ઞાનની સદી છે અને જ્ઞાન એ જ 21 મી સદીનું ધન છે.” આવા જ અન્ય અવનવા સફળતાની કહાની થતા જ્ઞાનવર્ધક લેખ નિયમિત રીતે વાંચતા રહેવા માટે અમારા ફેસબુક પેજ ઉડાન ટાઈમ્સ (Udaan Times) ને લાઈક કરો તથા આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો.