Story Success Success Story

આજની મહિલાઓને તેમજ યુવાનોને આ સ્ટોરી ખૂબ કામ આવશે, 1 મીનીટ કાઢીને વાંચી લો.

એક પક્ષી હતું જેને એના માલિકે પીંજરા માં જ કેદ કરી ને રાખ્યું હતું. એ ક્યારેય બહાર ઉડતું ના હતું અને હંમેશા પીંજરામાં જ રહેતું હતું. જાણે કે, પીંજરામાં જ જન્મ લીધો અને એમાં જ મોટું થશે અને લગભગ એમાં જ મરી જશે. એક વાર તેના માલિકથી પીંજરું ખુલ્લું રહી ગયું. છતાં એ પક્ષી બહાર ના નીકળ્યું કેમ કે, તેને ખબર જ ના હતી કે પીંજરાની બહાર પણ ઉડી શકાય. પણ તેને એમ લાગ્યું કે બહાર કેવું હશે?

તે જોવા માટે બહાર આવ્યું અને ઉડવા ગયું ત્યાં નીચે પડી ગયું. કારણ કે, તેને ફક્ત પીંજરામાં 1-2 ફૂટની જગ્યામાં જ ઉડવાનું ફાવતું હતું, વધુ ઉડવાની ટેવ ના હતી. ફરી પક્ષી બીજી વાર ઉભું થયું અને ઉડવા ની કોશીશ કરી ત્યારે જોર થી હવા આવી એટલે હવાના જોરે તે પક્ષી લાંબુ ઉડયું, પહેલા તેને સમજમાં ના આવ્યું કે, હું ક્યાં આવી ગયું.અને મારો માલિક જે મને ખુબ જ પ્રેમ કરે છે.એ મારા વિષે શું વિચારશે?

હવે તે પક્ષી ઉડીને થાકી ગયું હતું, અને તે પિંજરાથી ઘણું દુર આવી પહોચ્યું હતું. તે ભૂલી ગયું કે તેને જવાનું ક્યાં છે. તે આમ તેમ જોતું રહ્યું. પછી થાકીને એક વૃક્ષની ડાળ પર બેસીને રડવા લાગ્યું અને એ વૃક્ષ પર ઘણા પક્ષીઓ માળા બનાવીને રહેતા હતા. રાતના સમયે બધા પક્ષીઓ આવ્યા તો તેમણે જોયું કે કોઈ પક્ષી રડે છે. એ બધા પક્ષીઓએ મળી ને એ પક્ષી ને પૂછ્યું કે તું રડે છે કેમ? ત્યારે પેલા પક્ષીએ તેની વાત બીજા પક્ષીઓને કહી. વાત સાંભળી બીજા પક્ષીઓ હસવા લાગ્યા અને તે બધા પક્ષીમાંથી એક પક્ષી બાર આવી ને કીધું કે પાગલ તું પિંજરાથી દુર નથી થયું પણ તેનાથી આઝાદ થયુ છે. એ બંધ પીંજરું તને તારી કાબિલિયત શું છે તે ક્યારેય નથી કહી શક્યું. તું એ પીંજરામાં રેવા માટે નથી બન્યું તું આ પૂરી દુનિયા ફરવા બન્યું છે. ઉડવા માટે બન્યું છે.

તે પક્ષીને નવાઈ લાગી, પણ હવે તે પિંજરામાં જી શકે તેમ પણ ના હતું, માટે તેણે થોડો સમય ઝાડ પર જ રહેવાનું નક્કી કર્યું. હવે એવું બન્યું કે ઝાડ પર રહેતા રહેતા તેને હવે સમજવા લાગ્યું કે, ખરેખર બીજા પક્ષીઓ સાચા હતા. ભલે તે પક્ષી પિંજરામાં સુરક્ષીત હતું, તેના માલિક સમય પર ખાવાનું આપતા હતા, પૂરો દિવસ આરામ હતો, પણ.. જે જિંદગી આ પક્ષીઓ સાથે જીવવા મળતી હતી તેવી જિંદગીનો અનુભવ તેણે ક્યારેય પીંજરામાં કર્યો જ ના હતો.આ અનુભવ એવો હતો કે, રોજ ઉગતા સુરજ સાથે ઉડવાનું, ગમે ત્યાં જવાનું, મન ભરીને પક્ષીઓ સાથે રહેવાનું, હવે તે પક્ષીને પણ સમજાય ગયું કે, આજ સાચી જિંદગી છે. તે પિંજારા માટે નહિ પણ ઉડવા માટે જ બન્યું છે.

હવે આ સ્ટોરીનું મુખ્ય મહત્વ આવે છે, આજકાલ યુવાનો અને મહિલાઓમાં ખુબ જ માનસિક ટેન્શન વધી ગયું છે. લોકોને એમ લાગે છે કે કોઈ મહિલા પરણ્યા બાદ સુખી સાસરિયામાં જાય એટલે તેની જિંદગીનો મકસદ પૂરો થયો. પણ અમુક સ્ત્રીઓ માટે આવું સાસરિયું એક સોનાના પીંજરા સમાન છે. ઘણી સ્ત્રીઓને જીવનમાં કઈ કરી બતાવવું હોય છે, પોતાની રીતે જીવન જીવવું હોય છે, પોતાની ઓળખ સમાજમાં ઉભી કરવી હોય છે. તો એવી સ્ત્રીઓ માટે એક જ ઉપાય છે કે, બિલકુલ ડરો નહિ તમે તમારી વાત તમારા પરિવારને જણાવો. એક વાર મક્કમ કદમ ઉઠાવો. પછી જુઓ તેમને એમ લાગશે કે જિંદગી ફક્ત ઘરની ચાર દીવાલની વચ્ચે જ નથી. બહાર પણ છે.

એવી જ રીતે યુવાનો પણ ખુબ જ કાંઇક નવું કરવામાં ડરતા હોય છે કે, આમાં નિષ્ફળ જઈશ કે, તેમાં નિષ્ફળ જઈશ તો શું થશે? પણ એક વાત કહો, જો તમે ડરના માર્યા કઈ નહિ કરો તો તમે આમપણ નિષ્ફળ જ રહેવાના છો. તેના કરતા ડર રૂપી પીંજરાની બહાર આવીએ એક વાર ઉડવાની કોશિશ તો કરો, અવશ્ય તમે સફળ થશો. ભલે 1-2 વાર નિષ્ફળ જશો પણ તેનાથી ડરવું નહિ, અને પ્રયાસ છોડવા નહિ. જો ફક્ત ડર રૂપી પિંજરાની બહાર નીકળીને કાંઇક કરવાનું નક્કી કરો એટલે 50% સફળતા તમને મળી ગઈ છે એમ જ સમજો- બસ ડર રૂપી પીંજરાની બહાર તો આવો.

આવી જ બીજી મસ્ત મજાની સ્ટોરી વાંચવા આજે જ આ પેજ ને લાઈક કરો. તેમજ આ પેજ પર આવતા તમામ લેખ તમારા જીવનને વધુ પોઝીટીવ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે માટે આ લેખ મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *