Science

અવાજની ગતિ કરતા પણ વધુ ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે સૂર્ય કરતા 40 ગણો મોટો આ તારો

ગુજરાત ન્યુઝ અને માહિતી, દિલ્હી: વૈજ્ઞાનિકો દ્વારા અંતરિક્ષમાં અનેક વસ્તુઓ શોધવામાં આવી રહી છે. અંતરિક્ષમાં અનેક વસ્તુઓ એવી છે જે રહસ્યમયી છે. આ વસ્તુઓની ગુત્થીનો ઉકેલ વૈજ્ઞાનિકો આજે પણ મેળવી શક્યા નથી. તાજેતરમાં જ વૈજ્ઞાનિકોને આકાશગંગામાં આવી જ એક વસ્તુ જોવા મળી છે. વૈજ્ઞાનિકોને આ અનોખી વસ્તુ ગ્રૂસ નક્ષત્રમાં જોવા મળી છે. તે વસ્તુ ખૂબ ઝડપથી ધરતી તરફ આગળ વધી રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વસ્તુની ઝડપ અવાજની ગતિ કરતાં પણ વધારે છે.

કાર્નેગી યૂનિવર્સિટીના વૈજ્ઞાનિક સર્ગેઈ કોપોસોવએ આ વસ્તુની ખોજ કરી છે. આ વસ્તુ ગ્રૂસ નક્ષત્રમાં જોવા મળી છે. ગ્રૂસ નક્ષત્રને ક્રેન નક્ષત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્નેગી ઓબ્ઝરવેટરીના વૈજ્ઞાનિક ટિંગ લીના જણાવ્યા મુજબ આ વસ્તુ આકાશગંગામાં સ્થિત બ્લેક હોલ સૈગિટૈરિયસ એમાંથી નિકળી છે. જેનો આકાર સૂર્યના આકાર કરતાં પણ 40 ગણો મોટો છે.

અંતરિક્ષમાં મળી આવેલી આ વસ્તુ અવાજની ગતિથી પાંચ ગણી વધારે ઝડપી છે. આ એક તારો છે જેનું નામ S5 HVVS1 છે. જે એક ‘એ’ ટાઈપનો તારો છે. તેનું તાપમાન 7204 ડિગ્રી સેલ્સિયસથી લઈ 9982 ડિગ્રી સેલ્સિયલની વચ્ચે છે. જ્યારે સૂર્યનું તાપમાન 5504 ડિગ્રી સેલ્સિયસ છે. તે પૃથ્વી કરતાં અંદાજે 29 હજાર પ્રકાશ વર્ષ દૂર છે. તેની ગતિ અંતરિક્ષમાં ઉડતી વસ્તુઓથી દસ ગણી વધારે છે.

અન્ય સમાચાર: ભારત બચાવો રેલીમાં રાહુલ ગાંધીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર, જાણો શું કહ્યું?

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દિલ્હીના રામલીલા મેદાનથી નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસની ભારત બચાવો રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે જે કામ ભારતના દુશ્મનો કરી શક્યા નહીં તે કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૂઠું કહ્યું હતું કે કાળા નાણાં સામે નોટબંધી લાવવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનો, માતાઓ અને બહેનોના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને તેમના ઉદ્યોગપતિ મિત્રોને આપી દીધા. આ સમાચારને વિગતવાર વાંચવા માટે લાલ અક્ષરે લખેલા ટાઇટલ પર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *