Political Story

જ્યારે ઇન્દિરા ગાંધીને કહેવાયું હતું ‘મૂંગી ઢીંગલી’ અને બદલી નાખ્યું હતું પાકિસ્તાનનું ભૂગોળ

ઉડાન ટાઈમ્સ: આજના વધતા જતા ટેક્નોલોજી યુગમાં લોકો માતૃભાષાને ભૂલી રહ્યા છે ત્યારે ગુજરાતી ભાષા પ્રત્યે આપણું સન્માન જળવાઈ રહે અને ગુજરાતી ભાષાના વાંચન પ્રત્યે રુચિ રહે તે હેતુથી અમે અવનવા લેખો ગુજરાતી ભાષામાં આપની સમક્ષ મૂકીએ છીએ.

દેશના ત્રીજા પ્રધાનમંત્રી અને દેશના પહેલા મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી કઠોર નિર્ણય લેવાવાળા પ્રધાનમંત્રી ગણાય છે. ઇન્દિરા ગાંધી પ્રભાવી વ્યક્તિત્વ વાળા મૃદુભાષી હતા અને પોતાના કડકમાં કડક નિર્ણયને સંપૂર્ણ નિર્ભયતાથી લાગુ કરવાનું હુનર જાણતા હતા. આવો આજના આ લેખમાં ઇન્દિરા ગાંધીના આવા જ એક કડક નિર્ણય વિશે જાણીએ.

ઈન્દિરા ગાંધીને સત્તા તો વારસામાં મળી હતી, પરંતુ તે સમયે દેશની પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ હતી. ઇન્દિરા ગાંધી સતત વિપક્ષના સવાલો સામે ચૂપ હતા તેથી તેમને મૂંગી ઢીંગલી પણ કહેવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં ઈન્દિરા ગાંધીએ પોતાના વિરોધીઓને દિવસે તારા દેખાડી દીધા અને પોતાને મૂંગી ઢીંગલી કહેવાવાળાઓની બોલતી બંધ કરી દીધી.

લાલ બહારદુર શાસ્ત્રી ના મૃત્યુ પછી ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી તો બની ગયા, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં બગાવત થઈ ગઈ. મોરારજી દેસાઈ પાર્ટીના નિર્ણયથી નારાજ થઈ ગયા. જો કે મોરારજી દેસાઈ અને ઈન્દિરા ગાંધી વચ્ચે ઘણો મતભેદ હતો, તેમ છતાં પણ ઈન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈને ઉપપ્રધાનમંત્રી બનાવ્યા હતા.

પ્રધાનમંત્રી બન્યા પછી ઇન્દિરા ગાંધી હજુ પુરા સજ્જ ન હતા. ભાષણ અને સંસદમાં થતી દલીલોથી બચવા માંગતા અને ઓછું બોલતા હતા. વર્ષ 1969 માં તેમને બજેટ મોકલાવવાનું હતું, ત્યારે ઇન્દિરા ગાંધી એટલા ગભરાયેલા હતા કે તેમના મુખમાંથી અવાજ પણ નીકળી શકતો ન હતો. ઇન્દિરા ગાંધીના નજીકના ચિકિત્સક રહેલા ડૉ. કેપિ માથુરે પોતાના પુસ્તક ‘ધ અનસીન ઇન્દિરા ગાંધી’ માં આ વિશે ઘણું બધું લખ્યું છે.

પ્રધાનમંત્રી બન્યા પછી એક કે બે વર્ષ સુધી ઇન્દિરા ગાંધી ખૂબ તણાવ માં રહેતા હતા. તે તેમના કાર્યક્રમોમાં નર્વસ રહેતા અને તેમનાથી બચવાના પ્રયાસ કરતા કે જ્યાં તેમને બોલવું પડતું હતું. ઈન્દિરા ગાંધીની આ અસહજ પર વિપક્ષી પાર્ટીઓ હંમેશા હમલાવર રહી. રામ મનોહર લોહીયાએ તો ઈન્દિરા ગાંધીને ‘મૂંગી ઢીંગલી’ પણ કહી દીધું હતું.

ઇન્દિરા ગાંધી બે-બે મોર્ચાઓ સામે લડી રહ્યા હતા, વિપક્ષી પાર્ટીઓના તીખા તેવરોથી તો એ લડી પણ લેતા, પરંતુ કોંગ્રેસ પાર્ટીની અંદરની બગાવતે તેમને મૂંઝવણમાં મૂકી દીધા હતા. આટ આટલી સમસ્યાઓ સામે પણ ઇન્દિરા ગાંધીને દેશહિતના કેટલાય ક્રાંતિકારી નિર્ણયો મક્કમતાપૂર્વક લીધા હતા.

ઇન્દિરા ગાંધીએ લીધેલા ક્રાંતિકારી નિર્ણયો

– 19 જુલાઈ 1969 માં ઈન્દિરા ગાંધીએ 14 મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. જે બેન્કિંગ સેવાઓ મોટા વેપારીઓ સુધી જ સીમિત હતી હવે તે દેશની સામાન્ય જનતા અને ખેડૂતો સુધી પહોંચવા લાગી.

– ઈન્દિરા ગાંધીએ ભૂમિહિન અને સમાજના નબળા વર્ગ માટે ભૂમિ સુધાર નીતિ બનાવી.

– ઈન્દિરા ગાંધીએ હરિતક્રાંતિને સાથ આપ્યો. તેનું પરિણામ એ આવ્યું કે પહેલા જ્યાં ભારતે અમેરિકાથી ખાદ્યાન્ન આયાત કરવું પડતું હતું તે ભારત ખાદ્યાન્ન નિયાત કરવા લાગ્યું.

ઇન્દિરા ગાંધી ચૂંટણી સભા કરી રહ્યા હતા અને ખબર આવી કે પાકિસ્તાની વાયુસેના ભારતીય સીમામાં દાખલ થઈ છે

આ એ સમય હતો, જ્યારે પૂર્વી પાકિસ્તાનમાં પાકિસ્તાનની સેનાએ આમ લોકોની જિંદગી ઝેર બનાવી દીધી હતી. પાકિસ્તાનના સૈનિક તાનાશાહ યાહ્યા ખાને 25 માર્ચ, 1971 માં પૂર્વી પાકિસ્તાનમાં લોકોને સૈનિક તાકાતથી મારવાનો આદેશ આપ્યો હતો. બાદમાં ભારત દ્વારા શેખ મુજીદ ની ધરપકડ કરવામાં આવી.

પૂર્વી પાકિસ્તાનથી શરણાર્થી ભારત આવવા લાગ્યા હતા. પાકિસ્તાનની નફાવટ હરકતો વધતી જતી હતી. 3 ડિસેમ્બર, 1971 માં ઇન્દિરા ગાંધી કોલકાતામાં લોકસભા ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હતા. તે જ દિવસે સાંજે પાકિસ્તાની વાયુ સેનાના વિમાનોએ ભારતીય વાયુ સીમા પાર કરી પઠાનકોટ, શ્રીનગર, અમૃતસર, જોધપુર અને આગરાના સૈનિક હવાઈ મથક પર બૉમ્બ દ્વારા હુમલો કર્યો. ઈન્દિરા ગાંધીએ વિચારી રાખ્યું હતું કે આ વખતે પાકિસ્તાનને ભારતનો પરચો બતાવવો પડશે.

13 દિવસના યુદ્ધના અંતે ભારતે પાકિસ્તાની સેનાને ધૂળ ચાટતી કરી દીધી

તાત્કાલિક ઇન્દિરા ગાંધીએ તરત જ પાકિસ્તાનને મુહતોડ જવાબ આપવાનો નિર્ણય લીધો અને તાત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના આદેશની ભારતીય સેનાએ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો. આ લડાઈ સતત 13 દિવસ સુધી ચાલી. આખરે 16 ડિસેમ્બર, 1971 ના રોજ આપણી ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના 93,000 સૈનિકોને બંદી બનાવી લીધા.

આ વખતે ઈન્દિરા ગાંધીના આદેશથી ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનનો ઇતિહાસ જ નહીં, ભૂગોળ પણ બદલી નાખ્યું. પૂર્વી પાકિસ્તાન આઝાદ થઈ ગયું. આ સમયે ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીએ ઇન્દિરા ગાંધીને દુર્ગા માતા નો અવતાર ગણાવ્યા હતા.

આ ઘટના પછી જે લોકો ઇન્દિરા ગાંધીને ‘મૂંગી ઢીંગલી’ કહેતા હતા, તેઓ હવે તેમને ‘આયન લેડી- લોખંડી મહિલા’ તરીકે સંબોધવા લાગ્યા હતા.

21 મી સદી એ જ્ઞાનની સદી છે અને જ્ઞાન એ જ 21 મી સદીનું ધન છે.” આવા જ અન્ય અવનવા જ્ઞાનવર્ધક લેખ નિયમિત રીતે વાંચતા રહેવા માટે અમારા ફેસબુક પેજ ઉડાન ટાઈમ્સ (Udaan Times) ને લાઈક કરો તથા આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *