Political Story

રાશનની દુકાને લાંબી લાઇન જોઈને દુઃખી થયા હતા વાજપેયીજી, તાત્કાલિક લીધો હતો આ સંકલ્પ

ઉડાન ટાઈમ્સ: આજના વધતા જતા ટેક્નોલોજી યુગમાં લોકો માતૃભાષાને ભૂલી રહ્યા છે ત્યારે ગુજરાતી ભાષા પ્રત્યે આપણું સન્માન જળવાઈ રહે અને ગુજરાતી ભાષાના વાંચન પ્રત્યે રુચિ રહે તે હેતુથી અમે અવનવા લેખો ગુજરાતી ભાષામાં આપની સમક્ષ મૂકીએ છે. આજના આ લેખમાં તમે વાંચશો- બિલાસપુર લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાશનની લાંબી લાઇનમાં ઉભેલા લોકોને જોઈને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીએ લીધેલા સંકલ્પનો એક સત્ય કિસ્સો.

વર્ષ 1980 ની લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રચાર માટે અટલ બિહારી વાજપેયીજીને બિલાસપુર જવાનું થયું. સાંજના સમયે લાલ બહાદુર શાસ્ત્રી મેદાનમાં સભા થવાની હતી. અટલ બિહારી વાજપેયીજી બપોરે બિલાસપુર પહોંચ્યા હતા. અટલ બિહારી વાજપેયીજીને ખૂબ જ ભૂખ લાગી હતી. સાંસદ મદનલાલ શુકલા, નગર અધ્યક્ષ પ્રતાપસિંહ કસ્તુરીયા, મુલચંદ ખંડેલવાલ ભોજન માટે લઈ જવા લાગ્યા. ત્યારે વાજપેયી એ કહ્યું કે મારે લકઝરી હોટેલ માં નહી સામાન્ય કાર્યકર્તાના ઘરે રહેવું છે અને ત્યાં જ ભોજન કરવું છે.

આવી વ્યવસ્થા ન હોવાથી બધા મુંજાઇ ગયા. ત્યારે પ્રતાપ કસ્તુરીયા અટલ બિહારી વાજપેયીને કાર્યકર્તા વિષમ્ભરનાથ દુઆના ઘરે લઈ ગયા.

આ વિશે વિષમ્ભરનાથ દુઆના પુત્ર અનિલ દુઆ કહે છે કે, રસ્તા પર ચાલતા ચાલતા અટલ બિહારી વાજપેયીજીને રાશનની દુકાન પર લાંબી લાઇન નજર આવી. આ જોઈ અટલ બિહારી વાજપેયીજીની આંખો નમી ગઈ. વાજપેયીજી કહેવા લાગ્યા કે, એક દિવસ એવો પણ આવશે કે દેશમાં રાશન માટે લાંબી લાઇન પણ નઇ હોય અને કોઈ ભુખ્યું પણ નહી સુવે આ મારો સંકલ્પ છે.

તે સમય પછી અટલ બિહારી વાજપેયીજી આદર્શનગર પાસે વિષમ્ભરનાથ દુઆના ઘર પાસે પહોંચ્યા. ત્યાં અટલ બિહારી વાજપેયીજીને જોઈને બધા આશ્ચર્ય માં પડી ગયા.

વિષમ્ભરનાથની પત્નીએ છોલે અને મટર પનીર નું શાક બનાવ્યું હતું. પરંતુ રસ્તામાં જોયેલા દ્રશ્યએ અટલ બિહારી વાજપેયીજીને એટલા જકજોર કરી દીધા હતા કે તેઓ સરખી રીતે ખાવાનું પણ ન ખાઈ શક્યા.

આ વિશે વધુમાં અનિલ દુઆએ જણાવ્યું હતું કે, પ્રચાર પછી રાત્રે તેઓ ઘર પર જ રહ્યા. એક દિવસ આરામ કરી સવારે જતા રહ્યા. જે રૂમમાં તેઓ રહ્યા હતા તેની આજે પણ યાદો સાચવીને રાખેલી છે. સભા માટે લાલ બહાદૂર શાસ્ત્રી મેદાન જતી વખતે અમે તેમની સાથે હતા.

બિલાસપુરમાં રસ્તાની સ્થિતિ ખૂબ ખરાબ હતી. આ જોઈને અટલ બિહારી વાજપેયીજી કહેવા લાગ્યા કે, અહીંના રસ્તાની હાલત એવી છે કે ખબર જ નથી પડતી કે ક્યાં રસ્તો છે અને ક્યાં ખાડો. જો કે આજે પણ બિલાસપુર માટે રોડ-રસ્તાની સમસ્યા એક ચૂંટણીનો મુદ્દો છે.

21 મી સદી એ જ્ઞાનની સદી છે અને જ્ઞાન એ જ 21 મી સદીનું ધન છે.” આવા જ અન્ય અવનવા રાજનૈતિક કિસ્સાઓ તથા જ્ઞાનવર્ધક લેખ નિયમિત રીતે વાંચતા રહેવા માટે અમારા ફેસબુક પેજ ઉડાન ટાઈમ્સ (Udaan Times) ને લાઈક કરો તથા આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *