Other

ભૂલથી પણ ન કરવું આ 4 વસ્તુઓનું દાન, નહીતો ક્યારેય નહી ટકે પૈસા અને બની જશો કંગાળ…

આપણા હિન્દુ ધર્મગ્રંથમાં દાનએ ખુબ જ મોટું પુણ્ય એટલે કે મહાપુણ્ય માનવામાં આવે છે. અને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે, શાસ્ત્રો અનુસાર દાન કરવાથી વ્યક્તિના જીવનમાં કોઈ મુશ્કેલી નથી આવતી અને તેનું જીવન સારી રીતે ચાલે છે. કારણ કે જ્યારે તમે કોઈને કંઇપણ દાન કરો છો, ત્યારે જેણે ખરેખર દાનની જરૂર હોય છે તેમના આશીર્વાદ અને દુઆઓ હંમેશા તમને ખુશ અને ધનવાન બનાવી રાખે છે.

શાસ્ત્રો અનુસાર, વ્યક્તિ પાસે કેટલીક વસ્તુઓ એવી પણ છે કે જેનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ. અને તે જ વસ્તુઓ વિશે આજે આ લેખમાં વાત કરી છે. અને જો આ વસ્તુનું દાન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં ખુશી આવવા ને બદલે હંમેશા ગરીબી આવે છે, અને જીવન બરબાદ થઇ જાય છે, તો દરેક વ્યક્તિઓએ આ વસ્તુઓ વિશે અચૂક જાણવું જોઈએ. તો ચાલો જાણી લો આ વસ્તુઓ વિશે…

આ વસ્તુના દાનથી વેપાર ધંધામાં થાય છે મોટું નુકશાન :

ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે, તમારે કોઈને ક્યારેય ભૂલથી પણ પ્લાસ્ટિક દાનમાં ન આપવું જોઈએ, કારણ કે આ દાન ખુબ જ અશુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં ધનની દેવી લક્ષ્મી ક્યારેય ટકી રહેતી નથી. આમ ઘણી બધી વસ્તુઓ દાનમાં આપવા યોગ્ય હોય છે એ આપવી જોઈએ. અને આ પ્લાસ્ટિકનું દાન કરવાથી કેહવામાં આવે છે કે નોકરી અને સાથે સાથે વેપાર ધંધામાં ઘણું બધું નુકશાન અને મુશ્કેલીઓ પણ સહન કરવી પડે છે.

લક્ષ્મીમાતા ક્યારેય નથી વરસાવતા તેમની કૃપા :

સામાન્ય રીતે સૌના ઘરમાં સાવરણી જોવા મળે જ છે, અને તેનું મહત્વ પણ વાસ્તુ સાથે જોડાયલ છે. અને એ સાથે એક ખાસ બાબત એ માનવામાં આવે છે સાવરણી એ ભૂલથી પણ કોઈને દાનમાં ન આપવી જોઈએ. અને આ દાન કરવાથી લક્ષ્મીમાં ક્યારેય તેમની કૃપા વરસાવતા નથી.

સુખ શાંતિ છીનવાય છે :

શાસ્ત્રો અનુસાર, જો તમે તમારા ઘરમાં શાંતિ અને ખુશીઓ જાળવવા માંગતા હો, તો તમારે કોઈને ક્યારેય ભૂલીને સ્ટીલના વાસણોનું દાન ન કરવું જોઈએ.

ભગવાન શનિદેવ થાય છે ક્રોધિત :

ભૂખ્યા વ્યક્તિને ભોજન આપવું એ એક મહાન પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. આપણે હંમેશાં જોયું છે કે લોકો મંદિરોમાં ભંડારાનું પણ આયોજન કરે છે, પરંતુ નોંધનીય છે કે અન્નદાનનું દાન મહાદાન છે પરંતુ તમારે કોઈ જુનું કે ખરાબ અથવા વપરાયેલ તેલ ભૂલથી પણ દાનમાં ન આપવું જોઈએ.

-ગુજરાતી ન્યુજ & માહિતી ટીમ

મિત્રો આ લેખ તમને પસંદ આવ્યો હોઈ તો અમારું ફેસબુક પેજ લાઈક કરી શેર જરૂર કરજો..અમે તમારા માટે નવી નવી માહિતીઓ લાવતા રહીશું…

નોંધ: આ લેખને કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુર લેવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *