ભગવાન શ્રી કૃષ્ણ નું જાંબવત સાથે યુદ્ધ થયું હતું. જાંબવત રામાયણ કાળમાં ભગવાન રામની સાથે હતા. જાંબવત ને અમર માનવામાં આવે છે. તેને એક પુત્રી હતી. તેનું નામ જામ્બવતી હતું.
જાંબવતને એક મણિ માટે ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવું પડ્યું હતું.
આ મણિ સત્રાજિત પાસે હતી અને તેને આ મણિ ભગવાન સૂર્ય એ આપી હતી. સત્રાજિતે આ મણિ પોતાના દેવઘરમાં રાખી હતી. ત્યાંથી આ મણિને પહેરીને સત્રાજિતનો ભાઈ પ્રસેન્જીત અખેટ ચાલ્યા ગયા હતા. પ્રસેન્જીત અને તેના ઘોડાને જંગલ માં એક સિંહે મારી નાખ્યા. સિંહે મણિ પોતાની પાસે રાખ્યો.
સિંહ પાસે મણિ જોઈ ને જામ્બવતે સિંહને મારી નાખ્યો અને જાંબવંત સિંહ પાસેથી મણિ લઇને ગુફામાં ચાલ્યો ગયાં. રમકડાંના રૂપમાં મણિને પોતાના પુત્રને આપી દીધો. આ બાજુ સત્રાજિતે શ્રી કૃષ્ણ પર આરોપ લગાવ્યો હતો કે મણિ ભગવાન શ્રી કૃષ્ણ ચોરી કરી ગયા છે.
ભગવાન શ્રી કૃષ્ણ મણિ ગોતવા માટે જંગલ માં ગયા અને મણિ ગોતતા ગોતતા જાંબવતની ગુફામાં પહોંચી ગયા અને ત્યાં શ્રી કૃષ્ણ મણિ જોઈ ગયા. જામ્બવતે આ મણિ આપવાની ના પાડી દીધી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મણિ મેળવવા માટે જાંબવત સાથે યુદ્ધ કરવું પડ્યું.
જાંબવત ને વિશ્વાસ ન હતો કે કોઈ તેને હરાવી શકે. જાંબવત માટે આ એક આશ્રર્ય લાગ્યું. તેઓ પોતે યુદ્ધ માં હારવા લાગ્યા હતા. તેથી જામ્બવતે સહાયતા માટે આરાધ્ય દેવ શ્રી રામ ભગવાન ને પોકારવા લાગ્યા. ત્યારે જાંબવત ની પુકાર સાંભળી ને ભગવાન શ્રી કૃષ્ણને રામ સ્વરૂપ માં આવવું પડ્યું. આ જોઈ ને જાંબવત આશ્રર્ય અને ભક્તિ થી ભરાઈ ગયા.
પછી જામ્બન્તે માફી માંગી અને સમર્પણ કરીને પોતા ની ભૂલ સ્વીકારી. મણિ ભગવાન શ્રી કૃષ્ણને આપી દીધી અને ભગવાન શ્રી કૃષ્ણ ને કીધું કે તમે મારી પુત્રી જામ્બવતી સાથે લગ્ન કરો. શ્રી કૃષ્ણએ આ વાતનો સ્વીકાર કર્યો. જામ્બવતી અને શ્રી કૃષ્ણ ના સંયોગથી એક પુત્ર નો જન્મ થયો. આ પુત્રનું નામ સામ્બ રાખવા માં આવ્યું. બાદમાં આ સામ્બને જ કારણે કૃષ્ણકુળ નો નાશ થયો.
૨૧ મી સદી એ જ્ઞાની સદી છે. અને આવા જ અન્ય અવનવા જ્ઞાન સાથેના આર્ટિકલ નિયમિત રીતે વાંચતા રહેવા માટે અમારા ફેસબુક પેજ ઉડાન ટાઈમ્સને લાઈક કરો.