News Analysis

વરિષ્ઠ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ભાજપ અને બજરંગ દળ પર લગાવેલો આરોપ કેટલો યોગ્ય?, વાંચો સંપૂર્ણ ન્યુઝ વિશ્લેષણ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: હંમેશા વિવાદિત નિવેદનો આપવાને કારણે હંમેશા ચર્ચામાં રહેનાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ભારતીય જનતા પાર્ટી અને બજરંગ દળ પર પાકિસ્તાની જાસૂસી એજન્સી ISI પાસેથી રૂપિયા લેવાનું અને તેમની માટે કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.

દિગ્વિજય સિંહે શું આપ્યું હતું નિવેદન- વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે ભારતીય જનતા પાર્ટી અને બજરંગ દળ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈ માટે મુસલમાન કરતા ગેર મુસલમાન લોકો (ભાજપ અને બજરંગ દળના લોકો) વધારે જાસૂસી કરે છે. ઉપરાંત દિગ્વિજય સિંહ ભાજપ અને બજરંગ દળ પર આઈએસઆઈ પાસેથી રૂપિયા લેતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

દિગ્વિજય સિંહનું નિવેદન કેટલું યોગ્ય- જો કે આજ કાલ રાજનેતાઓમાં વિવાદિત અને અર્થવિહીન નિવેદનો આપવાનો ક્રેઝ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ અવનવા વિવાદિત નિવેદનો આપ્યા હતા. (સાધ્વી પ્રજ્ઞાએ મહાત્મા ગાંધી પર લોકસભાની ચૂંટણી દરમિયાન આપેલા નિવેદન પર તો ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દખલ કરવી પડી હતી).

દિગ્વિજય સિંહનું નિવેદન પણ અર્થવિહીન અને વખોડી કાઢવા લાયક છે. કોઈ પાર્ટી કે સંગઠન પર કોઈ પણ પ્રકારના પુરાવા વિના દુશ્મન દેશની જાસૂસી સંસ્થા પાસેથી ફંડ ઉઘરાવતા હોવાનો આરોપ લગાવવો એ એક વરિષ્ઠ નેતાની ગરિમાને લાંછન લગાવતી બાબત છે.

વિવાદ સર્જાતા પોતાના નિવેદન પરથી ફરી ગયા દિગ્વિજય સિંહ- ભાજપ અને બજરંગ દળ પર આપેલા પોતાના નિવેદન પર વિવાદ સર્જાતા દિગ્વિજય સિંહ પોતાના નિવેદન પરથી ફરી ગયા હતા અને કહ્યું હતું કે, ઘણી ચેનલો બતાવી રહી છે કે મે ભાજપ અને બજરંગ દળ પર એવો આરોપ લગાવ્યો છે કે તેઓ આઈએસઆઈ પાસેથી રૂપિયા લે છે. પરંતુ મે બજરંગ દળ અને ભાજપ આઇટી સેલના પદાધિકારીઓને આઈએસઆઈ પાસેથી રૂપિયા લઈને પાકિસ્તાન માટે જાસૂસી કરતા મધ્યપ્રદેશ પોલીસે પકડ્યા હતા તેનો આરોપ લગાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *