National

RBI જાહેર કર્યો રિપોર્ટ, મોદી સરકારમાં ગ્રાહકોનો વિશ્વાસ સૌથી નીચલા સ્તરે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ આજ રોજ તેનો નાણાકીય નીતિ અહેવાલ જાહેર કર્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2019 માં ગ્રાહકનો આત્મવિશ્વાસ છ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે.

રિપોર્ટ અનુસાર વર્તમાન સિચ્યુએશન ઈન્ડેક્સ સપ્ટેમ્બરમાં 89.4 પર પહોંચી ગયો છે, જે છેલ્લા 6 વર્ષમાં સૌથી ખરાબ છે. અગાઉ આ સૂચકાંક સપ્ટેમ્બર 2013 માં સૌથી ખરાબ નોંધાયો હતો જ્યારે તે 88 પર આવી ગયો હતો.

આરબીઆઈ દર ત્રણ મહિનામાં એકવાર કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે કરે છે, જેમાં ઘણા મોટા શહેરોમાંથી આશરે 5000 ગ્રાહકોની આર્થિક સ્થિતિ વિશે અભિપ્રાય પૂછવામાં આવે છે. આ સર્વેક્ષણ આર્થિક સ્થિતિ, રોજગાર, ભાવ સ્તર, આવક અને ખર્ચ એમ કુલ પાંચ આર્થિક મુદ્દાઓ પર ગ્રાહકોની પ્રતિક્રિયાઓને માપે છે.

આરબીઆઈના સપ્ટેમ્બરના સર્વેમાં સ્પષ્ટ થયું છે કે ગ્રાહકોએ હાલની પરિસ્થિતિ અને ભવિષ્યની અપેક્ષા બંને પર અસંતોષ વ્યક્ત કર્યો છે. જ્યારે વર્તમાન પરિસ્થિતિ 100 થી ઉપર હોય ત્યારે ગ્રાહકો આશાવાદી હોય છે અને 100 થી નીચે હોય ત્યારે ગ્રાહકો નિરાશાવાદી હોય છે. આરબીઆઇના તાજેતરમાં આ અંક 89.4 આવ્યો છે જે ગ્રાહકોની નિરાશાવાળો સ્થિતિ સૂચવે છે.

નોટબંધી પછી ગ્રાહકોનો વિશ્વાસ ઘટ્યો

સપ્ટેમ્બર 2013 માં આ ઇન્ડેક્સ ઘટીને 88 પર આવી ગયો હતો. 2014 માં મોદી સરકારના આવ્યા પછી ગ્રાહકોનો આત્મવિશ્વાસ ઝડપથી વધી ગયો હતો સપ્ટેમ્બર 2014 ના સર્વેમાં 103.1 પર પહોંચી ગયો હતો અને ડિસેમ્બર 2016 સુધીમાં તે 100 થી ઉપર રહ્યો જે દર્શાવે છે કે ગ્રાહકો આશાવાદી રહ્યા. પરંતુ નવેમ્બર 2016 માં નોટબંધી પછી ગ્રાહકોનો વિશ્વાસ ઓછો થયો. ડિસેમ્બર 2016 ના સર્વે પછી લગભગ અઢી વર્ષ સુધી ગ્રાહકો નિરાશાવાદી રહ્યા।

2019 ની ચૂંટણીઓ સુધી ગ્રાહકો નિરાશાવાદી રહ્યા હતા. માર્ચ 2019 ના સર્વેક્ષણ બતાવે છે કે ચૂંટણી પહેલા ગ્રાહકોની આશાઓ ઉભી થઈ હતી. ચૂંટણી પહેલા આ ઇન્ડેક્સ 104.6 પર પહોંચી ગયો હતો. પરંતુ આ આશાઓ વધુ સમય સુધી ટકી નહી અને ચૂંટણી પછી જ હાલની સ્થિતિમાં આ ઇન્ડેક્સ ઝડપથી નીચે આવવા લાગ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *