National News

ભ્રષ્ટાચાર: 800 રૂપિયાના કિલો કાજુ એક રૂપિયે કિલો આપી રહી હતી આ એજન્સી

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: કાજુ અને કિસમિસ એક રૂપિયો પ્રતિ કિલો!! હા, આ વાત એકદમ સાચી છે. બિહારની એક શાળામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અનાજનો પુરવઠો જે એજન્સી સપ્લાય કરે છે, તેણે આ જ ભાવ રાખ્યો છે. 5 રૂપિયામાં મળતા ઈંડાનો ભાવ 16 રૂપિયા દર્શાવવામાં આવ્યો છે તથા 800 રૂપિયાના કિલો કાજુ એક રૂપિયા કિલોમાં સપ્લાય કરવામાં આવી રહ્યા છે. આ ભ્રષ્ટાચારનો ખુલાસો ત્યારે થયો હતો જ્યારે રાજેશ કુમાર નામના એક RTI એક્ટિવિસ્ટે આ બાબતે માહિતી માંગી.

આ ભ્રષ્ટાચાર બિહારના મુઝફ્ફરપુરના કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ચાલી રહ્યો હતો. અનાજનો પુરવઠો સપ્લાય કરતી એજન્સીએ કાજુના ભાવ એક રૂપિયા પ્રતિ કિલો, ઇંડું 16 રૂપિયા, ચણા 199 રૂપિયા પ્રતિ કિલોના ભાવે રાખ્યા હતા. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે રાજેશ કુમાર નામના RTI એક્ટિવિસ્ટ આ વિષે માહિતી માંગી.

DPO ની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિ દ્વારા અનાજ પુરવઠો પૂરો પાડવાનો કોન્ટ્રાકટ આ ભ્રષ્ટાચારી એજન્સીને આપવામાં આવ્યો હતો. આગળ તપાસ કરતા માલુમ થયું હતું કે, આ ભ્રષ્ટાચારી એજન્સીએ એ સામાનની કિંમત એક રૂપિયા નક્કી કરી છે જેની તે સપ્લાય કરતી જ ન હતી અને જેની સપ્લાય કરતી હતી તે સામાનની કિંમત ત્રણ ગણી વધારીને ભ્રષ્ટાચાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *