International

ફ્રાન્સમાં કાશ્મીર મુદ્દા પર બોલ્યા પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી, કહ્યું મને સમજાતું નથી કે હસવું કે રડવું

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજ રોજ ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનના અંતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીર મુદ્દે સીધુ કંઇ કહ્યું નહીં પણ ઈશારામાં પોતાની વાત જનતાને જણાવી દીધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હવે ભારતમાં ટેમ્પેરરી (અસ્થાયી) માટેની કોઈ વ્યવસ્થા નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે,’ભારતમાં ટેમ્પેરી માટેની કોઈ વ્યવસ્થા નથી, તમે જોયું જ હશે કે 125 કરોડ લોકોનો દેશ, ગાંધી અને બુદ્ધની ધરતી, રામ-કૃષ્ણની ભૂમિથી ટેમ્પેરીને દૂર કરવામાં સિત્તેર વર્ષ લાગ્યાં હતાં. ટેમ્પેરરીને દૂર કરવામાં 70 વર્ષ થયા, મને તો સમજાતું નથી કે આ બાબતે હસવું કે રડવું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મિત્ર દેશોની સહાયથી, સુધારા-પરિવર્તન અને કાયમી વ્યવસ્થાની સાથે દેશ આગળ વધ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે જમ્મુ-કાશ્મીર અંગે બંધારણમાં જે કલમ 370 નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તે ટેમ્પરરી (અસ્થાયી) હતો. આ કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરને ઘણી સુવિધાઓ મળતી હતી, ઉદાહરણ તરીકે અલગ રાજ્યનો ધ્વજ, રાજ્યમાં બીજા કોઈ રાજ્યનો વ્યક્તિ જમીન ખરીદી શકતો નથી. પરંતુ હવે આવા બધા નિયમો ત્યાં લાગુ નથી.

તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવ્યા પછી આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ પહેલુ સંબોધન હતું. આખી દુનિયાની નજર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હતી અને આ દરમિયાન તેમણે કાશ્મીર મુદ્દે આ નિવેદન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *