International

ઈલેકટ્રીક કરંટ લાગ્યા બાદ હજુ આંચકામાં છે પાકિસ્તાની મંત્રી, કહ્યું આની પાછળ ભારતનો હાથ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: પાકિસ્તાનના રેલ્વે મંત્રી શેખ રશીદ એક વાહિયાત નિવેદન આપ્યું છે. શેખ રશીદ કહ્યું છે કે તેમને કરંટ લાગ્યો તેની પાછળ ભારતનો હાથ છે. રેલવે મંત્રી શેખ રશીદને તાજેતરમાં જ તેમના ભાષણ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લેતા કરંટ લાગ્યો હતો. આ પછી તેમણે કરંટ લાગવા પાછળ ભારતનો હાથ હોવાનું જણાવ્યું છે. સાથે જ તેમણે આરોપ પણ લગાવ્યો છે કે, ભારત તેમને મારવા માગે છે. તેમણે કહ્યું, ‘ગઈકાલે મને કરંટ લાગ્યો હતો અને આખું ભારતીય મીડિયા તેને વારંવાર બતાવી રહ્યું હતું.’

શેખ રશીદે કહ્યું હતું કે, ‘હું ભારતને કહેવા માંગુ છું કે હું આટલી સરળતાથી મરી જવાનો નથી અને હું જ્યાં સુધી જીવંત છું, ત્યાં સુધી તમને નહિ છોડું.’

ઉલ્લેખનીય છે કે, શેખ રશીદ પાકિસ્તાનના એ મંત્રીઓમાં સામેલ છે જે સતત ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા કરે છે. ગત રોજ શુક્રવારે બપોરે જ્યારે પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ ભાષણ આપી રહ્યા હતા, ત્યારે તેના માઇકમાં ઇલેક્ટ્રિક ઝટકો લાગ્યો. જ્યારે તે ભારત વિરુદ્ધ નિવેદન આપી રહ્યા હતા, ત્યારે આવું બન્યું અને તે અચાનક ડરી ગયા.

માહોલને સંભાળ્યા પછી શેખ રશીદે કહ્યું હતું કે, લાગે છે કે કરંટ લાગ્યો છે, પરંતુ આ મોદી પાકિસ્તાનની ચાલને નિષ્ફળ કરી શકતા નથી. શેખ રશીદ આ પહેલા પણ ઘણી વખત ભારત વિરુદ્ધ યુદ્ધની ધમકી આપતા આવ્યા છે, આ એ જ પાકિસ્તાની મંત્રી છે જેમણે ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ શકે છે.

શેખ રશીદને ઇલેક્ટ્રિક ઝટકો લાગ્યો તે સમય દરમિયાન ત્યાં ઉભેલા લોકો હસવા લાગ્યા. પાકિસ્તાની મંત્રી શેખ રશીદનો આ વીડિયો જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે અને પાકિસ્તાની લોકો જ તેમને સાચું-ખોટું સંભળાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *