International

પાકિસ્તાનની ટ્રેન ચાલી લોસ એન્જેલિસ, જાણો શું છે આ ટ્રેન વિવાદ જેના કારણે પાકિસ્તાનના મંત્રી શેખ રશીદની ઉડી રહી છે મજાક

પાકિસ્તાન રેલ્વેતંત્ર સોશિયલ મીડિયા પર મજાકનું પાત્ર બની ગયુ છે. વાત એમ છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાની ટ્રેનના સાઇનબોર્ડ પર કરાચીથી લોસ એન્જેલીસ લખાયેલું છે.

આ સમગ્ર ઘટના પર પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદે જે નિવેદન આપ્યું હતું તેને લઈને સોશિયલ મીડિયા પર ઘણા લોકો માટે તે હંસીને પાત્ર બન્યું છે. જ્યારે પાકિસ્તાની મંત્રીને આ ભૂલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, જો અલ્લાહ ઈચ્છે તો પાકિસ્તાન રેલ્વે એક દિવસ લોસ એંજેલીસ સુધી પણ જશે.

બાદમાં તેમણે કહ્યું કે આ કોઈ એક મુસાફરની હરકત હતી. આ ટ્રેન પાકિસ્તાનના સુકુર રોહરી રેલ્વે સ્ટેશન પર ઉભેલી હતી. અવામ એક્સપ્રેસ નામની આ ટ્રેનના સાઇનબોર્ડ પર કોઈએ આ રીતનું લખાણ લખી નાખ્યું હતું. પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે વીડિયો શેર કરતા લખ્યું છે કે, સુકુરથી લોસ એન્જલીસ પાકિસ્તાન રેલ્વે ખરેખર મોટો કૂદકો લગાવી રહ્યું છે.

તેમજ એક વપરાશકર્તાએ સોશિઅલ મીડિયા પર લખ્યું હતું કે, પાકિસ્તાનમાં હવે થોડા દિવસોમાં ચંદ્ર સુધી જતી ટ્રેન પણ આવી જશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ શેખ રશીદ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે. આ પહેલા પણ વિવાદ વખતે તેમણે જ સ્માર્ટ બોમ્બનો આઈડિયા આપ્યો હતો. શેખ રશિદે કહ્યું હતું કે, મને આ વિચાર એક ફિલ્મથી મળ્યો હતો. આપણી પાસે પરમાણુ બોમ્બ છે, પરંતુ આપણી પાસે સ્માર્ટ બોમ્બ પણ હોવા જોઈએ જેથી આપણે ફક્ત લક્ષિત નિશાના પર જ હુમલો કરી શકીએ. તેમના આ નિવેદન બાદ તેમની સોશિઅલ મીડિયામાં ખુબ મજાક ઉડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *