International

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના અદિવેશનમાં પાકિસ્તાને ઉચ્ચારી યુદ્ધની ધમકી, કહ્યું ગમે ત્યારે થઇ શકે છે યુદ્ધ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: કાશ્મીર મુદ્દા પર દુનિયાભરના દેશો પાસેથી નિરાશા મળ્યા બાદ હવે પાકિસ્તાન સતત યુદ્ધનો ઢોલ પીટી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ જીનીવામાં કાશ્મીરને લઈને ફરી એકવાર આકસ્મિક યુદ્ધ શરૂ કરવાની ધમકી આપી છે.

જિનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના સત્રના અધિવેશન દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ ભારે આક્રોશ દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે, જો કાશ્મીરમાં આવી સ્થિતિ જ રહેશે તો કંઈપણ શક્ય છે. પાકિસ્તાન અને ભારત બંને યુદ્ધના પરિણામોને સમજે છે. પરંતુ આકસ્મિક યુદ્ધને નકારી શકાય નહીં.

મહમૂદ કુરેશીએ દાવો કર્યો હતો કે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના હાઈ કમિશનર મિશેલ બાચેલેટ કાશ્મીરની મુલાકાત કરવા માટે ઉત્સુક હતા. મહમુદ કુરેશીએ જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિની આંતરરાષ્ટ્રીય તપાસ માટે વિનંતિ કરી હતી. કુરેશીએ કહ્યું હતું કે તેમણે મિશેલ બાચેલેટ સાથે વાત કરી હતી અને તેમને ભારતીય અને પાકિસ્તાની બંને ભાગોની મુલાકાત કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

મહમૂદ કુરેશીએ કહ્યું હતું કે મિશેલ બાચેલેટને બંને સ્થળે જવું જોઈએ અને એટલી જ નિષ્પક્ષતા સાથે રીપોર્ટ કરવો જોઈએ જેટલી કે દુનિયાને ખબર છે કે સાચી પરિસ્થિતિ શું છે. તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને ઓછો કરવા માટે દ્વિપક્ષીય વાટાઘાટોની સંભાવના નકારી કાઢી હતી. તેમણે કહ્યું, “આ માહોલમાં નવી દિલ્હીમાં આજે જે માનસિકતા પ્રવર્તે છે તેના પરથી મને દ્વિપક્ષીય વાતચીત માટે કોઈ સ્થાન દેખાતું નથી.”

કાશ્મીર અંગે તૃતીય પક્ષ દ્વારા મધ્યસ્થી કરવા વિશે મહમુદ કુરેશીએ કહ્યું કે તેમને આ મામલાને ઉકેલવા માટે તેને બહુપક્ષીય મંચ અથવા તૃતીય પક્ષની મધ્યસ્થીની જરૂર પડશે. જો અમેરિકા આ ​​ભૂમિકા ભજવે છે તો જ કંઈક થઈ શકે છે કારણ કે તેમનો આ ક્ષેત્રમાં ઘણો પ્રભાવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *