International

વારંવાર યુદ્ધની ધમકી આપતું પાકિસ્તાન પોતાના દેશમાં જ માંખીઓ સામે યુદ્ધ હારી રહ્યું છે

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: પાકિસ્તાન તરફથી વારંવાર પરમાણુ યુદ્ધની ધમકી આપવામાં આવી રહી છે. પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારના રેલવે મંત્રી એ યુદ્ધની તારીખ પણ બતાવી દીધી છે. ઇમરાન ખાન સરકારના મંત્રી શેખ રશીદએ યુદ્ધની તારીખનું એલાન કરતા કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચે ઓક્ટોમ્બર-નવેમ્બર મહિનામાં યુદ્ધ થશે. પરંતુ યુદ્ધની ધમકી આપતું પાકિસ્તાન અત્યારે તો માખીઓ સામે લડી રહ્યું છે અને તેની સામે પણ હરિ રહ્યું છે.

પાકિસ્તાની સરકાર અને સ્થાનિક પ્રશાસન માંખીઓને કાબુ કરવામાં નિષ્ફ્ળ

પાકિસ્તાનનું બિઝનેસ કેપિટલ ગણાતું શહેર કરાંચીમાં માંખીઓનો ખુબ ત્રાસ વધી ગયો છે, લોકો કઈ પણ રીતે આ માખીઓના ત્રાસથી છુટકારો ઈચ્છે છે. કરાંચી ગંદા નાળા અને રોડ રસ્તાને કારણે લોકો પરેશાન થઇ ગયા છે. આ વિષે ખુદ પાકિસ્તાની ન્યુઝ ચેનલો કવરેજ કરી રહી છે અને કહી રહી છે કે કરાંચીમાં લોકો અને માંખીઓ વચ્ચે યુદ્ધ જેવી સ્થતિ છે જેમાં લોકો માંખીઓના કહેર સામે હરિ રહ્યા છે.

પાકિસ્તાની ચેનલ ARY ના અહેવાલ અનુસાર, કરાંચીમાં માંખીઓની સંખ્યા સતત વધી રહી છે. માંખીઓની ખુબ વધુ સંખ્યાને કારણે લોકોને ઉઠવા-બેઠવા અને ખાવા-પીવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. પાકિસ્તાની સરકાર અને સ્થાનિક પ્રશાસન પણ આ માંખીઓથી સર્જાતી સમસ્યાને કાબુમાં લાવવા નિષ્ફ્ળ ગયું છે.

માંખીઓના વધારાને કારણે રોગચાળો વધી ગયો છે. લોકોના ઘરમાં પણ માંખીઓએ ત્રાસ ફેલાવી દીધો છે. પાકિસ્તાનના મંત્રી ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યા છે પરંતુ પોતાના દેશમાં માંખીઓને જ કાબુમાં લાવવા નિષ્ફ્ળ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *