International

વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સંબોધતા ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર મુદ્દે તણાવને લઈને ડોનાલ્ડ ટ્રમ્પએ આપ્યું આ નિવેદન

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે 2 અઠવાડિયા પહેલાની તુલનામાં હાલ તણાવમાં ઘણો ઘટાડો થયો છે. આ સિવાય તેમણે ફરી એકવાર કહ્યું છે કે, જો દક્ષિણ એશિયાના બંને પાડોશી દેશો ભારત અને પાકિસ્તાન ઇચ્છે તો તેઓ મધ્યસ્થી માટે તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન 26 ઓગસ્ટે ફ્રાન્સના G7 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાતના બે અઠવાડિયા પછી આવ્યું છે. આ મુલાકાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પની સામે નિખાલસપણે જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે કોઈ પણ મુદ્દે ત્રીજા દેશની દખલની જરૂર નથી.

આપને જણાવી દઇએ કે ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, ‘તમે જાણો છો કે કાશ્મીરને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થઇ રહ્યો છે. મારુ માનવુ છું કે બે અઠવાડિયા પહેલા જે તણાવ હતો તેમાં હવે ઘટાડો થયો છે.’

ભારત અને પાકિસ્તાનની વચ્ચે અનેક વાર મધ્યસ્થી કરવાની ઈચ્છા દર્શાવી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આ વાતનું પુનરાવર્તન કર્યું છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે પરિસ્થિતિના આકારણી અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, ‘મને બંને દેશોનો સાથ ખૂબ સારો લાગે છે. જો તેઓ ઇચ્છે તો હું તેમની મદદ કરવા માંગું છું. તેઓ જાણે છે કે તેમની સામે આ પ્રસ્તાવ મુકેલો છે.’

હકીકતમાં જીઓએ તો જુલાઈ મહિનામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની અમેરિકાની મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે બંને દેશો વચ્ચે મધ્યસ્થીનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતે તુરંત આ પ્રસ્તાવને દ્વિપક્ષીય મુદ્દો ગણાવી નકારી કાઢ્યો હતો. ભારતે ટ્રમ્પના આ દાવાને પણ ભારપૂર્વક નકાર્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યસ્થી માટે કહ્યું હતું. ગયા મહિને ફ્રાન્સમાં નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ હતી. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાને કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવો પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દા દ્વિપક્ષીય છે અને કોઈ ત્રીજા દેશને તેમાં મધ્યસ્થી કરવામાં નહિ આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *