International

ભારે બૉમ્બ ધડાકા વચ્ચે તુર્કી સેનાએ સીરિયાના શહેર પર કર્યો કબજો, UN એ કરી આકરી ટીકા

તુર્કીની સેના અને સીરિયાના વોર મોનિટર દ્વારા જાહેર કાયેલ માહિતી મુજબ તુર્કીના સુરક્ષા દળોએ સીરિયાના રસ અલ એન શહેર પર કબજો કરી લીધો છે. એક ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર ગત શનિવારથી જ અહીં ભારે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવી રહ્યા છે. તુર્કીના સંરક્ષણ મંત્રાલયે પણ આ બાબતે જણાવ્યું હતું કે તુર્કીના સૈનિકો રસ અલ એન શહેરના ના મધ્યમાં પહોંચી ગયા છે.

રસ અલ એન શહેર સીરિયાનું એક મુખ્ય શહેર માનવામાં આવે છે. તુર્કીના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે રસ અલ એન શહેરના રહેણાંક વિસ્તારોને નિયંત્રણમાં લેવામાં આવ્યા છે.

તુર્કીના સુરક્ષા દળો દ્વારા સીરિયાના ઉત્તર પૂર્વ સીરિયામાં કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં 70 થી વધુ કુર્દિશ YPG જવાનો અને આશરે 30 નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે. એવું માનવામાં આવે છે કે 2 લાખ લોકોને આ વિસ્તારમાંથી વિસ્થાપિત થવું પડ્યું છે.

રસ અલ એન શહેરમાં થઈ રહેલા બોમ્બ ધડાકાના ફોટા પણ સામે આવ્યા છે. તુર્કી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીની આંતરરાષ્ટ્રીય સંગઠનમાં ભારે ટીકા થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયાથી અમેરિકન સૈનિકોને પરત બોલાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદથી સીરિયાઈ કુર્દિશ સૈનિકોની સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા હતા. કુર્દિશના નેતૃત્વ હેઠળની સીરિયાઈ ડેમોક્રેટિક ફોર્સે અમેરિકાની સાથે મળીને ઇસ્લામિક સંગઠનોને સીરિયાથી ભગાડવા માટે મહત્વપૂર્ણ લડત લડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *