☕લગભગ લોકો ચાના શોખીન હોય છે. ઘણા લોકોનો તો ચા વગર દિવસ નથી ઉગતો. સવારમાં ઉઠતાની સાથે જ ચા પીવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ચા આપણા સ્વાસ્થને ખુબ જ નુકશાન કરે છે. ચા☕આપણા શરીરમાં જ જતા શરીરને હાનિ પહોચાડવાનું શરુ કરી દે છે. આજે અમે જણાવશું કે ચા તમારા શરીરમાં જતા ક્યાં ક્યાં ગંભીર ફેરફાર કરવા લાગે છે અને કઈ રીતે નુકશાન પહોંચાડે છે. ચા ના રસિયાઓએ ખાસ જાણવુ.
- ગરમ ચા બને છે કેન્સરનું કારણ
☕બ્રિટીશ મેડીકલ જર્નલમાં જણાવ્યા અનુસાર વધારે ગરમ ચા પીવાથી અન્નનળી અને ગળાનું કેન્સર થવાનું જોખમ 8 ગણું વધી જાય છે. વધારે પડતી ગરમ ચા ગળાના ટીસ્યુને ખુબ જ નુકશાન પહોંચાડે છે. માટે ખુબ ગરમા ગરમ ચા પીવા વાળા લોકો ચેતી જજો. નહિ તો ભયંકર પરિણામ ભીગ્વવું પડશે.
- ચા ગરમ પરંતુ શરીરનું તાપમાન થાય છે ઠંડુ
☕ભલે ઠંડીની ઋતુ હોય કે ગરમની પરંતુ ચા પીધા બાદ શરીરનું તાપમાન હલ્કું થઇ જાય છે. તેનું કારણ છે ચામાં રહેલ કૈફીન તે તત્વથી ચરબી એનર્જીમાં રૂપાંતરિત થાય છે અને પરસેવો વળે છે. ચા પીધા બાદ ગરમી થાય છે. પરંતુ શરીરનું તાપમાન ઠંડુ🥶 થવા લાગે છે.
- શરીરમાં જઈને પાચનતંત્રને ખરાબ કરે છે
☕ઘણા લોકો સવારે ખાલી પેટ ચા પીવાનું પસંદ કરતા હોય છે. પરંતુ આવું કરવાથી ચા પેટમાં જાય છે અને પેટમાં એસીડીટી ઉત્પન્ન કરે છે. આ સાથે જે તત્વો આપણી પાચન ક્રિયા માટે જરૂરી છે તે તત્વોને ચા☕ઘટાડે છે. તેનાથી પાચન ક્રિયા બરાબર થતી નથી. તેથી સૌથી પહેલા તો કબજિયાતની સમસ્યા થશે. અને લગભગ બધા રોગોની જડ કબજિયાત છે.
- બ્લડ પ્રેશરને હાઈ કરે છે
☕ચા ઠંડા પ્રદેશો માટે યોગ્ય છે. કારણ કે ચા બ્લડ પ્રેશર વધારે છે. માટે ભારત જેવા ગરમ પ્રદેશમાં ચા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધારે છે. ચામાં કોફી કરતા પણ વધારે કૈફીન હોય છે જે બ્લડ પ્રેશરનું લેવલ વધારે છે. જો તમારું બ્લડ પ્રેશર નોર્મલ છે તો ચા તમારું બ્લડ પ્રેશર વધારશે. અને જે લોકોનું બ્લડ પ્રેશર હાઈ રહે છે તેમણે તો ચાથી બચવું જોઈએ. કારણ કે જે લોકોનું બ્લડ પ્રેશર રહે છે તેમના માટે ચા ઝેર સમાન છે.
- વ્યસન
☕ચા માં કૈફીન અને ટેનિનનું પ્રમાણ વધારે રહેલું હોય છે. માટે ચા પીવાથી ચાનું વ્યાસન થવા લાગે છે. ચા પીધા બાદ એવું લાગે છે શરીર એક્ટીવ રહે છે. પરંતુ થોડા સમય બાદ શરીરમાં ફરી આળસ વગેરે આવે છે. માટે લોકો ફરીથી ચા પીવે છે. આ રીતે જે લોકો દિવસમાં બે થી ત્રણ કપ ચા☕પીતા હોય છે તેમના માટે ચા એક નશો બની જાય છે. ચા વગર તેમને ચાલતું નથી. તેમને ચાનું એવું વ્યાસન થવા લાગે છે કે તેમને ચા ન મળે તો થાક અને ચીડિયાપણું અનુભવવા લાગે છે.
- કોલેસ્ટ્રોલ
☕ચા શરીરમાં જતા કોલેસ્ટ્રોલની માત્રા વધવા લાગે છે. કોલેસ્ટ્રોલ વધવાથી લોહીમાં🩸કચરો જમા થવા લાગે છે. જેના કારણે હૃદય સુધી લોહીને પહોંચવામાં મુશ્કેલી આવે છે. જેના કારણે હૃદય રોગ થવાની પૂરી સંભવના રહે છે.
- ગેસની સમસ્યા
☕ખાંડ વાળી ચા પીવાથી શરીરમાં ગેસ ઉત્પન્ન થાય છે. ચા પીવાથી અમ્લતા વધે છે. તેનાથી શરીરમાં એસીડની માત્રા વધે છે. પરિણામે ચા પીવાથી પેટમાં બળતરા તેમજ ગેસની સમસ્યા થાય છે. ગેસની સમસ્યા શરીરને ખુબ નુકશાન કરે છે.
- હાથ પગના દુખાવાનું કારણ બની શકે છે ચા
☕ઘણા લોકોને હાથ પગ દુખતા હોય છે. પરંતુ શું તમે જાણો છો તમારા હાથ પગના દુખવું કારણ ચા હોય શકે છે. ચા આપણા શરીરમાં જઈને આપણા હાડકાને ખરાબ રીતે પ્રભાવિત કરે છે. ચા હાડકાને નબળા બનાવે છે. તેથી ચા પીવાથી ઘણા લોકોને હાથ પગ દુખવા લાગે છે.
☕ચાનું સેવન કરતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવી જ બીજી માહિતી માટે આ “જીવન ઉપયોગી માહિતી” પેજ ને લાઈક કરો. તેમજ આ પેજ પર આવતા તમામ લેખ તમારા જીવનને વધુ પોઝીટીવ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે. નીચે આપેલું લાઈકનું બટન પણ દબાવી દેજો.. જેથી આવાજ બીજા લેખ તમને મળતા રહે.