જમ્યા બાદ તમારા પેટમાં ગેસ બને છે અથવા પેટ સંબંધિત અન્ય બીમારી થાય છે અથવા તો અચાનક સ્કીન એલર્જી થાય છે તો તમારે સમજી જવુ કે તમે વિરુદ્ધ આહારનું સેવન એકસાથે કર્યું છે.🤦♂️તમે વિરુદ્ધ પ્રકૃતિ ધરાવતા બે ખોરાક એક સાથે ખાવ છો ત્યારે તમે આ પ્રકારની બીમારીઓનો શિકાર થઇ શકો છો. ખોરાકના પોષણનો ફાયદો ત્યારે જ મળે છે જયારે તેને યોગ્ય કોમ્બીનેશન સાથે ખાવામાં આવે.🥗પરંતુ જો બે એવા ખોરાક એક સાથે ખાવ છો જેનું કોમ્બીનેશન યોગ્ય નથી તો બંને ખોરાકના પોષક તત્વો નષ્ટ પામે છે અને પરિણામે ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે.
- જમવાની સાથે પાણી
ઘણા લોકોને જમવાની સાથે પાણી પીવાની આદત હોય છે.💦તો તમને જણાવી દઈએ કે ક્યારેય જમવાની સાથે પાણીનું સેવન ન કરવું જોઈએ. કારણ કે પાણી પેટના એસીડની શક્તિને ઘટાડે છે. જેના કારણે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ બરાબર પચતા નથી.🧫માટે ક્યારેય ભોજન કરતા સમયે પાણી ન પીવું જોઈએ. જમ્યા બાદ પણ ઓછામાં ઓછી અડધી કલાક પછી પાણી પીવું જોઈએ.
- દહીં સાથે પરોઠા
દહીં સાથે પરોઠા ખાવની મજા જ અલગ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ બંનેને એક સાથે ખાવાની મજા તમારા માટે સજા પણ બની શકે છે.🤦♂️કારણ કે દહીં સાથે તળેલી વસ્તુ ખાવામાં આવે તો દહીં ચરબીને પચાવવામાં રુકાવટ ઉભી કરે છે.🏋️♂️તેથી ફેટમાંથી મળતી એનર્જી શરીરને મળતી નથી
- દૂધ સાથે ન ખાવી આ વસ્તુઓ
દુધને તળેલી કે સેકેલી વસ્તુ સાથે ન ખાવું જોઈએ. 🥛આ બંને વસ્તુને સાથે ખાવાથી શરીરમાં તેનું રીએક્શન જોવા મળે છે. માટે હંમેશા દૂધ સાથે તળેલી કે સેકેલી વસ્તુ ખાવાથી બચવું જોઈએ. ઈંડા,પનીર અને માંસનું સેવન કર્યા બાદ દૂધ ભૂલથી પણ ન પીવું જોઈએ.🍗જો આ ખાદ્યપદાર્થો બાદ દૂધ પીવામાં આવે તો તેની આડઅસર સીધી આપણા પાચનતંત્ર પર પડે છે.
દૂધ સાથે અથવા ચા સાથે ક્યારેય નમકીન વસ્તુનું સેવન ન કરવું જોઈએ.🥪લગભગ લોકોની આદત ચા કે દૂધ સાથે નમકીન ખાવાની હોય છે તો આજે જ આ આદત સુધારો. કારણ કે નમકના કારણે દૂધમાં રહેલા પ્રોટીન જામી જાય છે અને તે પોષણમાં કમી આવી જાય છે.🧬માટે જો તમે દૂધનું યોગ્ય પોષણ મેળવવા માંગતા હોય તો નમકીન સાથે ક્યારેય તેનું સેવન ન કરવું.
દૂધ સાથે ડુંગળીનું સેવન ક્યારેય ન કરવું જોઈએ.🧅દૂધ સાથે ડુંગળીનું સેવન કરવાથી ઘણા પ્રકારના ત્વચા રોગ જેવા કે દાદ, ખાજ, ખંજવાળ,એગ્ઝીમાં, સોરાઈસીસ વગેરે થવાની સંભાવના રહે છે.
- આ ફળો સાથે ન ખાવા
મિત્રો ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી હોય છે. પરંતુ ફળનું સેવન કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ક્યારેય વિટામીન સી અને કેલ્સિયમ વાળા ફળનું એકસાથે સેવન ન કરવું જોઈએ. ઉદાહરણ તરીકે સંતરા 🍊અને કેળાનું 🍌સેવન એકસાથે ન કરવું જોઈએ. તેનાથી સુગરમાં રુકાવટ આવે છે.
- કોલ્ડડ્રીન્કસ સાથે અથવા પછી મીંટ
ઘણા લોકોને કોલ્ડ્રીંકસ પછી મીંટની ચીંગમ ખાવાની આદત હોય છે.🍹તો તમને જણાવી દઈએ કે ક્યારેય કોન્ડડ્રીન્કસ સાથે અથવા તો પછી મીંટ અથવા મીંટની બનેલી કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ. આ બંને શરીરમાં મળતા સાઇનાઇડ બને છે જે આપણા શરીર માટે ઝેર સમાન🦠સાબિત થાય છે.
- જમવાની સાથે ફળ
જયારે આપણે અનાજ કે માંસ સાથે ફળ ખાઈએ ત્યારે ખાદ્ય પદાર્થ બરાબર પચતા નથી🙍♂️અને લાંબા સમય સુધી પેટમાં પડ્યા રહે અને સડવા લાગે છે.😰તે આંતરડાની દીવાલને ડેમેજ કરે છે. જેના કારણે અન્ય બીમારીઓ થાય છે.
આવી જ બીજી માહિતી માટે આ 👉 “જીવન ઉપયોગી માહિતી” 👈 પેજ ને લાઈક કરો. તેમજ આ પેજ પર આવતા તમામ લેખ તમારા જીવનને વધુ પોઝીટીવ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે. નીચે 👇 આપેલું લાઈકનું બટન 👍 પણ દબાવી દેજો.. જેથી આવા જ બીજા લેખ તમને મળતા રહે. 🙏