Health

સ્વસ્થ રહેવા માટે દરરોજ પીવો નાળિયેર પાણી, જાણો નાળિયેર પાણી પીવાથી થતા ફાયદાઓ

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: શરીર પર પોતાની ઠંડી અસર માટે જાણીતું નારિયેળ પાણી હળવું અને તરસ છીપાવનારું હોય છે. શરીરમાં ઉર્જાના સ્તરને જાળવવા માટે નાળિયેર પાણી સૌથી શ્રેષ્ઠ પીણું છે. નાળિયેરમાં વિટામિન, ડાઇટરી ફાઇબર અને મિનરલનું ભરપૂર મિશ્રણ હોય છે. પહેલાના સમયમાં નાળિયેરનો ઉપયોગ પરંપરાગત દવા તરીકે પણ થતો હતો. નાળિયેરનાં ઝાડ દરિયાઇ વિસ્તારોમાં જોવા મળે છે. સુકા નાળિયેરમાંથી તેલ પણ કાઢવામાં આવે છે જેની માલિશ ત્વચા અને વાળ માટે ખૂબ જ સારી છે.

નારિયેળના ઔષધીય ગુણો

મગજ માટે ફાયદાકારક છે નાળિયેર પાણી: નાળિયેર પાણી માનવ મગજ માટે અમૃત સમાન છે. નાળિયેર પાણીના નિયમિત સેવનથી મગજને સારું પોષણ મળે છે. તેનાથી યાદશક્તિ વધે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક: ડાયાબિટીસના દર્દીઓ માટે નાળિયેર પાણીનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં હાજર પોષક તત્વો શરીરમાં ખાંડની માત્રાને નિયંત્રિત રાખે છે.

થાઇરોઇડ હોર્મોનને રાખે છે સંતુલિત: થાઇરોઇડ હોર્મોન સંતુલિત રાખવામાં નાળિયેર પાણી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સવારે ઉઠીને નાળિયેર પાણી પીવાથી થાઇરોઇડ હોર્મોન નિયંત્રિત રહે છે.

ચેપી રોગોને રોકવામાં મદદરૂપ: નાળિયેર પાણીમાં હાજર એન્ટી વાઈરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ફલૂ અને હર્પીઝ જેવા ચેપી રોગો સામે લડવામાં મદદગાર બને છે.

હૃદયના દર્દીઓ માટે છે ફાયદાકારક: હૃદયને સ્વસ્થ રાખવા માટે નાળિયેર પાણીનું સેવન ખૂબ જ જરૂરી છે. નાળિયેર પાણીનું સેવન હાયપરટેન્શન અને સ્ટ્રોકના જોખમને દૂર કરવામાં મદદગાર થાય છે.

પથરીના દર્દ માટે છે ફાયદાકારક: કિડનીને સ્વસ્થ રાખવા માટે નાળિયેર પાણીનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. તેમાં હાજર પોટેશિયમ, મિનરલ અને મેગ્નેશિયમ કિડનીમાં થનારી પથરીને મટાડે છે. તેના સેવનથી કિડનીમાં પથરી વધવાની સંભાવના પણ ઘણી ઓછી થઈ જાય છે.

ત્વચાની ચમક વધારવા માટે: નાળિયેર પાણી પીવાથી ત્વચાની કોમળતા બની રહે છે. ડાઘ, ફોલ્લીઓ, ખીલ, કરચલીઓ, ગળામાં દુખાવો અને ખરજવા પર બે થી ત્રણ અઠવાડિયા સુધી નારિયેળ પાણી લગાવવાથી ત્વચા નાજુક થાય છે.

જાડાપણું ઓછું કરવા મદદરૂપ: વધતા વજનને રોકવામાં પણ નાળિયેર પાણી ખૂબ મદદગાર સાબિત થાય છે. તેમાં ખૂબ ઓછી કેલરી હોય છે. આ સિવાય નાળિયેર પાણી પીવાથી લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી.

ઘરડાપણું અટકાવવા મદદરૂપ: વૃદ્ધાવસ્થાના પ્રભાવોથી બચવા માટે નાળિયેર પાણીનો ઉપયોગ ઘણો ફાયદાકારક છે. તેમાં હાજર સાઇટોકીનીન્સ કોષો પર સકારાત્મક અસર કરીને વધતી ઉંમરની અસરને ઘટાડે છે.

એસિડિટીથી બચવા માટે: નાળિયેર પાણીના સતત સેવનથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે. તેનાથી પેટની અંદરનો અસ્તર પણ ઠંડો રહે છે જેના કારણે એસિડિટીની સમસ્યા દૂર થઈ જાય છે.

રોગપ્રતિકારક ક્ષમતા વધારવા: નાળિયેર પાણી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. નાળિયેર પાણી ખનિજ ક્ષારથી ભરપૂર હોય છે જેનાથી શરીરની લગભગ દરેક જરૂરિયાતો પૂર્ણ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *