શરીરમાં રહેલી જીદ્દી ચરબીને ઘટાડવા માટે લોકો ઘણું બધું જતન કરતા હોય છે.જીમમાં જઈને વર્કઆઉટ કરતા હોય છે તેમજ ખાવા પીવામાં કંટ્રોલ રાખતા હોય છે.તેમ છતાં પણ ઘણા લોકોનું વજન કે ચરબી ઘટતા નથી તેનું કારણ છે આપણી અમુક આદતો.ઘણા લોકો રાત્રીના ભોજનમાં એવી ભૂલો કરતા હોય છે કે જે વજન ઘટાડવાને બદલે આપણો વજન વધારે છે.જો તમે પણ મોટાપાનો શિકાર થવા માંગતા નથી તો જરૂર જાણો કે રાત્રીના ભોજનમાં કઈ ભૂલો કરવાથી થઇ શકીએ છીએ મોટાપાનો શિકાર.
રાત્રે મોડું જમવું
રાત્રિનું જમવાનું વહેલું લેવાની આદત પાડવી જોઈએ.સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે જે લોકો રાત્રે મોડું ભોજન કરે છે તેઓ ઓવર ઇટીંગ કરતા હોય છે.જેથી જરૂરત કરતા વધારે ભોજન આપણા શરીરમાં ચરબી બનાવી શકે છે.માટે જો તમે તમારા વજનને કંટ્રોલમાં લાવવા માંગો છો તો રાત્રીનું ભોજન વહેલું કરી લેવું.
રાત્રે વધુ પોષક તત્વોવાળા ખોરાકનું સેવન ન કરવું
તમારે એવો પ્રયાસ કરવો જોઈએ કે તમારુ રાત્રીનું ભોજન પોષક તત્વો વાળું હેલ્ધી ડીનર હોય.તમે માત્ર પેટ ભરવા માટે જમો છો તો તમારું પેટ તો ભરાઈ જશે પરંતુ તમારા શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી. રાત્રીના ભોજનમાં ફાઈબર, પ્રોટીન તેમજ જરૂરી પોષક તત્વયુક્ત ખોરાક લેવો જોઈએ.
રાત્રીનું ભોજન કર્યા બાદ તરત જ સુવું નહિ
આપણામાંથી ઘણા લોકોની આદત હોય છે જમ્યા બાદ તરત જ સુવાની.જો તમારે પણ આવી આદત છે તો આજે આ આદત છોડો.આ ઉપરાંત જમ્યા બાદ 20-30 મિનીટ માટે ટહેલવા જવું જોઈએ.તેનાથી ભોજન સારી રીતે પચી જશે.જમ્યા બાદ થોડું ટહેલવાથી વજન કંટ્રોલમાં રહે છે.માટે જો તમે બહાર ન જઈ શકતા હોય તો તમારા ઘરમાં પણ ચાલી શકો છો.
રાત્રે અયોગ્ય નાસ્તો કરવો નહિ
ઘણી વખત રાત્રે ભૂખનો અનુભવ થતો હોય છે તો ઘણા લોકો ચોકલેટ, બિસ્કીટ જેવા અનહેલ્ધી ફૂડનું સેવન કરતા હોય છે.જમ્યા બાદ રાત્રે આ વસ્તુઓ તમારા વજનને ઝડપથી વધારે છે.આ ઉપરાંત ચોકલેટ અને બિસ્કીટ જેવી વસ્તુમાં સુગરનું પ્રમાણ વધારે હોય છે.તેનાથી બ્લડમાં સુગરનું પ્રમાણ વધે છે.અને પરિણામે શરીરમાં ઉર્જાનું પ્રમાણ પણ વધે છે અને તેના કારણે ઊંઘ ઉડી જાય છે.માટે જો તમને રાત્રે ક્યારેક ભૂખ લાગે છે તો તમારે અનહેલ્ધી ફૂડ ખાવાને બદલે બદામ ખાઈ લેવી જોઈએ.
જમ્યા બાદ રાત્રે મોડે સુધી જાગવું
ઘણા લોકોને જમ્યા બાદ રાત્રે મોડે સુધી જાગવાની આદત હોય છે.લગભગ મોટા ભાગના જમ્યા બાદ મોડે સુધી મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે.જો તમે પણ આવું કરો છો તો આજે જ આ આદતને છોડો.કારણ કે રાત્રે મોડા સુધી જાગવાથી બરાબર ઊંઘ નથી આવતી અને પરિણામે તેની સીધી અસર આપણી પાચન શક્તિ પર પડે છે.ખાધેલો ખોરાક બરાબર પચતો નથી પરિણામે અજાણતા તે આપણા વજન વધવાનું સૌથી મોટું કારણ બને છે.
રાત્રે વધારે માત્રામાં ભોજન ન કરવું
ઘણા લોકો એવી ભૂલ કરતા હોય છે કે રાત્રે જરૂરીયાત કરતા પણ વધારે જમી લેતા હોય છે.તો તમને જણાવી દઈએ કે રાત્રે વધારે માત્રામાં ભોજન ન કરવું જોઈએ.કારણે રાત્રે ખાધેલો ખોરાક પચતા સમય લાગે છે.તેથી જો વધુ જમી લો છો તો પેટના દુઃખાવા જેવી સમસ્યા થઇ શકે છે.જેના કારણે રાત્રે ઊંઘ પણ ઉડી શકે છે.અને પરિણામે તેની આડઅસર આપણી પાચન શક્તિ નબળી બનાવે છે.નબળી પાચન શક્તિ હોવાથી ખાધેલો ખોરાક પેટમાં સડવા લાગે છે જેના કારણે ઘણી સમસ્યાઓ થાય છે અને સાથે સાથે મોટાપાની સમસ્યા પણ થઇ શકે છે.
આવી જ બીજી માહિતી માટે આ 👉 “જીવન ઉપયોગી માહિતી” 👈 પેજ ને લાઈક કરો. તેમજ આ પેજ પર આવતા તમામ લેખ તમારા જીવનને વધુ પોઝીટીવ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે. નીચે 👇 આપેલું લાઈકનું બટન 👍 પણ દબાવી દેજો.. જેથી આવા જ બીજા લેખ તમને મળતા રહે. 🙏