Health

રોજ સવારે આ વસ્તુ ખાવાથી તમારા શરીરમાં ક્યારેય નહીં આવે નબળાઈ

ગુજરાત ન્યુઝ અને માહિતી: આજના વધતા જતા ટેક્નોલોજી યુગમાં લોકો માતૃભાષાને ભૂલી રહ્યા છે ત્યારે ગુજરાતી ભાષા પ્રત્યે આપણું સન્માન જળવાઈ રહે અને ગુજરાતી ભાષાના વાંચન પ્રત્યે રુચિ રહે તે હેતુથી અમે અવનવા લેખો ગુજરાતી ભાષામાં આપની સમક્ષ મૂકીએ છીએ

શરીરમાં નબળાઈ ન આવે તે માટે શરીરના પાચનતંત્રને મજબૂત રાખવું જરૂરી છે. એવા અનેક ફળ, શાકભાજી અને દાળ છે જે શરીરના પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ ઉપરાંત એવી ઘણી ખાદ્ય વસ્તુઓ પણ છે જેનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરીરમાં રહેલી નબળાઈ પણ દૂર થાય છે. અમે તમને એવી જ વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ કે જેને રાત્રે પલાળીને બીજા દિવસે ખાવાથી શરીરને અનેક લાભ થાય છે.

ખસખસ

ખસખસ વિટામિન બીથી ભરપૂર હોય છે. તે મેટાબોલિઝમને સ્ટ્રોંગ બનાવે છે. એક ચમચી ખસખસને પાણીમાં રાત્રે પલાળી દેવા. સવારે તેમાં 1 ચમચી મધ ઉમેરી તેનું સેવન કરવું.

અળસી

અળસી શરીરમાંથી કોલેસ્ટ્રોલને દૂર કરે છે. તે ઓમેગા 3 થી ભરપૂર હોય છે. તેનાથી હૃદય સ્વસ્થ રહે છે. જો કે અળસીની તાસીર ગરમ હોય છે. તેથી તેનું સેવન સપ્તાહમાં બે જ વખત કરવું જોઈએ. અડધી ચમચી અળસીને રાત્રે પાણીમાં પલાળી દેવી, સવારે તેને પાણીમાંથી કાઢી અને ચાવીને ખાઈ લેવી.

ચણા

ચણા ફાયબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. રોજ સવારે ચણા ખાવાથી અનેક લાભ થાય છે. અઠવાડિયામાં 3 થી 4 વખત રોજ રાત્રે એક મુઠ્ઠી ચણા પલાળી અને બીજા દિવસે સવારે તેનું સેવન કરવું. સવારે તેને ગોળ સાથે પણ ખાઈ શકાય છે.

સૂકી કાળી દ્રાક્ષ

કાળી દ્રાક્ષમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયરન હોય છે. જેનુ સેવન કરવાથી અનેક લાભ થાય છે. રાત્રે 6 થી 8 કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી દેવી. સવારે તેમાંથી પાણી કાઢી અને તેનું સેવન કરવું. આ વસ્તુનું સેવન રોજ કરી શકાય છે કારણ કે તેનાથી કોઈ નુકસાન થતું નથી અને શરીર માટે પણ ફાયદાકારક છે. પરંતુ નાના બાળકોને રોજ 3 થી વધારે ન આપવી જોઈએ.

મગ

મગમાં પ્રોટીન, ફાયબર અને વિટામિન બી ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. મગને રાત્રે પાણીમાં પલાળી દેવા. સવારે ઊઠીને મગ ખાવાથી અનેક લાભ થાય છે. હાઈ બીપીના દર્દીએ ખાસ તેનું સેવન કરવું જોઈએ.

બદામ

રોજ સવારે અને સાંજે પલાળેલી બદામ ખાવી જોઈએ. તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. બદામ ખાવાથી મગજશક્તિ પણ મજબૂત થાય છે. જો આંખોમાંથી પાણી નીકળતું હોય તો સવારે અને સાંજે પલાળેલી બદામ ખાવાથી રાહત થાય છે.

આ દરેક વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુનું જ સેવન રોજ કરવું જોઈએ. તમારા શરીરની તાસીર પ્રમાણે ઉપરની વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ પસંદ કરીને તેનું સેવન કરવું. જે વસ્તુ પસંદ કરો તેનાથી લાભ ચોક્કસ થશે.

“21 મી સદી એ જ્ઞાનની સદી છે અને જ્ઞાન એ જ 21 મી સદીનું ધન છે.” આવા જ અન્ય અવનવા જ્ઞાનવર્ધક લેખ નિયમિત રીતે વાંચતા રહેવા માટે અમારા ફેસબુક પેજ ગુજરાત ન્યુઝ અને માહિતી ને લાઈક કરો તથા આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *