🌿 આજે અમે વાત કરી રહ્યા છીએ ચીલની ભાજીની. જે ખેતરમાં ઘઉં🌾સાથે ઉગે છે. પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે . ચીલ ભાજીમાં વિટામીન એ, પોટેશીયમ, આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ, કર્બોહાઈડ્રેટ, ફાયબર, વિટામીન સી વગેરે જેવા અઢળક ગુણો રહેલા છે. માટે આ ભાજીનું સેવન કરવામાં આવે તો અનેક સમસ્યાથી છુટકારો💁♀️મળે છે. એટલું જ નહિ પરંતુ તેનું સેવન પથરી જેવી જટિલ સમસ્યાને પણ નષ્ટ કરે છે.
મોંની દુર્ગંધ તેમજ દાંતની સમસ્યાથી અપાવે છે છુટકારો
🌿 ચીલની ભાજી કાચી ચાવવામાં આવે તો તેનાથી મોંની દુર્ગંધ દુર થાય છે. આ ઉપરાંત મોંમાં પડતા ચાંદાની સમસ્યા, પાયરિયા વગેરે જેવી દાંતની🦷સમસ્યાઓથી છુટકારો મળે છે. આ ભાજીમાં રહેલા ઔષધિય ગુણો ખરેખર તમારા મો માં રહેલા બધા હાનિકારક તત્વો સામે લડવા🙅♀️માટે સક્ષમ છે.
- કબજિયાત
🌿 ચીલની ભાજીમાં ભરપુર માત્રામાં ફાયબર રહેલું છે જેના કારણે તે કબજિયાતમાં રાહત આપે છે. તે ઉપરાંત તે એસીડીટી અને ગેસ જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. જો તમને ભૂખ ઓછી લાગે છે, ભોજન પચવામાં વધારે સમય લાગે છે, તીખા ઓડકાર🥵આવે છે તેમજ પેટ ફૂલવા જેવી સમસ્યાથી પરેશાન છો તો નિયમિત અમુક અઠવાડિયા સુધી ચીલની ભાજીનું🌿સેવન કરવું જોઈએ. આ ઉપરાંત સવારે તેનું સેવન કરવાથી બવાસીરની સમસ્યામાં ઘણો લાભ થાય છે.
- બાળકોને સતાવતા પેટના કીડાને કરે છે નષ્ટ
🌿 સામાન્ય રીતે બાળકોને👶પેટમાં કીડા થતા હોય છે. જેના કારણે બાળક ઘણી સમસ્યા અનુભવતું હોય છે.તો કોઈ બાળકના પેટમાં કીડા થઇ ગયા છે તો તેને રોજે ચીલની ભાજીનું🌿 શાક બનાવીને ખવડાવામાં આવે તો પેટમાં રહેલા કીડા મરી જાય છે અને બાળકને આરામ મળે છે.
- કીડની અને પથરીની સમસ્યા કરે છે નષ્ટ
🌿 ચીલભાજીનું સેવન કિડનીમાં થતી પથરીને દુર કરે છે. તેના માટે ચીલના રસમાં ખાંડ મિક્સ કરી તેનું નિયમિત સેવન કરવું. આ રીતે સેવન કરવાથી ધીમે ધીમે પથરી તૂટીને નીકળી જશે. આ પથરીના રોગમાં ખૂબ અકસીર દવા છે. પણ જો પથરીનો વધુ દુખાવો થતો હોય તો ડોક્ટરની👩⚕️સલાહ જરૂર લેવી.
- લોહીની ઉણપ દુર કરે છે તેમજ અનિયમિત માસિક
🌿 ચીલની ભાજીમાં વાધારે માત્રામાં આયરન રહેલું છે.જો તેનું નિયમિત રૂપે સેવન કરવામાં આવે તો લોહીની ઉણપ દુર થાય છે.આ ઉપરાંત ચીલની ભાજીને લીમડાના પાંદ🍃સાથે મિક્સ કરી તેનું સેવન કરવામાં આવે તો તમારું લોહી🩸 શુદ્ધ બનશે.જેના કારણે લોહીની કમી પણ નહિ રહે.
લગભગ મહિલાઓમાં માસિક ધર્મમાં અનિયમિતતા જોવા મળે છે.તો તેના માટે ચીલ ભાજીના બી માં સુંઠને મિક્સ કરી તેનો પાવડર બનાવી લેવો.ત્યાર બાદ 400 ml પાણીમાં 15 થી 20 ગ્રામ પાવડર ઉમેરી તેને ઉકળવા દો. પાણી 100 ml જેટલું વધે ત્યાં સુધી તેને ઉકાળવાનું છે.ત્યાર બાદ તેને ગાળી લો અને દિવસ દરમિયાન ઓછામાં ઓછું બે વખત સેવન કરવું જોઈએ. આ ઉપાયથી માસિક ધર્મમાં નિયમિતતા આવી જશે.
- ચામડીના રોગો દુર કરે છે
🌿 ચીલની ભાજી ઉકાળી તેનું સેવન કરવાથી અથવા તો તેનું શાક બનાવીને તેનું સેવન કરવાથી ચામડીના રોગો દુર થાય છે. જેમ કે સફેદ ડાઘ, ખંજવાળ, ગુમડા,કુષ્ટ રોગ વેગેરે જેવા ચર્મ રોગોથી છુટકારો મળે છે. નીચે મુજબનો ઉપાય પણ જરૂર કરવો.
🌿 આ ઉપરાંત પાણીમાં ચીલભાજીના પાંદ પીસીને તેનો બે કપ રસ બનાવી લેવો. ત્યાર બાદ તે રસમાં તલનું તેલ મિક્સ કરી તેને ધીમા તાપે ગરમ કરવું. જ્યારે તેમાંથી પાણી ખતમ થઇ જાય પછી ગેસ બંધ કરી દેવો. ઠંડુ થયા બાદ તેને ચામડીના રોગના અસરકારક ભાગ પર લગાવી દો. આવું નિયમિત કરવાથી ચામડીના રોગ જળમૂળમાંથી મટી જશે.
- સેવન કરતા પહેલા ખાસ વાંચો
🌿 કહેવત છે કે જરૂરીયાત કરતા વધારે અમૃત ઝેર સમાન ગણાય છે.માટે તેનું યોગ્ય માત્રમાં સેવન કરવું. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ગર્ભવતી મહિલાઓએ ચીલભાજીનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનું સેવન કરવાથી ગર્ભપાત પણ થઇ શકે છે. તેમજ આ ભાજીનો ઉપયોગ કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ જરૂર લો.