આયુર્વેદના કહેવા પ્રમાણે તમારી બીમારીને ચાલવાથી ટાળી શકાય છે અને તમે જોયું હશે કે ઘણા ડોક્ટર તમને દોડવા કરતા ચાલવાની સલાહ વધુ આપે છે. કેમ કે ચાલવું તે એક એવી કસરત છે જે તમારા હાર્ટથી માંડી ને તમારા સાંધાના દુખાવા સુધી ફાયદેમંદ છે. ચાલવાથી ઘણી બીમારીઓ દૂર રહે છે અને તમે જાણીને હેરાન થઈ જશો કે ચાલવાથી આટલી બીમારીઓ દૂર રહે છે. તમે ઉપર જાણ્યું કે કેવા પ્રકારની સમસ્યા ચાલવાથી દૂર થાય છે
- હવે આપણે જાણીએ કે નિયમિત ચાલવાથી શરીરના ક્યાં અંગને ફાયદા થાય છે.
અનેક રોગોથી દર વર્ષ હજારો લોકોના મોત થાય છે અને તે રોગોનું મુખ્ય કારણ તેમની અનિયમિત જીવનશૈલી છે. રોગ કંટ્રોલમાં રાખવાનું એક મુખ્ય ઉપાય ચાલવું કેમકે, ચાલવાથી વજન ઘટી જાય છે અને વજન ઘટવાથી ઘણી બીમારીઓ દૂર રહે છે. જેનાથી કેન્સર જેવા રોગ થવાનુંનું જોખમ પણ ઓછું થાય છે. તેથી રોજ થોડું ચાલવાનું રાખવું.
પાચનતંત્ર સંબંધિત બીમારી જેવી કે, કબજિયાત, અપચો કે ગેસ તમારા પાચનતંત્રની નબળાઈના કારણે થાય છે. તે માટે પાચનતંત્ર ને મજબૂત કરવું આવશ્યક છે. તેથી ખોરાક લીધા પછી તેને પચાવવા માટે ચાલવું જરૂરી છે. તેથી ચાલવાથી પેટની તેમજ પાચનતંત્રની સમસ્યાઓ દૂર રહે છે અને પાચનતંત્ર મજબુત થશે.
ઉમર વધવાની સાથે હાડકાનું કેલ્શિયમ ઓછુ થાય છે અને તે કમજોરીને ઘટાડવા સારા ખોરાકની સાથે નિયમિત ચાલવું પણ અનિવાર્ય છે. ચાલવાથી આપણા હાડકાના સાંધાના દુખાવામાં પણ રાહત થાય છે. (વધુ ઉંમર હોય તો ડોક્ટરની સલાહ મુજબ તમારા શરીરને ધ્યાનમાં રાખીને વોકિંગ કરવું. વધુ ઉંમર હોય તો કદાચ ડોક્ટર ઓછુ વોકિંગ કરવાનું પણ કહે.)
વૈજ્ઞાનિકોના મત મુજબ ચાલવાથી આપણી યાદશક્તિ પણ સુધરે છે. હિપ્પોકેમ્પસ મનુષ્યના મગજનું એક મુખ્ય ઘટક છે. મનુષ્ય અને અન્ય સસ્તન પ્રાણીઓમાં બે હિપ્પોકેમ્પસ હોય છે. તે મગજના બંને બાજુ એક-એક રહેલા હોય છે. ટૂંકા ગાળાની મેમરીથી લાંબા ગાળાની મેમરી સુધીની માહિતીના એકત્રીકરણમાં, અને અવકાશી મેમરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચાલવાથી હિપ્પોકેમ્પસ વધે છે જેથી મગજની યાદશક્તિ તેજ થાય છે.
અનિયમિત જીવન જીવવાની રીત એક ભયાનક રોગને જન્મ આપે છે અને તે રોગ છે “ડાયાબિટીસ”. ડાયાબિટીસને વધારે થતા રોકવા માટે 2 થી 4 કિલોમીટર ચાલવું જરૂરી છે અને ચાલવાથી શરીરની શુગર ઓછી થાય છે. રોજે ચાલવાથી ડાયાબિટીસ જેવી ભયંકર બીમારીને પણ લડત આપી શકાય છે. (આ ઉપાય ડાયાબીટીસનો કયો ટાઈપ છે તેના પર આધાર રાખે છે.)
જો તમે તમારું બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા ઈચ્છો છો તો રોજે 30 મિનીટ સુધી ચાલવું જોઈએ. ચાલવાની ક્રિયા સતત કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે અને રોજે ચાલવાની ક્રિયા કરતા રહીએ તો બ્લડ પ્રેશર જેવા રોગથી રાહત મળી શકે છે. જો તમે ચાલવાની પ્રક્રિયાને તમારી ટેવ બનાવી દેશો તો લાંબા સમય સુધી તમને બ્લડ પ્રેશરની સમસ્યા પરેશાન નહિ કરે.
વિજ્ઞાન અનુસાર હ્રદયના રોગનું જોખમ ઓછું કરવા માટે મોટી ઉમરના વ્યક્તિઓ માટે તો રોજે ઓછામાં ઓછું 15-30 મિનિટ વોકિંગ કરવું જોઈએ. તેનાથી હાર્ટ અટેક અને બીજા ઘણા હ્રદય રોગો ને ટાળી શકાય છે. એક કિલોમીટર ચાલવાથી 70 થી વધુ કેલેરીને ઓગાળી શકાય છે. રોજે 1 કિલોમીટર ચાલો તો પણ તે તમારા માટે ખુબ ફાયદાકારક સાબિત થશે. આનાથી તમારા હ્યદય, ફેફસા, સ્નાયુ તેમજ પેટ સબંધિત રોગોમાં જરૂર ફાયદો મળશે.
રોજે નિયમ અનુસાર ચાલવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. બધી બીમારીના આક્રમકથી બચવા રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. રોજે ઓછામાં ઓછું 30 મિનિટ સુધી ચાલવાથી રોગ પ્રતિકારક કોશિકાઑની ગતિવિધિ જલ્દીથી થાય છે અને શ્વેતકણો જલ્દીથી રિલિજ થાય છે. જેના કારણે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને નાની નાની બીમારીઓ આપોઆપ દૂર થાય છે.
નિયમિત ચાલવાથી ફેફસા મજબુત થાય છે. જો તમે રોજ વધુ ચાલો તો વધુ થાક લાગે, અને વધુ થાક લાગે તો વધુ ઓક્સીજન જોઈએ. વધુ ઓક્સીજામ માટે ફેફસાને વધુ કાર્ય કરવું પડે તેથી ફેફસાની ક્ષમતામાં વધારો થાય છે. નિયમિત ચાલીને જો તમે ફેફસા પાસે શ્રમ કરાવતા રહો તો ફેફસાની તાકાત ચોક્કસ માત્રામાં વધે છે. તેમજ તમને લાંબા સમય સુધી સ્વસ્થ જીવન જીવવામાં મદદરૂપ બને છે.
બસ, આટલી નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી પૂરું જીવન હેલ્થી અને હેપ્પી બની રહેશે. આવી જ બીજી મસ્ત મજાની સ્ટોરી વાંચવા આજે જ આ “જીવન ઉપયોગી માહિતી” પેજ ને લાઈક કરો. તેમજ આ પેજ પર આવતા તમામ લેખ તમારા જીવનને વધુ પોઝીટીવ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે માટે આ લેખ મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો.