🍵 જયારે વાત આવે ફિટનેસ અને સ્વાસ્થ્યની ત્યારે ગ્રીન ટીના ફાયદાઓને નકારી ન શકાય. ગ્રીન ટી ના લાભના કારણે આજે દુનિયામાં ગ્રીન ટી નું ચલણ ખુબ વધી રહ્યું છે. ગ્રીન ટી મોટાપા,ડાયાબીટીશ,કેન્સર જેવા જોખમમાંથી બચાવે છે. ગ્રીન ટી આંતરિક સ્વાસ્થ્ય સાથે સાથે ત્વચા અને વાળ માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે.
- વજન ઘટાડે છે
🍵 ગ્રીન ટી વજન ઘટાડવામાં ખુબ જ ફાયદાકારક હોય છે. તેમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ મેટાબોલીઝમ વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત જો ગ્રીન ટીના સેવન સાથે જો વ્યાયામ કરવામાં આવે તો તે આપણા શરીરમાં રહેલી વધારાની ચરબીને ઓગાળીને વજન ઘટાડવામાં ખુબ જ મદદ કરે છે. ગ્રીન ટીમાં કૈટેચીન અને કૈફીન જેવા તત્વો હોય છે જે આપણા વજનને નિયંત્રણમાં રાખે છે.
- ચિંતા દુર કરી મસ્તિષ્કને એક્ટીવ બનાવે છે
🍵 ગ્રીન ટીનું સેવન મસ્તિષ્ક માટે પણ ખુબ લાભદાયી સાબિત થાય છે. એક શોધ પરથી જાણવા મળ્યું છે કે ગ્રીન ટી ચિંતાને ઘટાડીને મગજની કાર્ય કરવાની શક્તિમાં સુધારો લાવે છે. આ ઉપરાંત ગ્રીન ટી પીવાથી એકાગ્રતા પણ વધે છે.
- ડાયાબીટીશ માટે
🍵 ગ્રીન ટીનું સેવન કરતા લોકોને ડાયાબીટીશ થવાનો ખતરો રહેતો નથી. જાપાનમાં કરાયેલ એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે રોજે નિયમિત જે લોકો એક કપ ગ્રીન ટીનું સેવન કરતા હતા તે લોકોમાં 33% ટાઈપ 2 ડાયાબીટીશનો ખતરો ઘટી ગયો. એક અધ્યયનમાં એવું સામે આવ્યું હતું કે ગ્રીન ટી ઇન્સુલીન સેન્સીટીવીટીમાં સુધાર લાવે છે. તેમાં એક એન્ટી બાયોટીક ગુણ રહેલો છે જે આપણા લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રણમાં રાખે છે જેના કારણે ડાયાબીટીશ જેવી સમસ્યાથી બચી શકાય છે.
- કોલેસ્ટ્રોલ દૂર કરી રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે
🍵 હાવર્ડ મેડીકલ સ્કુલના એક રીપોર્ટ અનુસાર ગ્રીન ટી આપણા શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. ગ્રીન ટી માં કૈટેચીન નામનું તત્વ રહેલું છે જે આપણી રક્ત વાહીનીઓમાં કોલેસ્ટ્રોલને જમા નથી થવા દેતો. મિત્રો કોઈ પણ રોગ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ સારી હોવી ખુબ જ જરૂરી છે.
🍵 જો આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો આપણે અનેક બીમારીઓથી બચી શકીએ છે. તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગ્રીન ટી નું સેવન કરવું જોઈએ. કારણ કે ગ્રીન ટી માં રહેલ પોલીફેનોલ અને ફ્લેવેનોઇડ નામના તત્વો રહેલા છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે.
- કેન્સરને ફેલાવતા અટકાવે છે
🍵ગ્રીન ટી માં રહેલ કૈટેચીન નામનું તત્વ કેન્સર વિરોધી ગુણ ધરાવે છે. તે કેન્સરના કણો સામે લડે છે અને કોશિકાઓ તેમજ ડીએનએને થતા નુકશાનથી બચાવે છે. આ ઉપરાંત ગ્રીન ટી કેન્સર કોશિકાઓને શરીરમાં ફેલાતી અટકાવવામાં મદદ કરે છે.
- હાડકાને મજબુત બનાવે છે
🍵 ગ્રીન ટીનું સેવન બોન મિનરલ ડેન્સીટીમાં સુધારો લાવીને ફેકચરના ખતરાને ઘટાડે છે. આ ઉપરાંત તે હાડકા તૂટવાની પ્રક્રિયાને ઘટાડે છે. તેમજ એક શોધ પરથી જાણવા મળ્યું છે કે હાડકામાં સોજો અને સ્ટ્રેસના કારણે નુકશાન થાય છે. ગ્રીન ટી તે નુકશાનથી બચાવી શકે છે.
- ત્વચા અને વાળ માટે
🍵સ્વાસ્થ્યની સાથે સાથે ગ્રીન ટી ત્વચા અને વાળ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. ગ્રીન ટી માં એન્ટીઓક્સીડન્ટની સાથે સાથે મિનરલ્સ અને વિટામિન્સ પણ રહેલા છે જે આપણી ત્વચાને યુવાન બનાવી રાખવામાં તેમજ વાળનો ગ્રોથ વધારવા માટે મદદ કરે છે.
- દાંત અને પેઢાને સ્વસ્થ બનાવે છે
🍵 ગ્રીન ટી દાંતમાં જમા થયેલા મેલને દુર કરે છે તેમજ કેવીટીના જીવાણુંને પણ નષ્ટ કરે છે. જો તમને વધારે કેવીટી થતી હોય તો તમારે 5 મિનીટ સુધી ગ્રીન ટીના કોગળા કરવા જોઈએ તેનાથી કેવીટી ફેલાવતા જીવાણું ઘટી જશે. આ ઉપરાંત ગ્રીન ટી આપણા પેઢામાં થતા પાયરીયા જેવા રોગોમાં પણ રાહત આપે છે.