આજના આધુનિક યુગમા લગભગ લોકો ફ્રીજનું ઠંડુ પાણી પીતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ફ્રીજનું ઠંડુ પાણી તમારી તરસ તો સારી રીતે છીપાવી શકે છે પરંતુ બીજી બાજુ તે તમારા શરીરને અનેક રીતે નુકશાન પહોંચાડે છે.🗣️પરંતુ મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. માટીના વાસણમાં રાખેલું પાણી પીવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે.👨🦰આજે અમે તમને એવા ફાયદાઓ જણાવશું કે જેને જાણ્યા બાદ તમે માટલાનું પાણી પીવાનું શરુ કરી દેશો.
- રોગપ્રતિકારક શક્તિ વધારે છે
નિયમિત માટલાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.🙆♂️જયારે ફ્રીજમાં રહેલી પ્લાસ્ટીકની બોટલમાં પાણી સ્ટોર કરવાથી તેમાં પ્લાસ્ટીકની અશુદ્ધિઓ પણ મિક્સ થઇ જાય છે.🥤પરિણામે તે પાણી પણ અશુદ્ધ બની જાય છે.પરંતુ એવું જાણવા મળ્યું છે કે માટલામાં પાણી સ્ટોર કરવાથી શરીરમાં ટોરેસ્ટોરેનનું સ્તર વધે છે.
- માટલાનું પાણી પીવાથી પીએચ સ્તરનુ યોગ્ય સંતુલન રહે છે
માટલાની માટીમાં એક ક્ષારીય ગુણ રહેલો હોય છે.🫀તે ક્ષારીય પાણી અમ્લતાની સાથે પ્રભાવિત થઈને શરીરને યોગ્ય પીએચ માત્રા પ્રદાન કરે છે. જે શરીર માટે લાભકારી અને જરૂરી છે.👊જેનાથી શરીરમાં બીમારીઓનું આગમન થતું અટકાવે છે.
- માટલાનું પાણી ગળાના રોગોમાં આપે છે રાહત
સામાન્ય રીતે આપણે ગરમીની ઋતુમાં પાણીની ખુબ તરસ લાગતા ફ્રીજનું ઠંડુ પાણી પી લેતા હોઈએ છીએ. પરંતુ ફ્રીજનું ઠંડુ પાણી આપણા શરીરમાં જઈને આપણા શરીરના અંગોને એકદમ ઠંડા કરી દે છે. જેના કારણે શરીર પર તેની આડઅસર થાય છે.
🫁તેનાથી ગળાની કોશીકાઓનું તાપમાન એક્દમ નીચું થઇ જાય છે જેના કારણે ગળામાં સમસ્યાઓ આવી શકે છે. તેનાથી ગળાની ગ્રંથીઓમાં સોજો આવી શકે છે.🙇પરંતુ માટલાનું પાણી આપણા ગળા પર શાંત પ્રભાવ પાડે છે જેથી ગળાની સમસ્યાથી બચી શકાય છે.
- માટલાનું પાણી કબજીયાતથી બચાવે છે
ફ્રીજનું ઠંડુ પાણી કે બરફનું ઠંડા પાણીથી શરીરમાં વાતનું પ્રમાણ વધે છે. ફ્રિજના ઠંડા પાણીથી કબજિયાત જેવી સમસ્યા થાય છે.🤦♂️જયારે માટલાનું પાણી પીવાથી શરીરમાં વાતનું પ્રમાણ સંતુલનમાં રહે છે. માટલાનો રંગ ગેરુથી કરવામ આવ્યો હોય છે જેનો ઉપયોગ ગરમીમાં શીતળતા પ્રદાન કરે છે. માટે માટલાનું પાણી આપણા વાત દોષને અંકુશમાં રાખી આપણને કબજિયાત જેવી પેટની સમસ્યાથી બચાવે છે.😃આ ઉપરાંત ગેસ અને એસીડીટી જેવી સમસ્યાથી પણ બચાવે છે.
- માટલું પાણીમાં રહેલા વિષેલ પદાર્થને શોષી લે છે
માટીમાં શુદ્ધિકરણનો ગુણ રહેલો છે. માટી પાણીમાં રહેલા બધા જ વિષેલા તત્વોને શોષીને પાણીને શુદ્ધ બનાવે છે.💦માટીના બનેલા માટલામાં સુક્ષ્મ છિદ્રો હોય છે જેને નરી આંખે જોઈ શકાતા નથી. આ છિદ્રો પાણીને શુદ્ધ બનાવે છે તેમજ પાણીના તાપમાન ને જાળવી રાખે છે.💧માટે અન્ય પાણીની તુલનામાં માટલાનું પાણી વધારે શુદ્ધ અને મિનરલ્સ વાળું રહે છે.
- એનીમિયા અને લોહીની ઉણપ ધરાવતા લોકો માટે વરદાન સ્વરૂપ માટલાનું પાણી
એનેમિયા એટલે કે લોહીની ઉણપ સામે લડી રહ્યા દર્દીઓ માટે માટલાનું પાણી વરદાન સ્વરૂપ સાબિત થાય છે.🩸તમને જાણીને નવાઈ લાગશે કે માટીમાં આયરનનું પ્રમાણ ભરપુર માત્રામાં હોય છે. અને આયરન આપણા શરીરમાં લોહીની ઉણપને દુર કરે છે.🧬માટે આ બીમારીથી બચવા માટે હંમેશા માટલાનું પાણી પીવું જોઈએ.
- બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે
માટલાનું પાણી આપણા શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.માટલાનું પાણી ખરાબ કોલેસ્ટ્રોની માત્રા ઘટાડીને હાર્ટ અટેક🫀જેવી ગંભીર સમસ્યાથી બચાવે છે. તે માટે માટીના ઘડાનું પાણી શરીર માટે ખુબજ ફાયદાકારક માનવમાં આવે છે.
- શરીરના દુઃખાવાથી લઈને આર્થરાઈટીશ માટે ફાયદાકારક
માટીમાં એન્ટી ફ્લેમેટરી ગુણ રહેલા છે તેથી માટલામાં રાખેલું પાણી પીવાથી શરીરમાં દુઃખાવો, સોજો વગેરે જેવી સમસ્યા થતી નથી.🙅♂️આટલું જ નહિ માટલાનું પાણી આર્થરાઈટીશ જેવી બીમારીમાં પણ ખુબ જ રાહત આપે છે.
- ત્વચા માટે લાભદાયી
માટીના વાસણમાં રાખેલું પાણી ત્વચા સંબંધી ઘણી બધી સમસ્યાઓથી છુટકારો આપવવામાં મદદ કરે છે.💪માટલાનું પાણી ફોલ્લા,ફંગશ, મસા તેમજ અન્ય ત્વચા સંબંધી સમસ્યા થવા દેતું નથી.🧏♂️આ ઉપરાંત માટલામાં રાખેલું પાણી પીવાથી ત્વચા ચમકવા લાગે છે. આ આર્ટીકલ તમને ગમ્યો હોય તો નીચે આપેલા પેજનું LIKE બટન દબાવજો..