Health Tips

તડકાને કારણે કાળા થઈ ગયેલા હાથોની ટૈનિંગને આ રીતે કરો ઓછી

ઉડાન ટાઈમ્સ: આજના વધતા જતા ટેક્નોલોજી યુગમાં લોકો માતૃભાષાને ભૂલી રહ્યા છે ત્યારે ગુજરાતી ભાષા પ્રત્યે આપણું સન્માન જળવાઈ રહે અને ગુજરાતી ભાષાના વાંચન પ્રત્યે રુચિ રહે તે હેતુથી અમે અવનવા લેખો ગુજરાતી ભાષામાં આપની સમક્ષ મૂકીએ છીએ.

ગરમીના દિવસોમાં મોટા ભાગના લોકો અડધી સ્લીવના અથવા સ્લીવ વગરના કપડાં પહેરવાનું પસંદ કરે છે. જેના કારણે તેમના હાથનો થોડો ભાગ ઘાટો થવા લાગે છે. સૂર્યના કિરણોમાં વધારે સમય વિતાવવાને કારણે હાથો પર આવી ટૈનિંગ થઈ જાય છે. સૂર્યના હાનિકારક પરાવર્તિત કિરણો ચામડીને નુકસાન પહોંચાડે છે. મિત્રો, જો તમે પણ હાથના આ બે રંગથી પરેશાન છો, તો આજના આ લેખમાં તમે હાથની આ બે કલરની ટેનિંગને દૂર કરવાના ઘરેલુ ઉપાય વિશે જાણશો.

હાથની ટૈનિંગ ઓછી કરવાના ઘરેલુ ઉપાય

1) હળદર અને લીંબુનો રસ

ચામડીની ઘણી સમસ્યાને દૂર કરવામાં હળદર ખૂબ જ ઉપયોગી છે. હળદરમાં લીંબુનો રસ ભેળવો. હવે તેમાં થોડું દૂધ ભેળવો. હવે તેને પોતાના બન્ને હાથ પર લગાવો. સૂકાઈ ગયા પછી હાથને પાણીથી ધોઈ લો. આ ઉપાયથી તમને પહેલીવારમાં જ ફેર પડવા લાગશે.

2) હળદર અને દહીંનું મિશ્રણ

એક કટોરીમાં થોડું દહીં લો. તેમાં થોડીક હળદર ભેળવી દો. આ પેસ્ટને તમારા નાહવાની 20 મિનિટ પહેલા તમારા હાથ પર લગાવી લો. જો તમે ઇચ્છતા હોય તો તમે આ પેસ્ટને ગળે અને મોઢા પર પણ લગાવી શકો છો. આનાથી તમને ટૈનિંગ (તડકાને કારણે પડેલા કાળો થઈ ગયેલ હાથનો ભાગ) થી છુટ્ટી મેળવવામાં ખૂબજ મદદ મળશે.

3)બદામ ની પેસ્ટ

હાથમાંથી ટૈનિંગને દૂર કરવા માટે બદામ ખુબજ  ઉપયોગી થશે. પાંચ – દસ તાજી લીલી બદામ લો અને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં પાંચ ટીપા ચંદનનું તેલ ઉમેરો. હવે આ પેસ્ટને ચામડીના પ્રભાવિત ભાગ પર લગાવો. જો તાજી બદામ ઉપલબ્ધ ના હોય તો બદામને આખી રાત પાણીમાં પલાળેલી રાખો, પછી આ પ્રક્રિયા કરો.

4) કાકડીનો ઉપયોગ

કાકડીના ટુકડાને પીસી લો. હવે આ કાકડીની પેસ્ટમાં બે ચમચી દૂધ અથવા તો દુધનો પાઉડર ભેળવી લો. તેની સાથે જ તેમાં લીંબૂના રસના ટીપા પણ ઉમેરો. આ મિશ્રણને ચામડીના ટૈનિંગથી પ્રભાવિત ભાગ પર લગાવો. સુકાઈ ગયા પછી પાણીથી ધોઈ નાખો. અઠવાડિયામાં એકવાર આનો ઉપયોગ કરવાથી ચામડીની ટૈનિંગમાં ઘણો ફેર જોવા મળશે.

4) ટામેટાનો ઉપયોગ

ટામેટાને બે ભાગમાં કાપી લો. ટામેટાના અંદરના ભાગને તમારી ચામડી પર એવી રીતે ઘસો કે ટામેટાના બીજ અને અંદરનો રસ તમારી ચામડીના સંપર્ક આવે. આનાથી ચામડીનો રંગ પણ ઉઘડશે અને ટૈનિંગની સમસ્યા પણ દૂર થશે.

4) પપૈયાનો ઉપયોગ

પપૈયું માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી હોતું, પરંતુ તે ચામડીનો રંગ ઉઘડવા પણ કામમાં આવે છે. પપૈયા દ્વારા ટૈનિંગ હટાવવા માટે તમે થોડા પપૈયાની પેસ્ટ કરીને હાથ પર લગાવી દો. આમ કરવાથી તમારા હાથ પરથી ટૈનિંગ તો દૂર થશે, પરંતુ સાથે સાથે તમારી ચામડીને જરૂરી પોષણ પણ મળશે.

21 મી સદી એ જ્ઞાનની સદી છે અને જ્ઞાન એ જ 21 મી સદીનું ધન છે.” આવા જ અન્ય અવનવા જ્ઞાનવર્ધક લેખ નિયમિત રીતે વાંચતા રહેવા માટે અમારા ફેસબુક પેજ ઉડાન ટાઈમ્સ (Udaan Times) ને લાઈક કરો તથા આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *