Health Tips

વાળ ખરતા થઈ જશે બંધ, બસ અપનાવી લો આ પાંચ ઘરેલુ ઉપાય

ઉડાન ટાઈમ્સ: આજના વધતા જતા ટેક્નોલોજી યુગમાં લોકો માતૃભાષાને ભૂલી રહ્યા છે ત્યારે ગુજરાતી ભાષા પ્રત્યે આપણું સન્માન જળવાઈ રહે અને ગુજરાતી ભાષાના વાંચન પ્રત્યે રુચિ રહે તે હેતુથી અમે અવનવા લેખો ગુજરાતી ભાષામાં આપની સમક્ષ મૂકીએ છે.

મિત્રો, જો તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છો, તો અમે જે પાંચ ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છીએ જે તમને ખૂબ જ કામ આવી શકે છે. આ પાંચ સહેલા ઉપાયોને અપનાવીને તમે પણ હેયર ફોલ (વાળ ખરવા) જેવી સમસ્યાને રોકવામાં સફળ થઈ શકો છો. અહીં આપવામાં આવેલ દરેક ઉપાયો તજજ્ઞો દ્વારા દર્શાવવામાં આવ્યા છે.

અપનાવો આ મુજબમાં પાંચ ઉપાય

1. રાત્રે આમળાંના પાવડરને પાણીમાં પલાળી દો. સવારે એમાંથી પાણી નિતારી દો. હવે આ પાવડરમાં 1-2 લીંબુ નીચોવી આ પેસ્ટથી વાળમાં મસાજ કરો.

2. લીમડાના તેલના ટીપા નિયમિત રીતે માથામાં નાખવાથી અને દરરોજ દૂધ પીવાથી પણ વાળ ખરવાની સમસ્યામાં રાહત મળી શકે છે.

3. અડદની દાળને ઉકાળો પછી તેને ઘસી-ઘસીને માથાંમાં નાખો અથવા તો મસાજ કરો. આવું દરરોજ કરવાથી પણ વાળ ખરતા ઓછા થઈ શકે છે.

4. લીંબૂ ના રસમાં વડની જટાને પીસીને પેસ્ટ બનાવો. હવે આનાથી વાળ ધોવો, પછી નાળિયેરનું તેલ લગાવો. આવું કરવાથી વાળ ખરતા ઓછા થવા લાગે છે.

5. એક ચમચી કાળા તલ અને એક ચમચી ભાંગરાનું પંચાંગ એટલે કે ફળ,  ફૂલ, પત્તિ, તના અને જડ ને જીણા પીસીને પાણી સાથે સેવન કરવાથી પણ વાળ ખરવાની સમસ્યામાં રાહત મળી શકે છે.

21 મી સદી એ જ્ઞાનની સદી છે અને જ્ઞાન એ જ 21 મી સદીનું ધન છે.” આવા જ અન્ય અવનવા જ્ઞાનવર્ધક લેખ નિયમિત રીતે વાંચતા રહેવા માટે અમારા ફેસબુક પેજ ઉડાન ટાઈમ્સ (Udaan Times) ને લાઈક કરો તથા આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *