Health Tips

દરરોજ મગદાળ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે આ અદભુત ફાયદા, જાણો તમે પણ

ઉડાન ટાઈમ્સ: આજના વધતા જતા ટેક્નોલોજી યુગમાં લોકો માતૃભાષાને ભૂલી રહ્યા છે ત્યારે ગુજરાતી ભાષા પ્રત્યે આપણું સન્માન જળવાઈ રહે અને ગુજરાતી ભાષાના વાંચન પ્રત્યે રુચિ રહે તે હેતુથી અમે અવનવા લેખો ગુજરાતી ભાષામાં આપની સમક્ષ મૂકીએ છીએ.

મગ દાળનો ઉપયોગ શરીરના ઘણી સમસ્યાઓના ઉપચાર માટે થાય છે. પ્રાચીન કાળથી જ મગ દાળનો પ્રયોગ આપણા દેશમાં કરવામાં આવે છે. મગ દાળ આપણે ત્યાં પરંપરાગત રૂપે ખવાય છે. મગ દાળમાં મેગ્નેશિયમ, ફાયબર, પ્રોટીન, વિટામિન બી, મેઁગેનીજ, કોપર, એન્ટીઓક્સીડેન્ટ વગેરે મળે છે. મગદાળનો ઉપયોગ બીજા ઘણાં બધાં ફાયદાઓ માટે પણ કરાય છે. આવો આજના આ લેખમાં મગદાળથી થતાં કેટલાક ફાયદાઓ વિશે જાણીએ.

(1) આંખો માટે

મગદાળ આંખોને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ લાભદાયક છે. આંખો માટે જરૂરી વિટામિન સી આપણને મગદાળમાંથી મળી રહે છે. તે ઉપરાંત, મગદાળમાં વિટામીન-બી6 અને વિટામિન-બી5 વગેરે પણ જરૂરી પ્રમાણમાં હોય છે. મગદાળમાં રહેલ વિટામિન-સી આંખના રેટિનાને બરાબર રાખે છે. આ પ્રમાણે મગની દાળ આંખની સાર સંભાળ માટે એક સારો વિકલ્પ છે.

(2) શૂગર ( ડાયાબિટીસ )દૂર કરવા માટે

મગની લીલી દાળ આપણા શરીરમાં  રહેલી શુગરના સ્તરને સામાન્ય રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લીલી મગની દાળ ખાવાનો ફાયદો એ છે કે શુગર આસાનીથી પચવા લાયક બને છે એટલા માટે તે લોહીમાં ભળતી નથી. મગની દાળ ખાવાથી શુગરનું સ્તર આપણા શરીરમાં સામાન્ય બની રહે છે. જેનાથી શુગરની બીમારી અટકાવી શકાય છે.

(3) હાડકાઓને મજબૂત બનાવવા માટે

મગની દાળ આપણા શરીરમાં હાડકાઓને મજબૂત રાખે છે તથા કેલ્શિયમની ઊણપ દૂર કરીને હાડકાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મગની દાળથી મળતાં કેલ્શિયમ હાડકાઓ નિર્માણમાં મદદ કરે છે.

(4) ગર્ભવતી મહિલાઓ માટે

ગર્ભવતી મહિલાઓ ને કેટલીય પરેશાનીઓનો સામનો કરવો પડે છે. એમાં મુખ્ય છે, પાચનતંત્ર નું અનિયમિય કામ કરવું. તેના લીધે ગેસ અને જલન જેવી સમસ્યા શરૂ થઈ જાય છે. આ બધાંથી છુટકારો મેળવવા મગની દાળ ખાવાનો સૌથી સરળ અને સારો ઉપાય છે.

(5) કોલેસ્ટ્રોલના નિયંત્રણ માટે

અનિયંત્રિત કોલેસ્ટ્રોલના કારણે આપણા શરીરમાં ઘણા પ્રકારની અનિયમિતતા આવે છે. હદયથી જોડાયેલી બીમારીઓ નું મુખ્ય કારણ કોલેસ્ટ્રોલ ની અનિયંત્રિતતા જ છે. મગની દાળ નાડીઓ અને કોષોમાં જમા કોલેસ્ટ્રોલમાં ઘટાડો લાવે છે અને રક્તભ્રમણમાં પણ આસાની રહે છે એટલા માટે જો તમે હૃદયની બીમારીઓથી દૂર રહેવા માંગતા હો તો તમારા ખાદ્યપદાર્થોમાં મગની દાળ નો સમાવેશ કરો.

(6) વાળને મજબૂત બનાવવા માટે

મગની દાળ વાળોને મજબૂત બનાવવા અને તેમની દેખભાળ કરવામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. મગની દાળ ખાવાથી આપણા માથાના વાળોને મૂળથી મજબૂતી મળે છે. તે ઉપરાંત, આનાથી વાળ જાડા, લાંબા અને ચમકદાર બને છે.

(7) ત્વચાને સુંદર અને મુલાયમ બનાવવા માટે

ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ મગની દાળની ભૂમિકા ખૂબ સકારાત્મક છે. નિયમિય રૂપે મગની દાળ નું સેવન કરવાથી આપણા ચહેરા પરના કાળા-ઊંડા ડાઘ અને ચિહ્નો વગેરેને દૂર થાય છે. મગની દાળનો નિયમિત ઉપયોગ આપણા માટે એંટી-એંજીગ નું કામ કરે છે, તેટલા માટે જો તમે પણ ઢળતી ઉંમરને રોકવા માંગતા હો તો મગની દાળનું સેવન શરૂ કરી દયો.

21 મી સદી એ જ્ઞાનની સદી છે અને જ્ઞાન એ જ 21 મી સદીનું ધન છે.” આવા જ અન્ય અવનવા જ્ઞાનવર્ધક લેખ નિયમિત રીતે વાંચતા રહેવા માટે અમારા ફેસબુક પેજ ઉડાન ટાઈમ્સ (Udaan Times) ને લાઈક કરો તથા આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *