Health Tips

દરરોજ ખોરાકમાં દહીં ખાવાથી થાય છે આ 10 અદભુત ફાયદાઓ, જાણો તમે પણ

ઉડાન ટાઈમ્સ: આજના વધતા જતા ટેક્નોલોજી યુગમાં લોકો માતૃભાષાને ભૂલી રહ્યા છે ત્યારે ગુજરાતી ભાષા પ્રત્યે આપણું સન્માન જળવાઈ રહે અને ગુજરાતી ભાષાના વાંચન પ્રત્યે રુચિ રહે તે હેતુથી અમે અવનવા લેખો ગુજરાતી ભાષામાં આપની સમક્ષ મૂકીએ છીએ.

દહીંનો ઉપયોગ બધા ઘરમાં થતો હોય છે. પણ શું તમને ખબર છે દહીંમાં ઘણી પ્રકારમાં પૌષ્ટીક તત્ત્વો હોય છે જેને ખાવાથી શરીરને ઘણા અદભુત ફાયદા થાય છે. દહીં માં કેલ્શિયમ, વિટામિન અને પ્રોટીન હોય છે. દૂધ કરતા પણ દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દહીં માં દૂધ કરતા પણ વધારે કેલ્શિયમ હોય છે. તે ઉપરાંત,દહીંમાં પ્રોટીન, લેકટોજ, આયર્ન અને ફોસ્ફોરસ તત્વ હોય છે. આવો આજના આ લેખમાં જાણીએ કે દહીં આપણા શરીર માટે કેટલું ફાયદાકારક છે.

નિયમિત ખોરાકમાં દહી ખાવાથી થતા ફાયદાઓ

1) દહીંમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાં માટે ખૂબ ફાયદાકારક છે. દહીં ખાવાથી દાંત પણ મજબૂત બને છે. દહીં ઓસ્ટિયોપેરિસીસ (સાંધાનો દુઃખાવો) જેવી બીમારીઓ સામે લડવા માટે પણ મદદગાર છે.

2) દહીં પેટ માટે ખૂબ ફાયદાકારક છે. દહીંમાં અજવાઈન મેળવી પીવાથી કબ્ઝ ની તકલિફ દૂર થાય છે.

3) લૂ થી બચવા માટે દહીંનો પ્રયોગ કરવામાં આવે છે. લૂ લાગે ત્યારે દહીં પીવું જોઈએ, જેથી લૂ સામે રાહત મળે છે.

4) દહીં પીવાથી પાચન શક્તિ વધે છે અને ભૂખ પણ સારી રીતે લાગે છે.

5) શરદી અને ખાંસીના કારણે શ્વાસનળીમાં ઇન્ફેકશન થાય છે. આ ઇન્ફેક્શન થી બચવા માટે દહીંનો ઉપયોગ કરવો જોઈએ.

6) મોંઢામાં પડેલી ચાંદીઓ માટે દહીં ખુબ જ સારો ઘરેલુ ઉપચાર છે. મોઢામાં પડેલા ચાંદા થી મુક્તિ મેળવવા દહીંના કોગળા કરવા જોઈએ.

7) દહીંના સેવનથી હાર્ટ (હદય) માં થતો કોરોનરી આર્ટરી રોગથી બચી શકાય છે. દહીંના નિયમિત સેવનથી શરીરમાં કૉલેસ્ટ્રોલના પ્રમાણને ઓછું કરી શકાય છે.

8) ચેહરા પર દહીં લગાવવાથી ત્વચા મુલાયમ બને છે અને ત્વચામાં નિખાર આવે છે. દહીંથી ચહેરાની મસાજ કરીએ તો તે બ્લીચની જેમ કામ કરે છે. આનો ઉપયોગ વાળોમાં કન્ડિશનરની જેમ કામ કરે છે.

9) ગરમીઓમાં ત્વચા પર સનબર્ન થયા બાદ દહીંથી મસાજ કરવું જોઈએ, તેનાથી સનબર્ન અને ટૈન (ચામડી કાળી પડી જવી) થી ફાયદો થાય છે.

10) સૂકી ત્વચાને મોચ્યુરાઈઝ કરવા માટે દહીંનો ઉપયોગ કરવો જોઈએ. જૈતુનનુ તેલ અને લીંબુના રસ સાથે દહીંને ચહેરા પર લગાવવાથી સૂકી ત્વચા મોચ્યુરાઈઝ થાય છે.

ગરમીની ઋતુમાં દહીં અને તેની બનાવેલી છાશ વધારે પ્રમાણમાં પીવી જોઈએ. કેમ કે છાસ અને લસ્સી પીવાથી પેટની ગરમી શાંત થાય છે. દહીંનો રોજ ઉપયોગ કરવાથી શરીરની બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધે છે. આમ દરરોજ  દહીં ખાવાથી આ પ્રકારના 10 ફાયદા થાય છે, તો દરરોજ આહારમાં દહીંનો ઉપયોગ કરવો જોઈએ.

21 મી સદી એ જ્ઞાનની સદી છે અને જ્ઞાન એ જ 21 મી સદીનું ધન છે.” આવા જ અન્ય અવનવા જ્ઞાનવર્ધક લેખ નિયમિત રીતે વાંચતા રહેવા માટે અમારા ફેસબુક પેજ ઉડાન ટાઈમ્સ (Udaan Times) ને લાઈક કરો તથા આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *