Health Tips

વરસાદની મોસમમાં સંભાળો પોતાનું સ્વાસ્થ્ય, જાણો વરસાદની મોસમમાં થતા રોગ અને તેનાથી બચવાના ઉપાયો વિશે

ઉડાન ટાઈમ્સ: આજના વધતા જતા ટેક્નોલોજી યુગમાં લોકો માતૃભાષાને ભૂલી રહ્યા છે ત્યારે ગુજરાતી ભાષા પ્રત્યે આપણું સન્માન જળવાઈ રહે અને ગુજરાતી ભાષાના વાંચન પ્રત્યે રુચિ રહે તે હેતુથી અમે અવનવા લેખો ગુજરાતી ભાષામાં આપની સમક્ષ મૂકીએ છીએ.

વરસાદની મોસમ આનંદ અને ઉલ્લાસની સાથોસાથ કેટલાક પ્રકારની બીમારીઓ પણ લાવે છે. ચોમાસા દરમિયાન કેટલીક પ્રકારની બીમારીઓના સંક્રમણ નો અંદેશો રહે છે. તેમાંની કેટલીક બીમારીઓના વિશે ત્યાં સુધી ખબર નથી પડતી જ્યાં સુધી તકલીફ વધી ન જાય, એટલા માટે વરસાદના મોસમની શરૂઆતમાં જ બીમારીની જાણકારી મેળવી તેમનો ઈલાજ કરવો મહત્વપૂર્ણ બની જાય છે. થોડી કાળજી રાખવાથી વરસાદમાં થનાર બીમારીઓ અને તેમનાથી થતી તકલીફોથી બચી શકાય છે. કેટલીક સામાન્ય બીમારીઓ અને તેમનાથી બચવાના ઉપાય વિશે આજના આ લેખમાં જાણીશું.

એંફ્લૂએન્જા (શરદી-ઉધરસ)

ચોમાસામાં થતી સૌથી સામાન્ય બીમારી એટલે શરદી ઉધરસ. કેટલાક અતિ સંક્રમક વાયરસ શ્વાસનળીના ઉપરના ભાગમાં સંક્રમિત થાય છે અને નાક અને ગળાને પ્રભાવિત કરે છે. રોગના લક્ષણ: ભારે નાક, પીઠ દર્દ, ગળામાં ખિસખિસાહટ, ખાંસી અને તાવ. ઉપાય: ડૉકટર ને પૂછીને જ કોઈપણ દવા લો.

બચાવ: શરદીનો સૌથી બેસ્ટ એ છે કે પર્યાપ્ત માત્રામાં તરલ પદાર્થ, પોષક અને સંતુલિત આહાર લેવો. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને રોગથી બચવામાં મદદ મળે છે. તેના માટે વિટામિન સી થી ભરપૂર ફળ અને લીલા શાકભાજીનો ખાવામાં વધુ ઉપયોગ કરવો અને સંક્રમિત વ્યક્તિથી દુર રહેવું.

ડેંગ્યુ

આ વાયરસ ટાઇગર મૉસ્ટિકો (એડીજ ઇજિપ્ટી) મચ્છરના કારણે ફેલાય છે. જે વરસાદમાં ઉત્પન થાય છે. ડેંગ્યુને “હાડકાં તોડ તાવ” પણ કહેવાય છે. લક્ષણ: ગોઠણ અને માંસપેશીઓ માં દર્દ, માથાનો દુઃખાવો, થાકી જવું, શરીર પર લાલ નિશાન, ગંભીર સ્થિતિમાં પેટનો દુઃખાવો, શરીરનાં કોઈપણ ભાગમાં રક્તસ્ત્રાવ.

ઈલાજ: ડેંગ્યુના માટે કોઈ ખાસ એન્ટિબાયોટિક અથવા એન્ટીવાયરલ દવા નથી. તેનાં લક્ષણોના જ ઈલાજ થાય છે. આરામ કરવો અને તરલ પદાર્થ લેવો મહત્વપૂર્ણ છે. દર્દ અને સોજા માટે કોઈપણ પ્રકારની દવા લેતાં પહેલાં ડોક્ટર ની સલાહ અવશ્ય લેવી કેમકે તેનાથી રક્તસ્ત્રાવનો અંદેશો રહે છે. બચાવ: મચ્છરોને પોતાની પાસે ન આવવા દો અને પોતાના ઘરમાં અને આસપાસ પાણી એકઠું ન થવા દો.

મેલેરિયા

આ બીમારી ગંદા પાણીમાં થતાં કેટલાક વિશેષ પ્રકારના મચ્છરો ના કરડવાથી ફેલાય છે. વરસાદની મોસમમાં પાણી જમા થવું એક સામાન્ય વાત છે અને તેનાથી જ મચ્છરોને પેદા થવા માટે અનુકૂળ સ્થિતિ મળી જાય છે.

લક્ષણ: આ બીમારીમાં તાવ, શરીરનો દુઃખાવો, ઠંડી લાગવી અને સતત પરસેવો વળવાની સમસ્યા રહે છે. જો સમય પર તેનો ઈલાજ ન થાય તો કેટલા પ્રકારની બીજી પરેશાનીઓ ઉભી થાય છે- જેમકે કમળો, લોહીના કણોમાં ઘટાડો. ઈલાજ: મેલેરિયાનો ઈલાજ મેલેરિયા-રોધક દવાઓથી સફળતાપૂર્વક થઈ જાય છે.

બચાવ: મલેરીયાથી પ્રભાવિત જગ્યામાં સાવધાની રૂપે પહેલેથી જ મેલેરિયા-રોધક દવા લો. મચ્છોરોનો ઉપદ્રવ અટકાવો.

આંત્ર શોથ (ગૈસ્ટ્રોએન્ટ્રાઇટીસ)

ચોમાસાના મોસમમાં આંત્ર શોથ અને ફૂડ પોઇજનિંગ સામાન્ય બિમારી છે. લક્ષણ: આંત્ર શોથ માં સામાન્ય રીતે પેટમાં દુઃખાવો અથવા બળતરાની સમસ્યા રહે છે તથા તાવ પણ આવી શકે છે અને અશક્તિ પણ અનુભવાય છે. બચાવ: દૂષિત પાણી અને લારી-ગલ્લાનાં નાસ્તાને ખાવાનું બંધ કરો.

વાયરલ હેપેટાઇટીસ

લીવરની આ બીમારી દૂષિત આહાર અને પાણીના કારણે ફેલાય છે. લક્ષણ: તાવ, શરીર, ભૂખ ન લાગવી, ઉલટી થવી, આંખો, ત્વચા, અને મૂત્રમાં પીળાશ આવી જાય છે. બચાવ: હેપેટાઇટીસ થી બચવાનો સૌથી સારો ઉપાય છે કે ઘરે બનાવેલું ભોજન અને પીવા માટે સાફ પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ.

ટાઈફોઈડ

ટાઇફોઇડ પાણીમાં થવાવાળા બેક્ટેરિયાના સંક્રમણથી થવાવાળી એક અન્ય બીમારી છે જે સૈલમોનેલા નામના બેક્ટેરિયા ના કારણે થાય છે. આ બીમારી કોઈ સંક્રમિત વ્યક્તિના મળના કારણે દૂષિત ભોજન અથવા દૂષિત પાણીના સેવનથી થાય છે. લક્ષણ: આ બીમારીમાં લાંબા સમય સુધી તાવ, પેટમાં દુઃખાવો, માથાનો દુઃખાવો અને ઉલ્ટીની સમસ્યા રહે છે. બચાવ: ફિલ્ટર કરેલું પાણી અને ઘરે બનવેલું જ ભોજન ખાવું.

“21 મી સદી એ જ્ઞાનની સદી છે અને જ્ઞાન એ જ 21 મી સદીનું ધન છે.” આવા જ અન્ય અવનવા જ્ઞાનવર્ધક લેખ નિયમિત રીતે વાંચતા રહેવા માટે અમારા ફેસબુક પેજ ઉડાન ટાઈમ્સ (Udaan Times) ને લાઈક કરો તથા આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *