Gujarat Health Health Tips

ગાજર પરાઠા આવી રીતે બનાવો ધરે ખુશ થઈ જશે.

ગાજર પરાઠા આવી રીતે બનાવો ધરે ખુશ થઈ જશે.

સામગ્રી:

1. ૧ કપ ઘઉંનો લોટ

2. ૧/૪ કપ મેંદો

3. ૧/૪ કપ સોયાબીનનો લોટ

4. ૧ કપ ગાજરનું છીણ

5. ૧ ટેબલસ્પૂન લાલ મરચું

6. ૧/૨ ટીસ્પુન છીણેલું આદું

7. ૧ ટીસ્પુન લીંબુનો રસ

8. ૧ ટીસ્પુન ખાંડ

9. ૧ ટેબલસ્પૂન તલ

10. થોડા લીલા ધાણા

11. ૧/૨ ટીસ્પુન જીરું

12. ૧ તમાલપત્ર

13. ચપટી હિંગ

14. મીઠું, તેલ/બટર જરૂર મુજબ

બનાવવા ની રીત

1. એક કડાઈમાં એક ટેબલસ્પૂન તેલ ગરમ કરી, તેમાં હિંગ, જીરું, તલ અને તમાલપત્રનો વઘાર કરવો. પછી તેમાં આદું નાંખી ૨ મિનિટ સાંતળવું. ત્યારબાદ તેમાં ગાજરની છીણ અને મીઠું નાંખી, ધીમા તાપે છીણને ચડવા મુકવી.

2. ગાજરની છીણ ચડી જાય એટલે તેમાં મરચું, લીલા ધાણા, ખાંડ અને લીંબુનો રસ નાંખી, બરાબર મિક્સ કરી, ૨-૩ મિનિટ રાખી, ગેસ પરથી ઉતારી, ઠંડુ કરવા મુકવું.

3. હવે ઘઉંનો લોટ, મેંદો અને સોયાબીનનો લોટ મિક્સ કરી, તેમાં ગાજરનું પૂરણ, થોડું તેલનું મોણ અને થોડું મીઠું નાંખી, પરોઠા જેવો કઠણ લોટ બાંધવો.

4. ત્યારબાદ તેમાંથી મનગમતા આકારના પરાઠા વણવા. પછી તવી પર તેલ/બટર નાંખી, ધીમા તાપે પરોઠા બદામી રંગના થાય ત્યા સુધી શેકવા.

5. ગરમાગરમ પરોઠાને ટોમેટો કેચ-અપ અથવા દહીં સાથે પીરસવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *