મિત્રો આજે ખાદ્યપદાર્થનું ઉત્પાદન કરતી કંપની કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તે પોતાની પ્રોડક્ટ્સને 🤵♂️ સારી બતાવવા માટે ગ્રાહકોને કોઈ પણ રીતે ભરમાવી શકે 🤷♂️ છે. કારણ કે કંપનીને પૂરી આઝાદી છે કે તેઓ પોતાની પ્રોડક્ટ્સ માટે કોઈ પણ જાહેરાત 📺 કરી શકે છે. જેના લીધે ગ્રાહકોને તે પોતાની પ્રોડક્ટ્સ હેલ્ધી 💪 છે તેવો વિશ્વાસ અપાવતા હોય છે. પરંતુ હકીકતમાં તે ખાદ્યપદાર્થો તમારા માટે નુકશાનદેહ પણ સાબિત થઇ શકે છે. તો આજે અમે તમને પાંચ એવા ખાદ્યપદાર્થ વિશે જણાવશું કે જેને કંપની ખુબ હેલ્ધી 💪 જણાવે છે પરંતુ હકીકતમાં તે આપણા સ્વાસ્થ્યને ખુબ જ નુકશાન 😱 પહોંચાડે છે.
- ન્યુટેલા –
ચોકલેટ ફ્લેવર ન્યુટેલા 🍫 ઘણા લોકોનો ફેવરીટ ખાદ્યપદાર્થ બનવા લાગ્યો છે. ઘણા લોકો ન્યુટેલાને હેલ્ધી સમજીને સવારના નાસ્તામાં બ્રેડ 🍞 પર લગાવીને અથવા દુધમાં મિક્સ કરીને તેનું સેવન કરતા હોય છે.કંપની જણાવે છે કે ન્યુટેલા નટ્સ, 🌰 દૂધ અને કોકો પાવડરમાંથી બનાવવામાં આવે છે. તો તે દ્રષ્ટીએ ચાલો તેને હેલ્ધી પણ ગણી શકાય. પરંતુ તેના ઇન્ગ્રીડીયન્ટસ જોવામાં આવે તો તેમાં 8.6 ગ્રામ કર્બોહાઈડ્રેટ છે જેમાં 8.5 ગ્રામ કાર્બોહાઈડ્રેટ તો ખાંડ છે. મતલબ એક વખતમાં તમે બ્રેડમાં 🍴 જેટલું ન્યુટેલા લગાવો છો તો તેનો મતલબ છે કે તમે 2 ચમચી 🥄🥄 ખાંડનું સેવન કરો છો.
- બોર્નવીટા –
લગભગ બાળકોને 👶 બોર્નવીટા પીવડાવવામાં 🥛 આવતું હોય છે.બાળકોને દૂધ ન ભાવતું હોય તેથી તેને બોર્નવીટા વાળું દૂધ આપતા હોય છે.આ ઉપરાંત માતાઓ એવું વિચારે છે કે બોર્નવીટાથી બાળકના તન અને મનનો વિકાસ થાય છે પરંતુ તમને જણાવી દઈએ કે તે જ બોર્નવીટામાં માત્ર 1.4 ગ્રામ જ પ્રોટીન છે અને 17 ગ્રામ કાર્બોહાઈડ્રેડ છે. અને 17 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાં 14.6 ગ્રામ તો ખાંડ 🍚 જ છે. મતલબ તમે તમારા બાળકને પ્રોટીન નહિ પરંતુ ખાંડ જ પીવડાવો છો.🥛
- સુગર ફ્રી
સુગર ફ્રીનું ચલણ ખુબ જ વધવા લાગ્યું છે. 🍚 ડાયાબીટીશના દર્દી તેમજ જે લોકો પોતાનો વજન વધારવા નથી માંગતા તે લોકો સુગર ફ્રી ખાદ્ય પદાર્થ ખાવાનું પસંદ કરતા હોય છે. 👩⚕️ કારણ કે બધા એવું સમજે છે કે તેનો સ્વાદ ખાંડ જેવો મીઠો છે અને તેમાં 0 કેલેરી છે. પરંતુ તેને બનાવવામાં માટે ઉપયોગમાં આવતી સૌથી પહેલી સામગ્રી છે લેક્ટોસ. લેક્ટોસ દુધમાં રહેલી ખાંડ છે. માટે જો તમને દૂધ 🥛 નથી પચતું તો આ વસ્તુ તમારા માટે યોગ્ય નથી.
બીજી સામગ્રી છે aspartame. આ એક આર્ટીફીસીયલ સ્વીટનર 🧬 છે જે આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. તેનાથી ઘણી આડઅસર 🧬 થાય છે જેમકે વજન વધવો, બ્લડ પ્રેશર વધવું વગરે. આ ઉપરાંત કંપનીએ પોતે જ ચેતવણી આપી છે કે તેમાં aspartame છે જે બાળકો 👶 માટે થઇ શકે છે હાનીકારક. આ ઉપરાંત તેમાં બીજા ઘણા એવા કેમિકલનો 🧪 ઉપયોગ કરવામાં આવ્યો છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. માટે જો તમે પણ સુગર ફ્રી ખાવાનું પસંદ કરતા હોય તો આજે જ બંધ કરો. 👐
- મેગી ઓટ્સ નુડલ્સ
લગભગ લોકોની પહેલી પસંદ હોય છે 🍝 મેગી. ઘણા પ્રકારની મેગી આવવા લાગી છે. જેમ કે મેગી મસાલા નુડલ્સ,મેગી આટા નુડલ્સ,મેગી ઓટ્સ નુડલ્સ વગેરે. 🍝 મેગી પોતાના ઓટ્સ નુડલ્સને એક સ્વાસ્થ્યવધાર્ક નાસ્તો 🍝 જણાવે છે. તેના ઇન્ગ્રીડીયન્ટસ જોવામાં આવે તો તેમાં 39% જ ઓટ્સ છે જયારે 50% થી વધુ મેંદો છે. આ ઉપરાંત તેના મસાલામાં સોડીયમ હોય છે જે આપણા શરીરના પાણીને 👤 રોકી રાખે છે.જેના કારણે તે વજન વધવાનું કારણ 👤 બને છે.
- ન્યુટ્રેલાઈટ – Nutralite butter
ભારતમાં લોકો બટરના 🧈 શોખીન હોય છે. લગભગ વાનગીઓમાં બટરનો ઉપયોગ તો થતો જ હોય છે. પરંતુ લોકો બટરના 🧈 બદલામાં ન્યુટ્રેલાઈટ વાપરવા લાગ્યા છે. કારણ કે લોકોનું માનવું છે કે ન્યુટ્રેલાઈટ તે બટરનું 🧈💪 હેલ્ધી વર્ઝન છે. પરંતુ તમને જણાવી દઈએ કે અમુલ બટર દૂધ અને મીઠાથી બનાવવામાં આવે છે જયારે ન્યુટ્રેલાઈટ તો રીફાઇન તેલમાંથી 🛢️ બનાવવામાં આવે છે. જે આપણા શરીરને અનેક રીતે નુકશાન પહોંચાડે છે. આ ઉપરાંત પણ તેમાં અનેક હાનીકારક કેમિકલ ⚗️ અને ફલેવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માટે જો તમારે બટર પસંદ હોય તો તેને યોગ્ય માત્રામાં સેવન કરો પરંતુ ન્યુટ્રેલાઈટને તેનું હેલ્ધી વર્ઝન માનીને ક્યારેય ભૂલથી પણ તેનું સેવન ન કરવું.
મિત્રો, જે પણ તમે ખાઈ રહ્યો છે તે તમારા માટે યોગ્ય છે કે નહિ તેની ખાસ ચકાસણી કરવી જોઈએ. માટે તમે કોઈ પણ ખાદ્ય પદાર્થીની 🍱 ખરીદી કરો છો તો સૌથી પહેલા તેના ઇન્ગ્રીડીયન્ટસ 🔎 ખાસ ચેક કરવા. આવી જ બીજી માહિતી માટે આ “જીવન ઉપયોગી માહિતી” પેજ ને લાઈક કરો. તેમજ આ પેજ પર આવતા તમામ લેખ તમારા જીવનને વધુ પોઝીટીવ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે.