આપણા પ્રાચીન હિંદુ શાસ્ત્રો અને પુરાણોમાં 📖એવા ઘણા તથ્યો અને ઉપાય જણાવ્યા છે જેનું પાલન કરવાથી મનુષ્ય જીવન સફળ થાય છે. આપણા શાસ્ત્રોમાં ભોજન કરવાથી લઈને પૂજાપાઠ અને વસ્ત્રો પહેરવા સુધીના નિયમો જણાવવામાં આવ્યા છે. વસ્ત્રો સાથે સંબંધિત નિયમો વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યા છે જેમાં અમુક અવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું છે કે તે અવસ્થામા નિર્વસ્ત્ર રહેવું પાપ માનવામાં આવે છે.👤આજે અમે તમને એવા કામ વિશે જણાવશું જેને કપડા પહેર્યા વગર કરવાથી ખુબ પાપ લાગે છે.
- સ્નાન કરતા સમયે
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વિષ્ણુ પુરાણમાં સ્નાન કરતા સમયે,કપડા પહેર્યા વગર સુવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે.🏊♂️તેના માટે વિષ્ણુ પુરાણના બારમાં આધ્યાયમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિએ ક્યારેય કપડા પહેર્યા વગર ન્હાવું જોઈએ નહિ. પોતાને કપડાથી ઢાંકીને જ ન્હાવું જોઈએ.
આ વાતનો સંબંધ કૃષ્ણ ભગવાનની એક કથા સાથે જોડ્યો છે. જયારે ગોપીઓ નદીમાં ન્હાતી હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેના કપડા ચોરી લીધા હતા. ત્યાર બાદ તેણે ગોપીઓને સમજાવ્યું હતું કે આજે તો મેં કપડા ચોર્યા છે કાલે કોઈ અન્ય પણ કપડા ચોરી કરવાની હિંમત કરી શકે છે.🙏માટે જયારે પણ સ્નાન કરો ત્યારે કંઈ ને કંઈ કપડા પહેરીને ન્હાવું જોઈએ.
શ્રી કૃષ્ણએ પોતાની લીલામાં એવો સંદેશ આપ્યો છે કે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવાથી પાપના ભાગી બનીએ છીએ.😲કારણ કે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવાથી જળ દેવતા નારાજ થઇ જાય છે. માટે ભૂલથી પણ કપડા પહેર્યા વગર સ્નાન કરવું જોઈએ નહિ.
- નિર્વસ્ત્ર થઈને સુવું તે મહાપાપ છે
એક બાજુ વૈજ્ઞાનિક દ્રષ્ટીએ જોઈએ તો કપડા પહેર્યા વગર સુવાથી ઘણા ફાયદા થાય છે. કપડા પહેર્યા વગર સુવાથી સારી ઊંઘ આવે છે અને શરીરનું તાપમાન સ્થિર રહે છે.🧖♂️પરંતુ બીજી બાજુ વિષ્ણુ પુરણમાં કપડા પહેર્યા વગર સુવાની મનાઈ કરવામાં આવી છે. તેનું કારણ તેને ચંદામામાને જણાવ્યું છે.
વિષ્ણુ પુરણ અનુસાર કપડા પહેર્યા વગર સુવાથી 🌙ચંદ્ર દેવનું અપમાન થાય છે. આ ઉપરાંત રાત્રીના સમયે આપણા ઘરમાં આપણા પૂર્વજોની આત્માની અવર જવર રહેતી હોય છે. એવામાં તેમની આત્માઓ આપણને નિર્વસ્ત્ર સુતેલા જોઈને ભડકી જાય છે. તેમજ કપડા પહેર્યા વગર સુવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ શરીર પર પડે છે.👻માટે ભૂલથી પણ ક્યારેય નિર્વસ્ત્ર થઈને સુવું જોઈએ નહિ.
- કપડા પહેર્યા વગર કે અર્ધનગ્ન અવસ્થામાં પૂજા અર્ચના કરવી પાપ છે
ઘણા લોકો સ્નાન કર્યા બાદ પુરા વસ્ત્રો પહેર્યા વગર અર્ધનગ્ન અવસ્થામાં પૂજા અર્ચના કરવા લાગે છે. 👏આવુ કરવાથી દેવી દેવતાનું અપમાન થાય છે. શસ્ત્રો અનુસાર પૂજા અર્ચના કરતી વખતે સીવ્યા વગરના કપડા ન પહેરવા જોઈએ. અર્ધનગ્ન અવસ્થામાં પૂજા અર્ચના કરવી તે વિધિથી વિપરીત માનવામાં આવે છે. માટે પૂજા અને અર્ચનાના પવિત્ર સમયે કપડા પહેરીને પૂજા કરવી જોઈએ. 🤷♂️પિતૃની પૂજા કરતા સમયે ભીના કપડા પહેરવા સૌથી ઉચિત ગણાય છે.
- હાથ પગ ધોતી વખતે
વિષ્ણુ પુરાણ અનુસાર હાથ પગ ધોતી વખતે અથવા કોગળા કરતી વખતે કે પાણી સંબંધિત કોઈ પણ કાર્ય કપડા પહેર્યા વગર ન કરવા જોઈએ.🏊♂️કારણ કે જળ સ્ત્રોત પાસે નગ્ન અવસ્થામાં રહેવું તે પાપ માનવામાં આવે છે. પાણી પર જળના દેવતા વરુણ દેવતાનો અધિકાર હોય છે. અને જળ સ્ત્રોત પાસે નગ્ન અવસ્થામાં જવાથી વરુણ દેવતા નારાજ થઇ જાય છે. આ ઉપરાંત તેનું બીજું કારણ એ છે કે જળ ક્ષેત્રો પાસે પિતૃનું સ્થાન હોય છે.🌊તેવી જગ્યાઓ પાસે નિર્વસ્ત્ર રહેવાથી દેવતા તેમજ પિતૃ નારાજ થઇ શકે છે.
આવી જ બીજી માહિતી માટે આ 👉 “જીવન ઉપયોગી માહિતી” 👈 પેજ ને લાઈક કરો. તેમજ આ પેજ પર આવતા તમામ લેખ તમારા જીવનને વધુ પોઝીટીવ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે. નીચે 👇 આપેલું લાઈકનું બટન 👍 પણ દબાવી દેજો.. જેથી આવા જ બીજા લેખ તમને મળતા રહે. 🙏