સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે પાતળા થવા માટે ડાયેટ કરવી છે તો ખાવાનું ઘટાડવું જોઇએ. જેમાં તેઓ સવારનો નાસ્તો બંધ કરે છે, તેઓ એમ વિચારે છે કે જો તેઓ સવારનો નાસ્તો નહીં કરે તો તે પાળતા થશે. પરંતુ તે લોકો જાણતા નથી કે સવારનો નાસ્તો ન કરવાથી શરીરને સૌથી વધારે નુક્શાન થાય છે.
જે લોકો ડાયેટ કરે છે કે કરવા ઇચ્છે છે. તે લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઇએ કે સવારે ભરપેટ ભોજન(બ્રેકફાસ્ટ), બપોરે મધ્યમ ભોજન(લંચ), અને રાત્રીમાં હળવું ભોજન(ડિનર). આ પ્રકારે ખોરાક હશે તો ક્યારેય તકલીફ નહીં રહે. સવારે નાસ્તો કરવો ખૂબ જ જરુરી છે. આપણા સારા સ્વાસ્થ્ય માટે સવારે હેવી નાસ્તો કરવો જોઇએ. સવારે ખાલી પેટ રાખવાથી સ્વાસ્થ્યને નુકશાન પહોંચી શકે છે.
- નાસ્તાનો સમયઃ
આયુયાર્વેદ એમ કહે છે કે, જેમ સુરજ ઊંચે ચડે તેમ તેની જઠરાગ્નિ તેજ થાય છે, તેથી બને તો વહેલો નાસ્તો જ કરી લેવો. જો તમે વહેલો સવારે નાસ્તો કરતા નથી અથવા તો સવારમાં ખૂબ જ મોડો નાસ્તો કરો છો તો તેનાથી તમને અલ્સરની બીમારી થઇ શકે છે. અલ્સરથી બચવા માટે દરેક વ્યક્તિએ સવારનો નાસ્તો 8 વાગ્યા સુધીમાં કરી લેવો જોઇએ.
- સવારનો નાસ્તો કેવો લેવો જોઇએ?
તમે રાતભર સુતા હોય તે દરમિયાન તમારુ પેટ ખાલી થઇ ગયું હોય છે. જેના કારણે સવારે તમારુ શરીર પોષક તત્વની રાહે હોય છે. સવારનો નાસ્તો તમારા ગ્લુકોઝના સ્તરને બેલેન્સ કરે છે, તેમજ પાચનક્રિયા સક્રિય બનાવે છે.
સવારનો નાસ્તો પોષક યુક્ત અને હેવી હોવો જોઇએ. સવારના નાસ્તામાં ભાખરી, રોટલી સાથે ઘી-માખણ પણ લઇ શકો છો. પરંતુ વધારે પડતો ગળ્યો પદાર્થ ન લેવો જોઇએ. આ ઉપરાંત તમે સવારે સલાડ, દાળ, પૌઆ, મકાઇ, દૂધ, તાજા ફળો, ઉપમા, ફણગાયેલા કઠોળ વગેરે લઇ શકો છો. તેનાથી શરીરને દરેક પોષક તત્વ મળી રહે છે.
સવારે નાસ્તો ન કરવાથી થતુ નુકશાન
- એસીડીટી થાય છે
સવારનો નાસ્તો ન કરવાથી એસીડીટી થઇ શકે છે. આખી રાત ખાલી પેટ રહેવાથી એસિડની માત્રા વધી જાય છે. ઘણા એસિડનું કામ ખોરાકને પચાવવાનું છે. પરંતુ જ્યારે તમે ખાતા નથી ત્યારે તે એસીડીટી થાય છે. તેથી એસિડિટી પાછળ આ નાસ્તાનું કારણ પણ કદાચ રહેલું હોય શકે છે.
- વજન વધારે છે
નાસ્તો ન કરવાથી શરીરની મેટાબોલિઝમ સીસ્ટમ ધીમી પડી જાય છે. જેનાથી શરીરીની કેલરી બર્ન કરવાની કેપેસીટી ઓછી થઇ જાય છે. પણ ઘણા લોકોના શરીર પર એવી પણ અસર થાય છે કે, તે સવારે નાસ્તો ના કરે તો તેનું શરીર પાતળું પણ થઈ જાય છે. તે અસર કેવી થાય છે તે આપના શરીરની તાસીર પર આધાર રાખે છે. પણ મોટા ભાગે વજન વધવાની સમસ્યા સામે આવતી જોવા મળે છે.
- હાર્ટ એટેક આવવાની સંભાવના
સવારનો નાસ્તો ન કરવાથી હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે. અમેરિકન અભ્યાસ અનુસાર, નાસ્તો ન કરતા લોકોને હાર્ટએટેકની સમસ્યાનો ખરો 27 ટકા સુધી વધી જાય છે. નાસ્તો ન કરવાથી વજન વધે છે. જેના કારણે હાર્ટ પર ખરાબ અસર પડે છે.
- ડાયાબીટીસની સમસ્યા અને એનર્જીની ઉણપ
સવારનો નાસ્તો ન કરવાથી ડાયાબીટીસનો રોગ થઇ શકે છે. નાસ્ચો ન કરવાથી ટાઇપ 2 ડાયાબીટીસ થવાનો ભય 54 ટકા સુધીનો રહે છે. નાસ્તો ન કરવાથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય છે. જેના કારણે દિવસ દરમિયાન એનર્જીની ઉણપ થાય છે અને થાક લાગે છે.
- મગજ ખરાબ થાય છે
સવારનો નાસ્તો ન કરવાથી મગજને પર્યાપ્ત ન્યુટ્રીશન અને એનર્જી મળતી નથી. જેના કારણે મગજના ફંક્શન વ્યવસ્થિત રીતે કામ કરી શકતા નથી. જેના કારણે કોઇ પણ કામના મન ન લાગવાથી સમસ્યા સર્જાઇ શકે છે. ઘણી વખત આળસ કે એકાગ્રતામાં કમી પણ જોવા મળે છે. તેથી સવારે હેલ્ધી નાસ્તો જરૂર કરવો.
- માઇગ્રેનની સમસ્યા
સવારનો નાસ્તો ન કરવાથી માઇગ્રેનની સમસ્યા થઇ શકે છે. સવારનો નાસ્તો ન કરીએ તો પેટ વધારે સમય માટે ખાલી રહે છે. તે દરમિયાન ગ્લુકોઝના સ્તરને બેલેન્સ કરવા માટે હોર્મોન્સ રિલિઝ થાય છે. જેનાથી બ્લડપ્રેશર વધે છે તથા માઇગ્રેન એટેક આવી શકે છે.
- ડિપ્રેશનની સમસ્યા
શિકાગો યુનિવર્સિટી દ્વારા થયેલા રિસર્ચ અનુસાર, નાસ્તો ન કરવાથી વ્યક્તિને વધારે ભૂખ લાગે છે. તેવી સ્થિતિમાં લોકો ફાસ્ટફૂડ ખાઇ લેતા હોય છે. તેનાથી ડિપ્રેશન જેવી ઘણી બીમારીનો ભય વધી શકે છે. માટે જો બની શકે તો નાસ્તો જરૂર સવારે કરવો.
- વાળ ખરવાની સમસ્યા
નાસ્તો ન કરવાથી આપણા શરીરને બધા પ્રોટીન મળતા નથી. જેના કારણે આપણા વાળ ખરવાનું શરુ થઇ જાય છે. તેથી જો તમારે સ્વસ્થ્ય વાળ જોઇતા હોય તો સવારનો નાસ્તો ક્યારેય ન ટાળવો. આવી જ બીજી પોસ્ટ મેળવવા માટે નીચે આપેલું લાઇકનું બટન જરૂર દબાવી દેજો. જેથી આવી બીજી મહત્વની પોસ્ટ આપ મિસ ના કરો.