કૃષ્ણ અને સુદામાની મિત્રતાના કિસ્સાઓ વિશે તો બધા જાણતા જ હશો.🤔બંને એક સાથે રમતા, કામ કરતા અને એક બીજા માટે કંઈ પણ કરવા તૈયાર રહેતા.🫂આજે લોકો મિત્રતા માટે કૃષ્ણ સુદામાની મિત્રતાનું ઉદાહરણ આપે છે.
આમ જોઈએ તો સુદામાથી વધારે ધનવાન કોઈ નથી કારણ કે તેમને ભગવાન શ્રી કૃષ્ણનો સાથ પ્રાપ્ત થયો હતો.✋ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાને મિત્રતાની અમુલ્ય ભેટ આપી હતી. પરંતુ બીજી બાજુ ભૌતિક દ્રષ્ટીએ જોવામાં આવે તો સુદામા ખુબ જ ગરીબ રહ્યા હતા. તેમની પાસે રહેવા માટે ઘર ન હતુ, તન ઢાંકવા માટે પુરા વસ્ત્રો ન હતા તેમજ પેટ ભરવા માટે પુરતું ભોજન પણ ન હતું.🍱
પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે સુદામાની ગરીબીનું કારણ શ્રી કૃષ્ણ હતા.😲આજે અમે તમને જણાવશું કે કઈ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની ગરીબીનું કારણ રહ્યા હતા. અને શું કામ સુદામા જાતે ગરીબ બન્યા?
એક પૌરાણિક કથા અનુસાર 📖એક ગરીબ બ્રહ્માણી હતી જે પોતાનો ગુજારો ભીખ માંગીને કરતી હતી.👵પરંતુ એક દિવસ એવો સમય આવ્યો કે પાંચ દિવસ સુધી તેને કોઈ પણ ભીખ ન મળી. અને છઠ્ઠા દિવસે તેને એક મુઠ્ઠી ચણા મળ્યા.કુટિયા સુધી પહોંચતા પહોંચતા રાત થઇ ગઈ.
ત્યાર બાદ બ્રાહ્મણીએ વિચાર્યું રાત્રે ચણા નથી ખાવા. સવારે વહેલા ઉઠીને ભગવાનને ભોગ લગાવ્યા બાદ આ ચણા ખાઇશ. એવું વિચારીને ચણા પોટલીમાં બાંધીને સુઈ ગઈ.🛌રાત્રે અમુક લોકો ચોરી કરવાના ઈરાદાથી બ્રાહ્મણીની કુટિયામાં આવ્યા. ચોર ચણાની પોટલીને સિક્કાની પોટલી સમજીને સાથે લઇ ગયા. ચોરનો અવાજ સાંભળીને બ્રાહ્મણીની ઊંઘ ઉડી ગઈ. બ્રાહ્મણીએ શોર મચાવવાનું શરુ કર્યું અને ચોર ભાગી ગયા.🏃♂️પકડાઈ જવાના ડરથી ચોર સાંદીપની આશ્રમમાં છુપાયા .જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા શિક્ષા ગ્રહણ કરતા હતા.
આશ્રમમાં અવાજ સંભળાતા ગુરુમાતાને લાગ્યું કે આશ્રમમાં કોઈ આવ્યું છે.🤷♀️અને ગુરુમાતાને આવતા જોઇને ચોર તે પોટલી ત્યાં છોડીને ભાગી ગયા. સવારે ગુરુમાતા આશ્રમની સાફ સફાઈ કરતા હતા ત્યારે તેમને તે ચણાની પોટલી મળી. તે પોટલી ગુરુમાતાએ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા જંગલમાં લાકડા કાપવા માટે ગયા 🪵ત્યારે આપી તેમને આપી દીધી.જેથી રસ્તામાં ભૂખ લાગે તો ચણા ખાઈ શકે.
તો બીજી બાજુ બ્રાહ્મણી ભૂખ થી તડપતી હતી. 🧟♀️દુઃખી થઈને બ્રાહ્મણીએ ભૂખ્યા પેટે તેને શ્રાપ આપ્યો કે જેને પણ મારી ચણાની પોટલીમાંથી ચણા ચાખ્યા છે તે દરિદ્ર થઇ જશે.
જેવી તે પોટલી સુદામાએ પોતાના હાથમાં લીધી તેઓ સમજી ગયા કે આ પોટલી સાથે શ્રાપ જોડાયેલો છે. સુદામાએ વિચાર્યું કે જો શ્રી કૃષ્ણ આ ચણા ગ્રહણ કરશે તો 🤔આખી શ્રુષ્ટિ ગરીબ થઇ જશે. આવું વિચારીને સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણને એક પણ ચણો ચાખવા ન દીધો અને બધા ચણા પોતે ખાઈ ગયા. આ રીતે સુદામાએ સાચી મિત્રતા નિભાવતા પોતાના મિત્ર માટે થઈને દરિદ્રતાનો શ્રાપ પોતાના માથે લઇ લીધો.🤫ત્યાર બાદ ભગવાન વાસુદેવે સુદામાને આ શ્રાપથી મુક્ત કર્યા હતા.
અમુક કથા અનુસાર એવું પણ જાણવા મળે છે કે ભૂખના કારણે સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણથી છુપાઈને તે બધા ચણા ખાઈ ગયા હતા. 😲તે કથા અનુસાર એવું જણાવવામાં આવ્યું છે કે શ્રાપના રહસ્યથી તેઓ સંપૂર્ણ રીતે અજાણ હતા.🙏 આ એક લોકકથા અનુસાર આવું જાણવા મળેલું છે. આ ઘટના સંપૂર્ણ પણે સત્ય હોય તેવું સમર્થન અમે નથી કરતા.
જો આ ઘટના તમને ગમી હોય તો, નીચે આપેલ બટન દબાવીને “જીવન ઉપયોગી માહિતી’ પેજ લાઈક કરી લેજો. તમને આવી અવનવી માહિતી જરૂર જાણવા મળશે. સાથે સાથે હેલ્થ રિલેટેડ અને ભગવાનની રહસ્યમય કથાઓ પણ જાણવા મળશે.