Business Entertainment Facts

મેથીના ઢેબરા આવી રીતે બનાવો જોતા ની સાથે મોઢાં મા પાણી આવી જશે.

મેથીના ઢેબરા આવી રીતે બનાવો જોતા ની સાથે મોઢાં મા પાણી આવી જશે.

 

સાધન સામગ્રી

1. ૨૫૦ ગ્રામ બાજરાનો લોટ (૨-કપ)

2. ૧૭૫ ગ્રામ ઘઉંનો લોટ (૧-૩/૪ – કપ)

3. ૧૦૦ ગ્રામ રવો (૩/૪ કપ)

4. ૭૫ ગ્રામ મકાઈ નો લોટ (૧/૩ – કપ)

5. ૨ કપ લીલી મેથી (બારીક સમારેલી)

6. ૧ ટે.સ્પૂન તલ (સફેદ)

7. ૧/૨ નાની ચમચી જીરૂ

8. ૨૦૦ ગ્રામ ખાટું દહીં (૧ –કપ)

9. ૧ નાની ચમચી ગોળ

10. ૧ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

11. ૨ લીલા મરચાં

12. ૧ નાનો ટુકડો આડું (૧-ઈંચ લંબાઈમાં)

13. ૧/૪ નાની ચમચી લાલ મરચાનો પાઉડ૧/૪ ચમચી હળદર પાઉડર

14. તેલ ઢેબરા તળવા માટે જરૂરી

બનાવવા ની રીત

1. બાજરાના લોટમાં ઘઉંનો લોટ, મકાઈનો લોટ અને રવો એક ચારણીથી ચાળી અને એક વાસણમાં મિક્સ કરવો.

2. મેથીને ધોઈ ને તેના પાન પરથી પાણી હટાવી અને બારીક સમારી લેવી. મરચાં ની ડાળખી તોડી મરચાંને ધોઈ ને તેમાંથી બી કાઢી અને બારીક સમારી લેવા. આદુને છીણી અને તેની પેસ્ટ બનાવી લેવી. દહીંમાં ગોળ મિક્સ કરી દેવો.

3. લોટમાં વચ્ચે ખાડા જેવી જગ્યા કેરી તેમાં જે ગોળ દહીંમાં મિક્સ કરેલ તે દહીં, ૧-ટે.સ્પૂન તેલ, બારીક સમારેલી મેથી અને બધીજ બાકી રહેલ સામગ્રી (મસાલા) અંદર નાખી અને સારી રીતે મિક્સ કરી અને તેમાં જરૂરી પાણી ઉંમેરી અને પૂરીના લોટ જેવો મસળી ને લોટ બાંધવો.

4. લોટને ગૂંથી લીધા બાદ લોટને ૧/૨ કલાક માટે ઢાંકી ને રાખી દેવો. (લોટ ફૂલી જશે અને સેટ થઇ જશે) ત્યારબાદ, લોટને ફરી મસળી ને લોટના લીંબુના આકાર જેવડા નાના લુઆ/ગોળા પાડવા.

5. જે થેપલા જેવા આકારમાં મોટા પતલા વણવા અને ત્યારબાદ તાવીમાં બંન્ને બાજુ બ્રાઉન થાય તેમ શેકવા અને તૈયાર થઇ ગયા બાદ પ્લેટમાં રાખી દેવા. ઢેબરા અથાણા ની સાથે કે ચટણી સાથે ખાઈ શકાય. થેપલા જેવા ઢેબરા ને બટેટા વટાણા ના શાક સાથે પણ ખાઈ શકાય છે.

6. નોંધ : જો તમે પસંદ કરો તો આદુ – લસણ અને લીલા મરચાની પેસ્ટ બનાવી અને તે પણ મસાલા સાથે ઉપયોગમાં લઇ શકાય છે. જેનો સ્વાદ પણ અનેરો આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *