Facts Jeevan Charitra

નવી વહુ આવે ત્યારે દરેક સાસુએ આ 7 બાબત ખાસ ધ્યાન રાખવી, નહિ તો ખુબ પસ્તાશો.

દરેક માં ને પોતાના દીકરાના લગ્ન ધામધુમથી અને દુનિયાની સૌથી સુંદર અને સુશીલ કન્યા સાથે થાય એવી ખુબ ઈચ્છા હોય છે, એ માતા જાતજાતના કીમિયા પણ સગા વ્હાલાઓ પાસે કરતી હોય છે, જેમાં ક્યારેક ખોટું બોલવું, દીકરાની કોઈ કમી છુપાવવી, ઘરનું કોઈ રહસ્ય છુપાવવું વગરે જેવી બાબતો શામિલ હોય છે. તો આજ આપણે એ વિશે જ વાત કરવા જી રહ્યા છીએ કે દરેક સાસુએ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જેથી નવી વહુ આવે ત્યારે પસ્તાવું ના પડે.  

(1) આપણા દીકરાની જયારે પણ લગ્નની વાત ચાલતી હોય છે ત્યારે જે પણ આપણો પ્રોબલમ હોય તે દીકરી વાળાને સાચ્ચો કઈ દેવાનો નહિ તો, એ આગળ જઈને તમે તકલીફમાં મુકાશો જેમ કે, આપણો છોકરો જે પણ કમાતો હોય એ સાચું કઈ દેવાનું પગાર ૧૫ હજાર હોય તો આપડે ૫૦ હજાર નહિ કહેવાનો. આપડી જેટલી હેસિયત છે એટલીજ દીકરી વાળા ને કઈ દેવાય કેમ કે મોટું થવામાં બહુ સારું નથી.
(2) છોકરીને પણ જે આપણે કહ્યું હોય એમ ના કરીએ તો પ્રોબલમ આવે જેમ કે તમે છોકરીને જોવા ગયા ત્યારે કીધું હોય કે છોકરીને ભણવું હોય તો અમે ત્યાં જઈને પણ ભણાવીશું કે નોકરી કરવી હોય તો નોકરી પણ કરવા દેશું અને લગ્ન પછી એવું ના કરીએ તો છોકરી અને એમના ફેમેલી ઉપર ખરાબ અસર પડે છે અને જો તમારે આગળ ભણવા ના દેવી હોય તો પેલેથી જ ના કરી દેવાની એટલે એ વાત એમને પણ ખોટી ના લાગે.

(3) નવી વહુ આવે ત્યારે તમે તેમને પીયર જવામાં રોકટોક ના કરતા કેમકે જ્યારે એમના લગ્ન થાય ત્યારે પછી પણ એમને તેના માં-બાપની પણ ચિંતા થતી હોય છે એટલા માટે રોકટોક થોડી ઓછી કરવી પડે એવું કરવું. અને નવા નવા લગ્ન બાદ માં-બાપની યાદ પણ ઘણી આવે છે માટે તેને પિયર જવા દેવામાં બહુ રોકટોક ના કરવી.
(4) નવી વહુ આવે ત્યારે તમારા ફેમેલીમાં કઈ પણ નવું કામ આવે કે કોઈ નિર્ણય લેવાનો થાય ત્યારે એમનો અભિપ્રાય લો. એ પણ તમારા ઘરનું  સદસ્ય બની ને આવી છે અને એમનો પણ હક બને છે કે એ કઈ બોલે એમને તમે દબાવીને ના રાખતા.

(5) જયારે નવી વહુ એક ઘરથી બીજા ઘરે જાય છે ત્યારે તેને થોડી કામ કરવા માં તકલીફ થાય છે. એમના ઘરે જેમ એ કામ કરતી હોય અને તમારા ઘર માં કામ કરવા નો હજુ તેને અનુભવ ના થયો હોય ત્યારે થોડા દિવસ એમને એવા મેણા મારવાનું બંધ કરો કે, “કામ માં ઢીલી છે”. “કઈ નથી આવડતું”. તમારા ઘરની આદત પડવામાં સમય લાગે છે. એટલે થોડા ટાઇમ માટે એમને જે પણ કામ કરતી હોય એમાં સાથ આપો અથવા કઈ ખોટું કરતી હોય તો સલાહ આપો પણ મેણા મારવા નું બંધ કરજો.
(6) બીજી વાત જયારે પણ તમારા ઘરે પુત્ર કે પુત્રી નો જન્મ થાય બાદ, વહુ જયારે ઘરકામ કરતી હોય છે ત્યારે નાના છોકરાને ડાઈપર બદલી દે કે એને સાફ કરી દે એવી બુમો ના પાડતા કેમકે, વહુ ત્યારે બીજા કામમાં બીઝી હોય છે. ત્યારે થોડું કામ તમારે પણ કરવું જોઈએ તમે ના હોવ ત્યારે તો એ જ કરશે અને તમે હોવ ત્યારે  થોડી એમની  મદદ કરશો તો તેને પણ સારું લાગશે તમારી આ મદદથી.

(7) વારંવાર વહુની સામે દીકરીના વખાણ કરીને વહુને નીચું દેખાડવાની કોશિશ ના કર્યા કરવી, કેમ કે, ગઢપણમાં તમને વહુ જ સાચવશે. માટે વહુ સાથે પણ દીકરી જેવું જ વર્તન કરો. જો તમે વહુની સાસુ મટીને માતા બનશો તો તે જ વહુ તમને પણ એક દીકરીની જેમ જ સાચવશે તે વાત પણ પાક્કી.

તો આ હતા એ સાત મુદ્દા જે નવી વહુ આવે ત્યારે દરેક સાસુએ ધ્યનમાં રાખવા જેવા હતા, તમને આ મુદ્દા કેવા લાગ્યા એ કોમેન્ટમાં જણાવો, બાદ માં “નવી વહુએ સાસરિયામાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ” એ વિષે ના મુદ્દા જાણવા હોય તો કોમેન્ટમાં “PART-2” એ રીતે લખો.આવતીકાલે એ મુદ્દા વિષે પણ લેખ લખીશું. આવા જ સરસ લેખ વાંચવા લાઈક કરો “ગુજરાત ન્યુઝ અને માહિતી” પેજ ને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *