શરીર પર પોતાની ઠંડી અસર માટે જાણીતું નારિયેળ પાણી હળવું અને તરસ છીપાવનારું હોય છે. શરીરમાં ઉર્જાના સ્તરને જાળવવા માટે નાળિયેર પાણી સૌથી શ્રેષ્ઠ પીણું છે. નાળિયેરમાં વિટામિન, ડાઇટરી ફાઇબર અને મિનરલનું ભરપૂર મિશ્રણ હોય છે. પહેલાના સમયમાં નાળિયેરનો ઉપયોગ પરંપરાગત દવા તરીકે પણ થતો હતો. સુકા નાળિયેરમાંથી તેલ પણ કાઢવામાં આવે છે જેની માલિશ ત્વચા અને વાળ માટે ખૂબ જ સારી છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક: ડાયાબિટીસના દર્દીઓ માટે નાળિયેર પાણીનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં હાજર પોષક તત્વો શરીરમાં ખાંડની માત્રાને નિયંત્રિત રાખે છે. જેનાથી બોડીની શુગર વધતી નથી તેમજ ડાયાબીટીસ વધતી નથી. પણ વધુ ડાયાબીટીસ હોય તો ડોક્ટરની પરમીશન લઈને નારીયેલ પાણી પીવાનું રાખો.
હૃદયના દર્દીઓ માટે છે ફાયદાકારક: હૃદયને સ્વસ્થ રાખવા માટે નાળિયેર પાણીનું સેવન ખૂબ જ જરૂરી છે. નાળિયેર પાણીનું સેવન હાયપરટેન્શન અને સ્ટ્રોકના જોખમને દૂર કરવામાં મદદગાર થાય છે. નારીયેલ પાણી પીવાથી હદય રોગ સામે લડવાની શક્તિ મળે છે. તે માટે નારીયેલ પાણી સૌથી બેસ્ટ ઉપાય છે.
પથરીના દર્દ માટે છે ફાયદાકારક: કિડનીને સ્વસ્થ રાખવા માટે નાળિયેર પાણીનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. તેમાં હાજર પોટેશિયમ, મિનરલ અને મેગ્નેશિયમ કિડનીમાં થનારી પથરીને મટાડે છે. તેના સેવનથી કિડનીમાં પથરી વધવાની સંભાવના પણ ઘણી ઓછી થઈ જાય છે. માટે પથરીમાં નારીયેલ પાણીનું સેવન કરતા રહેવું જોઈએ.
ત્વચાની ચમક વધારવા માટે: નાળિયેર પાણી પીવાથી ત્વચાની કોમળતા બની રહે છે. ડાઘ, ફોલ્લીઓ, ખીલ, કરચલીઓ, ગળામાં દુખાવો અને ખરજવા પર બે થી ત્રણ અઠવાડિયા સુધી નારિયેળ પાણી લગાવવાથી ત્વચા નાજુક થાય છે. ઘણી યુવતીઓ પણ પોતાની ત્વચાની ચમક વધારવા માટે નારીયેલ પાણીનું સેવન કરતી હોય છે.
જાડાપણું ઓછું કરવા મદદરૂપ: વધતા વજનને રોકવામાં પણ નાળિયેર પાણી ખૂબ મદદગાર સાબિત થાય છે. તેમાં ખૂબ ઓછી કેલરી હોય છે. આ સિવાય નાળિયેર પાણી પીવાથી લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી. તેમજ શરીરમાં વધુ શુગર કે કેલેરી નથી જમા થતી. જેનાથી શરીરનો શેપ એકદમ કુદરતી આકારમાં રહે છે જેથી વજન વધતો નથી.
થાઇરોઇડ હોર્મોનને રાખે છે સંતુલિત: થાઇરોઇડ હોર્મોન સંતુલિત રાખવામાં નાળિયેર પાણી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સવારે ઉઠીને નાળિયેર પાણી પીવાથી થાઇરોઇડ હોર્મોન નિયંત્રિત રહે છે. ચેપી રોગોને રોકવામાં મદદરૂપ – નાળિયેર પાણીમાં હાજર એન્ટી વાઈરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ફલૂ અને હર્પીઝ જેવા ચેપી રોગો સામે લડવામાં મદદગાર બને છે.
મગજ માટે ફાયદાકારક છે નાળિયેર પાણી. નાળિયેર પાણી માનવ મગજ માટે અમૃત સમાન છે. નાળિયેર પાણીના નિયમિત સેવનથી મગજને સારું પોષણ મળે છે. તેનાથી યાદશક્તિ વધે છે. માટે નારીયેલ પાણી બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌને ફાયદો આપે છે. યુવાનોએ પણ નારીયેલ પાણી ખુબ નિયમિત રીતે પીવું જોઈએ.
ઘરડાપણું અટકાવવા મદદરૂપ: વૃદ્ધાવસ્થાના પ્રભાવોથી બચવા માટે નાળિયેર પાણીનો ઉપયોગ ઘણો ફાયદાકારક છે. તેમાં હાજર સાઇટોકીનીન્સ કોષો પર સકારાત્મક અસર કરીને વધતી ઉંમરની અસરને ઘટાડે છે. એસિડિટીથી બચવા માટે: નાળિયેર પાણીના સતત સેવનથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે. તેનાથી પેટની અંદરનો અસ્તર પણ ઠંડો રહે છે જેના કારણે એસિડિટીની સમસ્યા દૂર થઈ જાય છે.
રોગપ્રતિકારક ક્ષમતા વધારવા: નાળિયેર પાણી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. નાળિયેર પાણી ખનિજ ક્ષારથી ભરપૂર હોય છે જેનાથી શરીરની લગભગ દરેક જરૂરિયાતો પૂર્ણ થઈ જાય છે. તેમજ તેમાં હાનીકારક તત્વોનું પ્રમાણ હોતું જ નથી, તેથી શરીરને બધી રીતે ઉપયુક્ત પોષણ આપે છે.
આવી જ બીજી માહિતી માટે આ “જીવન ઉપયોગી માહિતી” પેજ ને લાઈક કરો. તેમજ આ પેજ પર આવતા તમામ લેખ તમારા જીવનને વધુ પોઝીટીવ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે. નીચે આપેલું લાઈકનું બટન પણ દબાવી દેજો.. જેથી આવાજ બીજા લેખ તમને મળતા રહે.