🧘♀️આપણે બધા જાણીએ છીએ કે, સવારે વહેલા ઉઠવુ જોઇએ. હિન્દુ ધર્મમાં સવારે વહેલા ઉઠવાનું કહેવામાં આવે છે, તેના અનેક ફાયદા છે. જે વ્યક્તિ વહેલા સવારે ઉઠે છે તેનું મન પ્રફૂલ્લિત રહે છે, સારા વિચારો આવે છે, વગેરે જેવા કારણો તો આપણે જાણીએ જ છીએ પરંતુ આપણા જ્ઞાન અને નિત્ય ક્રમમાં તથા સનાતન ધર્મમાં વહેલા ઉઠવાનો નિર્દેશ શા-માટે કરવામાં આવ્યો છે તેના વિશે આપણે ચર્ચા કરીએ.
🧘♀️હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓ છે. જેમાં મૂળ ભગવાનની વાત કરીએ તો બ્રહ્મા-વિષ્ણુ-મહેશ જ છે. શિવમાંથી જ શક્તિ ઉત્પન્ન થઇ છે, તથા અન્ય દેવી દેવતા પણ મૂળ આ ત્રણેય ભગવાનના જ રુપ છે કે અંશ છે એમ પણ કહી શકાય. પરંતુ હાલની વાત કરીએ તો લોકો પોતાની શ્રદ્ધા અને ભાવ અનુસાર અનેક વિવિધ સંપ્રદાયોમાં આસ્થા રાખતા થઇ ગયા છે.
🧘♀️પહેલા તો પ્રશ્ન એ થાય કે સવારે વહેલા તો ઉઠીએ જ છીએ પરંતુ બ્રહ્મ મુહુર્તમાં ઉઠીએ છીએ ખરા? સવારે વહેલા 4 વાગ્યાથી 5.30 સુધીના સમયને બ્રહ્મ મુહુર્ત કહેવામાં આવે છે. આ સમયે મોટાભાગે વેદ ધ્યાન, યોગાભ્યાસ, આધ્યાત્મિક ક્રિયાઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયે ઉઠવું સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. વેદોમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે જાગતા વ્યક્તિ પાસે શારિરીક અને માનસિક રોગ જીવનભર દૂર રહે છે.
બ્રહ્મ મુહુર્તમાં ઉઠવાથી આ અમુલ્ય વસ્તુ પ્રાપ્ત થાય છે
🧘♀️ આયુર્વેદ અનુસાર તે સમયે આવતો પવન ચંદ્રના🌝 કિરણોથી તે વાયુ અમૃત કણોથી સજ્જ હોય છે, જેને ચાંદની🌙 કહેવાય છે અને આ સમયને અમૃત સમય કહેવામાં આવે છે. તે સમયની હવામાં 41% ઓક્સિજન, 55% નાઇટ્રોજન અને 04% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. સૂર્યોદયની સાથે જ સમસ્ત વાયુ મંડળમાં પરિવર્તન થઇ જાય છે. તેના ફળ સ્વરુપે માનસિક એકાગ્રતા અને શાંતિનો🧘♀️અનુભવ કરાવે છે. આ અમૂલ્ય વસ્તુ તમને સિવાય એક પણ સમયે નથી મળી શકતી. આ અમૂલ્ય વસ્તુ માટે જ રાજા મહારાજાઓ પણ આ સમયે જાગી જતાં.
🧘♀️બ્રહ્મ મુહુર્તમાં ઉઠવાથી લોકોની ઉંમર 125 વર્ષ સુધી પણ થઇ શકે છે. તેનુ એક જ કારણ છે કે ત્યારે લોકો જો ઉઠે તો તેના શરીરને શુદ્ધ ઓક્સીજન મેળવી શકે છે, તે સમયે ચંદ્રની ચાંદની શરીર પર તેનો પ્રભાવ પાડે છે. આ કારણે મનુષ્ય 100 વર્ષ સુધી પોતાનું આયુષ્ય ભોગવી શકે છે.
વહેલા ઉઠવાને બનાવો નિત્યક્રમ
🧘♀️આપણા પૌરાણિક વેદો અનુસાર ઘણી બધી રચનાઓ વેદો અને શાસ્ત્રોમાં આપણને જોવા મળે છે. જેમાં આપણી આસપાસ એક સમયચક્ર ફરતુ હોય છે. જે સેકંડ, મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયુ, મહિનો અને વર્ષ આમ સમયચક્ર આપણી માનસિક અને શારિરીક બંને પ્રકારની શુદ્ધિ માટે ખૂબ જ અસરકારક છે.
🧘♀️એટલુ જ નહીં આ સમયચક્ર પ્રમાણે આપણા ભારત વર્ષમાં બધા ખાસ પ્રકારના મુહુર્ત નક્ષત્ર પરથી કાઢવામાં આવે છે અને તે મુહુર્ત પ્રમાણે સનાતન ધર્મમાં ઘણી બધી પૂજા વિધિઓ અને વૈજ્ઞાનિક કારણોથી તહેવારો ઉજવવામાં આવે છે. આપણા સમયચક્ર એક પ્રકારનું ગણિત છે. તે અંક પર આધાર રાખે છે. જેમાં ધ્યાનને નિત્યક્રમ કહેવામાં આવે છે અને બ્રહ્મ મુહુર્તમાં કોઇપણ એક નિત્યક્રમ કરવો જોઇએ.
🧘♀️પરંતુ આજકાલની ભાગદોડની જીંદગીના કારણે લોકો 8-9 વાગે ઉઠતા હોય છે એટલે કે બ્રહ્મ મુહુર્ત કરતાં 5-6 કલાક મોડા જાગતા હોય, તેના કારણે શરીરમાં આળસ, કામ અને ક્રોધનો પ્રભાવ વધુ જોવા મળે છે. માટે જો બની શકે તો તમે રોજ વહેલા ઉઠવાનો નિત્યક્રમ બનાવો, પછી તમારા મન અને શરીર પર થતો બદલાવ ખુદ નોટ કરજો, ચોક્કસ પરિણામ મળશે. આ લેખ ગમ્યો હોય તો નીચેનું બ્લૂ કલરનું લાઇકનું બટન દબાવી દેજો. જેથી આવા બીજા લેખ તમને મળતા રહેશે.