Entertainment

એક એડ માટે શિલ્પા શેટ્ટીને ઓફર કરવામાં આવ્યા હતા 10 કરોડ, આ કારણથી શિલ્પાએ ઠુકરાવી દીધી ઓફર

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: ફિટનેસ આઈકન શિલ્પા શેટ્ટી પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ સાવધાન રહે છે. તે પોતાના આહારનું પૂરું ધ્યાન રાખે છે. તે રેગ્યુલર વર્કઆઉટ કરે છે. શિલ્પા શેટ્ટીએ થોડા સમય પહેલા જ પોતાનું ફિટનેસ એપ પણ લોન્ચ કર્યું છે. હવે ખબર મળી રહી છે કે શિલ્પા શેટ્ટીને એક સ્લીમિંગ પિલ (પતલા થવાની દવા) ની જાહેરાત ઓફર કરવામાં આવી હતી જેના માટે તેને 10 કરોડ રૂપિયા ઓફર થયા હતા. પરંતુ શિલ્પા શેટ્ટીએ જાહેરાત કરવાની ના પાડી દીધી હતી.

મેગેજીન બોલિવૂડ લાઈફના જણાવ્યા અનુસાર, એક આયુર્વેદિક કંપની દ્વારા હાલમાં જ શિલ્પા શેટ્ટીને સ્લીમિંગ પિલની જાહેરાત માટે 10 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. જો કે શિલ્પા શેટ્ટીએ આ પ્રસ્તાવને સ્વીકાર કરવાની ના પાડી દીધી હતી.

ન્યુઝ મીડિયા મિડ-ડે સાથેની વાતચીતમાં શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે, “હું એવી કોઈ વસ્તુની જાહેરાત કરવા માંગતી નથી જેના પર મને વિશ્વાસ ન હોય.” ઉલ્લેખનીય છે કે, વર્ક ફ્રન્ટ પર શિલ્પા શેટ્ટી છેલ્લી વાર સની દેઓલ, બોબી દેઓલ અને ધર્મેન્દ્રની ફિલ્મમાં જોવા મળી હતી. ત્યારબાદ શિલ્પા શેટ્ટીએ ઘણી ફિલ્મોના ગીતોમાં સ્પેશિયલ સીન આપ્યો છે. હમણાં તે બોલિવૂડથી દુર રહે છે. જો કે, એવી ખબર છે કે તે જલ્દી જ બોલિવૂડમાં પરત આવી શકે છે. શિલ્પા શેટ્ટી રિયાલિટી શો પણ જજ કરતી જોવા મળે છે. તે છેલ્લી વખતે સુપર ડાન્સરમાં જજ તરીકે જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *