Entertainment

સારા અલીખાનના લેટેસ્ટ વાયરલ ફોટોમાં ઋષી કપૂરને શુ દેખાયું, કે જેની તેઓ કરી રહ્યા છે પ્રશંસા?

ઉડાન ટાઈમ્સ ન્યુઝ: સારા અલીખાન પોતાની સાદગીને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. તેને જમીન સાથે જોડાયેલી વ્યક્તિ માનવામાં આવે છે. તેના અન્ય સેલેબ્સ જેવા નખરા જોવા મળતા નથી. તે દરેક સાથે ખૂબ વિનમ્રતાથી વાત કરે છે. હવે અભિનેતા ઋષી કપૂરે પણ સારા અલીખાનની પ્રશંસા કરી છે. ઋષી કપૂરનું માનવું છે કે સારાએ એક એવું ઉદાહરણ બેસાડયું છે કે જે શીખવે છે કે સેલેબ્સને એરપોર્ટ પર કેવું વર્તન કરવું જોઈએ.

ઋષી કપૂરે એક ટ્વીટ કરી લખ્યું હતું કે – ” વન્ડરફૂલ સારા. તમે એક ઉદાહરણ બેસાડયું છે કે એરપોર્ટ પર સેલિબ્રિટીએ કેવું વર્તન કરવું જોઈએ. તમારો પોતાનો સામાન લઈ જવામાં કઈ ખોટું નથી. તમને રિસીવ કરવા માટે કોઈ ચમચા નહિ, કોઈ ડાર્ક ચશ્માં નહિ અને ના કોઈ એરપોર્ટ લુક. તમે કોઈપણ સિક્યોરિટી વગર આત્મવિશ્વાસ બતાવ્યો. Atta girl!”

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ સારા અલીખાનને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. એરપોર્ટ પર સારા અલીખાન ત્રણ મોટી-મોટી સૂટકેસની સાથે નજર આવી હતી. સારા પોતાનો સામાન જાતે લઈને જતી હતી. આ સિવાય સારાનો લુક પણ ખૂબ સિમ્પલ હતો. તે પીળા રંગના સૂટમાં જોવા મળી હતી. બાદમાં આ ફોટો ખૂબ વાયરલ થયો હતો.

વર્ક ફ્રન્ટ પર સારા અલીખાન કાર્તિક આર્યનની સાથે ઇમ્તિયાઝ અલીની ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ ‘લવ આજ કલ’ નું શૂટિંગ પૂર્ણ થવા પર છે. આ ઉપરાંત વરુણ ધવન સાથે ફિલ્મ ‘કુલી નંબર વન’ માં પણ સારા અલીખાન જોવા મળશે.

ઋષી કપૂરની વાત કરીએ તો તે આ દિવસોમાં ન્યુયોર્ક માં છે. તે જલ્દી જ ઇન્ડિયા પરત આવવાના છે. ન્યુયોર્કમાં તે કેન્સરની સારવાર કરાવવા માટે ગયા હતા. ઉલ્લેખનીય છે કે તેને મળવા માટે ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ ન્યુયોર્ક ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *