Entertainment

જુઓ વિડીયો: સાન્યા મલ્હોત્રાએ માધુરી દીક્ષિતના અંદાજમાં કર્યો ડાન્સ, વાયરલ થયો વિડીયો

બૉલીવુડ અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ સોશિઅલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તે વર્ષ 1990 માં આવેલ ફિલ્મ સૈલાબ પર માધુરી દીક્ષિત દ્વારા અભિનય કરાયેલ ગીત ‘હમકો આજકલ હે ઇંતઝાર’ પર હૂબહૂ માધુરી દીક્ષિતની જેમ નાચતી જોવા મળી રહી છે.

અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ આ ગીત પર પરફોર્મ કરવા માટે પીળા રંગની ચોલી અને બ્લુ જીન્સ પહેરેલું જોવા મળે છે. વીડિયોના કેપ્શનમાં સાન્યા મલ્હોત્રાએ લખ્યું હતું કે, ‘હમકો આજ કલ ઇન્તજાર… ડાન્સ કરવાનો કારણ કે છેલ્લા ઘણા સમયથી મે ડાન્સ નથી કર્યો અને હું તેને યાદ કરી રહી છું.’ સાન્યા મલ્હોત્રાના આ વીડિયોને અત્યાર સુધીમાં ચાર લાખથી વધારે વ્યુ મળી ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે સાન્યા મલ્હોત્રાએ આમિર ખાનની ફિલ્મ દંગલ થી બોલીવુડમાં કદમ રાખ્યા હતા. જે બાદ તેમણે બધાઈ હો ફિલ્મમાં પણ અભિનય કર્યો છે. તેની પ્રથમ ફિલ્મ દંગલ બોક્સ ઓફિસમાં બ્લોક બ્લાસ્ટર મુવી બની હતી જયારે તેની બીજી ફિલ્મ બધાઈ હો એ બેસ્ટ મનોરંજન માટે નેશનલ એવોર્ડ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *