Entertainment

સંજય દત્તે પોતાના બાળકોના બર્થ ડે પર લખી ઈમોશનલ પોસ્ટ, ચાહકો ખુબ કરી રહ્યા પસંદ

અભિનેતા સંજય દત્ત બેક ટુ બેક બૉલીવુડ ફિલ્મો બનાવવામાં વ્યસ્ત છે. પરંતુ શૂટિંગ દરમિયાન તે તેના બાળકોને કેટલા યાદ કરે છે, તેના વિશે તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ શેર કરીને જણાવ્યું છે. તે પોસ્ટ તેમણે 21 ઓક્ટોબરના રોજ તેના જોડિયા બાળકોના જન્મદિવસ પર કરી હતી અને તેમણે પોતાને ગૌરવપૂર્ણ પિતા પણ ગણાવ્યા છે.

તેમણે બાળકો સાથે પોતાનો ફોટો શેર કર્યો અને લખ્યું હતું કે, “મારા માટે મારા પ્રિય બાળકો સાથે સમય વિતાવવા કરતાં વધુ ખુશીની ક્ષણ બીજી કોઈ નથી. શહરાન-ઇકરાને પ્યાર. હેપ્પી બર્થ ડે. પ્રાઉડ ડેડ.”

તેમની આ પોસ્ટ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. 24 કલાકમાં આ પોસ્ટને 3 લાખથી પણ વધુ વખત લોકો દ્વારા લાઈક કરવામાં આવી છે.

સંજય દત્તની પોસ્ટના થોડા સમય પછી, તેમની પત્ની માન્યતા દત્તે પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બાળકોની કેક સાથેનો ફોટો શેર કર્યો હતો અને માન્યતા દત્તે લખ્યું હતું કે, ” હેપ્પી બર્થ ડે મારા પ્રિય બાળકો, ભગવાનના આશીર્વાદ તમારા પર બન્યા રહે.”

સંજય અને માન્યતાએ વર્ષ 2008 માં લગ્ન કર્યા હતા. 2010 માં તેમના જોડિયા બાળકો થયા હતા. સંજયને ત્રણ બાળકો છે. તેમની મોટી પુત્રીનું નામ ત્રિશાલા છે. સંજયના પહેલા લગ્ન રુચા શર્મા સાથે વર્ષ 1987 માં ન્યૂયોર્કમાં થયા હતા. ત્રિશાલા તેમની જ પુત્રી છે. વર્ષ 1996 માં રૂચાનું કેન્સરના કારણે મૃત્યુ થયું. જે પછી ત્રિશાલા તેના નાના-નાની સાથે ન્યૂયોર્કમાં શિફ્ટ થઈ ગઈ. હવે તે ક્યારેક-ક્યારેક પાપા સંજયને મળવા માટે મુંબઈ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *