Entertainment

સલમાન ખાનના ઘર બહાર વિરોધ કરી રહેલા કરણી સેનાના 20 લોકોની ધરપકડ, જાણો શું છે મામલો

બિગ બોસની 13 મી સીઝનમાં નિર્માતાઓને લઈને ઘણા ટ્વિસ્ટ આવ્યા હતા. જો કે હવે આ ટ્વિસ્ટ શો પર ભારે પડી રહ્યો છે. પ્રીમિયરના થોડા દિવસો બાદ શો નો સ્પર્ધકોના બેડને શેર કરવાને લઈને જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર શરૂ થયેલો આ વિરોધ હવે સલમાન ખાનના ઘર સુધી પહોંચી ગયો છે. અહેવાલો અનુસાર સલમાનના ઘરની બહાર આ મુદ્દે વિરોધ કરી રહેલા લગભગ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે શો માં સ્પર્ધકોના બેડને શેર કરવાને લઈને દર્શકોએ વાંધો ઉઠાવ્યો હતો. ટ્વિટર પર આ શો નો બહિષ્કાર કરવાની વાત થઈ હતી. આ પછી ઘણા વ્યવસાયિક સંગઠને લેખિતમાં બિગ બોસ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. હવે કરણી સેના પણ આ વિરોધમાં કૂદી પડી છે. મામલો એટલો વધી ગયો કે સલમાન ખાનના ઘરની સુરક્ષા વધારવી પડી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાનના ઘરની બહાર કરણી સેનાના 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ વખતે શો માં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. શો માં સ્પર્ધકોના બેડ શેર કરવાની ચર્ચા શરૂઆતથી જ ચાલી રહી છે. આ મુદ્દે લોકોનું કહેવુ છે કે તેનાથી અશ્લિલતા ફેલાઈ રહી છે અને લોકોએ તાત્કાલિક તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *