Entertainment

ધક્કા ખાવાની જરૂર નથી…હવે ઘરે બેઠા કાઢો ચુંટણીકાર્ડ…વાંચો આખી રીત…

આજના આ સમયમાં દરેક પુરાવાઓ ખુબ જ જરૂરી બનતા હોય છે, અને તેમાં પણ ચુંટણીકાર્ડ એ મત આપવા સિવાય ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવતું હોય છે. પરંતુ હજુ સુધી ઘણા લોકોએ હજુ સુધી એ ન કઢાવ્યું હોય તો આ લેખ તેમના માટે ખુબ જ ઉપયોગી થશે. આજે આ લેખમાં આ ચુંટણીકાર્ડ માટે બહાર કોઈ ધક્કા ખાવાની પણ જરૂર નથી, અને તમે ઘરે બેઠા જ એ કાઢવી શકો છો. તો આજે આ લેખમાં એ કેવી રીતે કઢાવવું તેની માહિતી રજુ કરી છે.

જો તમારી પાસે મતદાર ઓળખકાર્ડ નથી, તો તમે ભારતમાં પોતાનો મત આપી શકતા નથી. મત આપવા માટે તમારી પાસે મતદાર ઓળખકાર્ડ હોવું આવશ્યક છે અને તમારું નામ મતદાર સૂચિમાં ઉપલબ્ધ હોવું પણ ખુબ જ જરૂરી છે. જો તમે હજી સુધી મતદાર ઓળખકાર્ડ બનાવ્યું નથી, તો ચિંતા કરશો નહીં.

આવી રીતે બનાવો ઓનલાઈન ચૂંટણી કાર્ડ :

તમારી પાસે એક વ્યક્તિગત ઇમેઇલ આઈડી અને મોબાઇલ નંબર હોવો આવશ્યક છે. જો આ બંને તમારી સાથે છે, તો પછી તમે સીધા ચૂંટણી પંચની વેબસાઇટ https://www.nvsp.in ખોલો.

આટલું થયા બાદ તમે તમારું સરનામું, પીનકોડ, અને રાજ્ય અંગેની જે કઈ પણ માહિતી હશે એ આપવાની રહેશે.

આટલું થતા પછી તામ્રી પાસે ત્યાં ઉમરનું પ્રમાણપત્ર માંગશે, અને જેમાં જન્મ પ્રમાણપત્ર માટે પાસપોર્ટ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ, લાઇસન્સ વગેરે પુરાવાઓની જરૂર પણ પડી શકે છે.

ત્યાર પછી તમારો ફોટો અપલોડ કરી દેવાનો રહેશે.

આટલું થયા બાદ રહેઠાણના પ્રમાણપત્ર માટે પાસપોર્ટ,બેંકની પાસબુક,રેશનકાર્ડ,રેન્ટ એગ્રીમેન્ટ,પાણી બિલ,ટેલિફોન બિલ,લાઇટ બિલ,ગેસ કનેક્શન બિલ વગેરે પણ ચાલશે.

આટલું થયા પછી તેમાં એક કેપ્ચા પણ તમારે દાખલ કરવાનો રહેશે, અને ફોર્મ તમારું જમા થઇ જશે. આ સાથે, તમે તમારું પૂર્ણ કરેલું ફોર્મ સાચવી શકો છો અને પછીથી તેને કોઈપણ સમયે સબમિટ કરી શકો છો. જો તમે ફોર્મ પૂર્ણ કરી લીધું છે, તો તમે તેને હવે સબમિટ કરી શકો છો.એકવાર ફોર્મ ભરાયા પછી, બધુ તપાસો અને પછી પાનાંના અંતે સબમિટ ક્લિક કરો.

તમારી અરજી પર પ્રક્રિયા કરવામાં લગભગ 30 દિવસનો સમય લાગી શકે છે.

ખાસ નોંધ એ પણ છે કે, અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી આવશ્યક છે. તે નોંધવું યોગ્ય છે કે જો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી છે, તો પછી તમે રજીસ્ટર કરી શકતા નથી. મતદાર ઓળખકાર્ડ માટે અરજી કરવાની મહત્તમ વય નથી.

-ગુજરાતી ન્યુજ & માહિતી ટીમ

મિત્રો આ લેખ તમને પસંદ આવ્યો હોઈ તો અમારું ફેસબુક પેજ લાઈક કરી શેર જરૂર કરજો..અમે તમારા માટે નવી નવી માહિતીઓ લાવતા રહીશું…

નોંધ: આ લેખને કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુર લેવી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *