Entertainment

KBC માં પ્રતિયોગીએ પૂછ્યું જયાજી કેવી રીતે રાખે છે તમારો ખ્યાલ, અમિતાભ બચ્ચને આપ્યો આવો જવાબ

દેશના પ્રખ્યાત કવીઝ શો કૌન બનેંગા કરોડપતિમાં અમિતાભ બચ્ચનની સામેની હોટ સીટ પર ડો.ઉર્મિ દાતરવાલે આવ્યા હતા . તે હોટ સીટ પર પહોંચી અને ઉત્સાહિત દેખાઈ રહ્યા અને તેમણે અમિતાભ બચ્ચન સાથે વાતચીત દરમિયાન અમિતાભ બચ્ચનને ઘણા રસપ્રદ પ્રશ્નો પૂછ્યા. તેમણે અમિતાભ બચ્ચનને તેમની પત્નીથી સંબંધિત એક સવાલ પણ પૂછ્યો.

ડો.ઉર્મિ દાતરવાલએ અમિતાભ બચ્ચનને પૂછ્યું કે તમારા પત્ની જયા જી તમારું ધ્યાન એટલું સારું કેવી રીતે રાખે છે કે તમે આટલા યુવાન અને તાજગીભર્યા દેખાવ છો? અમિતાભ બચ્ચને હસતા હસતા આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, આ પ્રશ્નનો જવાબ એ છે કે તે જયા છે અને હું જુવાન છું.

ડો.ઉર્મિ દાતરવાલ કૌન બનેંગા કરોડપતિ માંથી 25 લાખ રૂપિયા જીતવામાં સફળ રહ્યા હતા. તે પચાસ લાખના સવાલનો સાચો જવાબ આપી શક્યા નહીં અને આ પ્રશ્ન છોડીને તેણે પચીસ લાખની રકમ તેના નામે કરી.

ડો.ઉર્મિ દાતરવાલ મહિલાઓની ડોક્ટર છે. તે મહિલાઓની પ્રસૃતિ કરાવે છે. ડો.ઉર્મિ દાતરવાલે જણાવ્યું હતું કે, તેઓ એવા દર્દીઓની સારવાર માટે હંમેશા તૈયાર રહે છે જેઓ સારવારનો ખર્ચ કરી શકતા નથી.

ડો. ઊર્મિ દાતરવાલે અમિતાભ બચ્ચનને એમ પણ પૂછ્યું હતું કે તેમના માતાએ તેમને શું ખાઈને જન્મ આપ્યો છે કે તેઓ આટલા સારા વ્યક્તિ છે. આ સવાલ સાંભળીને અમિતાભ બચ્ચન ચોંકી ગયા હતા અને હસવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે કૌન બનેંગા કરોડપતિની આ સીઝનમાં માત્ર બે જ પ્રતિયોગી એવા છે જે એક કરોડ સુધી પહોંચી શક્યા છે. જો કે હજુ સુધી કોઈ પણ વ્યક્તિ સાત કરોડના સવાલ સુધી પહોંચી શક્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *